માત્ર જ 10 સેકન્ડમાં યુવક ભૂવામાં ખાબક્યો જુઓં વીડિઓ

હાલ સોશ્યલ મીડિયા માં ઘણા વિડિયો વાઈરલ થતા હોય છે.ઘણા વિડિયો એક્સીડેન્ટ હોય ઘણા ફની વીડીયો પણ હોય છે.હાલ અમદાવાદના એક યુવકનો એક વિડીયો વાઈરલ થયો છે. આ વિડીયો અમદાવાદના સરખેજના ફતેવાડી વિસ્તારનો છે. ફતેવાડી વિસ્તારમાં રોડ પર અચાનક વિશાળ ભૂવો પડતાં એક્ટિવા સાથે આતિફખાન પઠાણ નામનો એક યુવક અંદર પડ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Abtak Media (@abtak.media)

સરખેજના ફતેવાડી કેનાલ પાસે લમ્બે પાર્ક નજીક આતિફખાન પઠાણ એક્ટિવા લઈને પસાર થતો હતો. ત્યારે અચાનક જ એક્ટિવાનો પાછળનો ભાગ થોડો ખાડામાં પડ્યો હોય એવું તેને લાગ્યું હતું અને જેવો ઊતરીને તે જોવા જતો હતો ત્યાં જ મોટો ખાડો પડ્યો અને તે એક્ટિવા સાથે અંદર ખાબક્યો. તેને બચાવવા આવેલા લોકો પણ ત્યાંથી દૂર થઈ ગયા હતા. ભૂવામાં એક્ટિવા સાથે યુવક પડી જવાની ઘટનાને પગલે આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. બાદમાં સ્થાનિકોએ દોરડાની મદદથી યુવકને બહાર કાઢ્યો હતો. સદનસીબે યુવકને કોઈ ઇજા થઈ ન હતી. એક્ટિવા લઈને ભૂવામાં પડતા યુવકના CCTV પણ સામે આવ્યા છે.

મળતી માહિતી અનુસાર બુધવારે બપોરે 1 વાગ્યાના અરસામાં યુવક ફતેહવાડીમાં આવેલા લમ્બેપાર્ક નજીક કરિયાણું લેવા ગયો હતો. દુકાનથી થોડે દૂર રોડ પર યુવકનું એક્ટિવાનું પાછળનું વ્હીલ ખાડામાં ફસાયું હોવાનું જણાયું. ટાયર બહાર કાઢવાનો પ્રયાસ કર્યો એ પહેલાં અચાનક આખેઆખો રોડ બેસી ગયો. એ એક્ટિવા છોડીને દૂર ખસવા ગયો ત્યારે ખાડો મોટા ભૂવામાં ફેલાઈ ગયો અને યુવક એક્ટિવા સાથે જ ગરકાવ થયો. અંદર પાઈપ હોવાથી યુવકે એ  પકડી લીધો  અને તેના પર ટીંગાયેલો રહ્યો.  શહેરના કેટલાક વિસ્તારોમાં આ રીતે અચાનક ભૂવા પડતા હોવાના પગલે આવા કેટલાક વિસ્તારો છે, જેમાં અચાનક જ પોલાણ સર્જાય છે અને ભૂવા પડે છે, એની જાણકારી મેળવવી જરૂરી છે.