જુઓ… “વોટ ફોર ગુજરાત” ની આકર્ષક માનવકૃત્તિ રચી..

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની બેઠકો સરભર કરવા ચૂંટણીને અનુલક્ષીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે સુરતમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળમાં વિદ્યાર્થીઓ દ્વારા ‘વોટ ફોર ગુજરાત’ની વિશાળ માનવાકૃત્તિ રચીને આકર્ષક સિમ્બોલ બનાવ્યો હતો

આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદારો જાગૃત્ત બની વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને એવા આશયથી સુરતમાં શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે ‘વોટ ફોર ગુજરાત’ની વિશાળ માનવાકૃત્તિ રચીને આકર્ષક સિમ્બોલ બનાવ્યો હતો, અને યુવાનો-આમ નાગરિકોને મતદાન જાગૃત્તિનો અનોખો સંદેશ આપ્યો હતો. બાળકોએ આચાર્ય અરવિંદભાઈ ઠેસીયા તથા ધર્મેશભાઈ સલીયા તેમજ પીટી અને આર્ટ ટીચરો જગદીશભાઈ પીપળીયા, પ્રવીણભાઈ પ્રજાપતિ, રાકેશભાઈ ચૌધરી, ઈશ્વરભાઈ રાઠોડ, ગુરજી વસાવા વગેરેએ આ રચના માટે તૈયારીઓ કરાવી હતી.

મતદાન જાગૃત્તિ માટેની માનવ આકૃત્તિની રચનાની પ્રેરણા આપનાર પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે, કિંમતી વોટના દાનમાં ક્યારેય ઓટ ન આવવા દેવી. વિદ્યાદાન, અન્નદાન, વસ્ત્રદાન વગેરે દાનમાં માણસને ખર્ચ કરવો પડતો હોય છે.