Abtak Media Google News

કાળઝાળ ગરમી વચ્ચે સમગ્ર રાજ્યમાં પીવાના પાણીની સ્થિતિ અંગે રાજ્ય સરકાર સબ સલામત હોવાના દાવો  તો કરી રહી છે પરંતુ સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના છેવાડાના  ગામડાઓને પીવાનું પાણી પુરૂ પાડતાં જળાશયોનાં તળીયા દેખાઈ રહ્યાં છે. સૌરાષ્ટ્રનાં 141 ડેમોમાં હાલ માત્ર 29 ટકા જ જળ જથ્થો  બચ્યો છે. આશરે 70 ટકા ડેમો ખાલી થઈ ગયા હોવાનાં ચોકાવનારા આંકડા સામે આવ્યા છે. સૌથી ગંભીર સ્થિતિ દેવભૂમી દ્વારકા પંથકની છે આ જિલ્લાનાં ડેમોમાં માત્ર 3 ટકા જ પાણી બચ્યું છે. અને હજુ ઉનાળાનાં દોઢેક મહિના જેટલો કપરો સમય કાપવાનો બાકી છે.

 

વાત કરીએતો સૌરાષ્ટ્રના ડેમોમાં પાણી સ્થિતિ તો સૌરાષ્ટ્રમાં 141 ડેમોમાં માત્ર 29% જ પાણી બચ્યું છે. જેમાં રાજકોટ જિલ્લાના ડેમોમાં 38% , દ્વારકા જિલ્લાના ડેમોમાં 3% , બોટાદ જિલ્લાના ડેમોમાં 7%, સુરેન્દ્રનગર જિલ્લાના ડેમોમાં 19%, જામનગર જિલ્લાના ડેમોમાં 20% પાણી વધ્યું છે. તો વળી વાત કરીએ રાજકોટ જિલ્લાના 15થી વધુ ગામોની તો ત્યાં દરરોજ ટેન્કર ઉપર આધારિત રહેવાનો વારો આવ્યો છે.

Screenshot 10 7

મહત્વનુ છે કે,  સૌરાષ્ટ્રનાં ડેમો ગત ચોમાસામાં સારા વરસાદને કારણે સંપૂર્ણ ભરાઈ ગયા હતા અને પાણીનું ચિત્ર સારૂ ઉપસ્યુ હતુ પરંતુ આકરા ઉનાળાનાં બે મહિના પુરા થતાની સાથે જ મોટા ભાગનાં ડેમો ખાલી  મેદાન બની ગયા છે. પંદરેક દિવસ બાદ સ્થિતિ વધુ વણશે તેવા સંકેતો મળી રહયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.