રાજકોટ માં  કાલે વોર્ડ નં.13 અને શનિવારે વોર્ડ.નં.7,14 તથા 17માં પાણીકાપ

ભાદર ડેમની નવાગામ-લીલાખા વચ્ચેની લિકેજ પાઈપલાઈનનું

રીપેરીંગ કરવાનું હોય સતત બે દિવસ પાણી કાપ ઝીંકાયો

અબતક રાજકોટ

કોર્પોરેશન દ્રારા ભરશિયાળે રાજકોટવાસીઓ પર પાણી કાપ ઝીંકવામાં આવ્યો છે.  ભાદર ડેમની નજીક નવાગામ લિલાખા ગામની વચ્ચે 900 એમ. એમ.ની મેઇન લાઇન લિકેજની કામગીરી હાથ ધરવાની હોય આવતીકાલે  તા.7 શુક્રવારના રોજ ગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં ગોંડલ રોડના વોર્ડ નં. 13 (પાર્ટ) અને તા.8 શનિવારના રોજ ઢેબર રોડના વોર્ડ નં.07 (પાર્ટ), 14 (પાર્ટ)17 (પાર્ટ),માં પાણી વિતરણ બંધ રહેશે.આવતી કાલે વોર્ડ નં.13માં નવલનગર, કૃષ્ણનગર, ત્રિવેણીનગર, ભોલેનાથ સોસાયટી, ગુરુપ્રસાદ સોસાયટી, કૈલાસનગર, પંચશીલ સોસાયટી, હરિદ્વાર સોસાયટી, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયા, ગુણવતીનગર, જે.કી.પાઠક પાર્ક, શિવનગર, રામનગર, લોધેશ્વર સોસાયટી, માલવિયા નગર, અંબાજી કડવા પ્લોટ, સ્વાશ્રય સોસાયટી, વેધવાડી, જૂની પપૈયાવાડી, નવી પાપૈયા વાડી, ટપુભવાન પ્લોટ પાણી વિતરણ બંધ રહેશે.જયારે તા.8ને શનિવારે     ગુરૂકુળ ઢેબર રોડ તરફ વોર્ડ નં. 7ના વિસ્તાર જેવા કે ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગ નગર તથા વિગેરે વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે. વોર્ડ નં.14માં વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની (પાર્ટ), માસ્ટર સોસાયટી (પાર્ટ), મીલપરા (પાર્ટ), મયુર પાર્ક, પુજારા પ્લોટ (પાર્ટ), આનંદનગર (પાર્ટ), મધુરમ પાર્ક, ગુલાબ નગર, અમૃત પાર્ક અને વોર્ડ નં.17 નારાયણ નગર ભાગ-1,2, નારાયણ નગર મફતિયું, ઢેબર કોલોની ભાગ-1,2,3, હસનવાડી ભાગ-1,2, વાલકેશ્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઇન્દીરાનગર 1,2, મેઘાણીનગર, ન્યુ મેઘાણીનગર, આશીર્વાદ સોસાયટી, ગુરુજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતિકા સોસાયટી, આનંદનગર ગાયત્રી બગીચા વાળો ભાગમાં પાણી વિતરણ બંધ રહેશે.