‘ટપક’ પઘ્ધતિ પ્રમાણે શિવલીંગ પર ટપકતું પાણી

પાટણ વાવ ઓસમ પર્વત ઉપર બીરાજમાન ટપકેશ્ર્વર મહાદેવજીને ત્યાં આખો શ્રાવણ મહીનો પૂજા અર્ચના કરેલ. આખા શ્રાવણ માસ દરમિયાન સ્કંદ હોસ્પિટલના સેવાભાવી ડો. હાર્દીક સંઘાણી તેમના મિત્ર યુવા ઉઘોગપતિ દિપક માથુકીયા દ્વારા શ્રાવણ માસ દરમિયાન દરરોજ સવારે અભિષેક કરી પૂર્જા અર્ચના કરેલ હતી. આ તકે હાર્દીક સંઘાણીએ જણાવેલ કે આ ટપકેશ્વ મહાદેવજી મંદિર બહુ પૌરાણીક મંદીર છે.

અગીઋષિ એ ગુફામા: સાધના કરેલી છે. ૫ાંડવોએ વનવાસ દરમિયાન ટપકેશ્ર્વર મહાદેવ મંદિરએ ગુફામાં પુજા અર્ચના માટે રોકાયેલ હતા. અને ટપકેશ્વ મહાદેવ ઉપર ટપક ટપક જ પાણી પડે છે. અને વનસ્પતિના મુળીયામાથી પાણી આવે છે. અને સુપ્રસિઘ્ધ જગ્યા માનવામાં આવે છે. પહાડોના પથ્થર વચ્ચે પાણી પડે છે.

વાતાવરણ પણ જાળે સોળે કળાએ ખીલેલું જ રહે છે. આ તકે ડો. હાર્દીક સંઘાણી, ડો. શ્ર્વેતા સંઘાણી, પાશ્ર્વ સંઘાણી તેમના મિત્ર યુવા ઉઘોગપતિ દિપક માથુકીયા, પારુલબેન માથુકીયા, ડો. શ્રુતિ માથકુીયા, પ્રીયલબેન, હરેનભાઇ, સતીષભાઇ, યસવીએ સહીતના લોકો દરરોજ પુજા અર્ચના કરેલ હતી અને કોરોના સંપૂર્ણ પણે નાબુદ થાય તેવી પ્રાર્થના કરેલ હતી.