પાની વેડફનારા પર કોર્પોરેશન તૂટી પડશે: આકરો દંડ વસુલાશે

cooperation | restaurants | hotel
cooperation | restaurants | hotel

હોટલ, રેસ્ટોરન્ટ, ગેરેજ અને ડેરી ફાર્મ પર ધોંસ બોલાવાશે: ઉનાળાના દિવસોમાં પાણીનો કરકસર યુકત ઉપયોગ કરવા મ્યુનિ.કમિશનરની શહેરીજનોને અપીલ

ગત વર્ષે ચોમાસાની સીઝનમાં પડેલા અપર્યાપ્ત વરસાદના કારણે શહેરની જળ જ‚રીયાત સંતોષતા એક પણ જળાશયમાં સંતોષકારક પાણીની આવક ન તા ઉનાળાના આરંભે જ શહેરની પાણી વિતરણ વ્યવસ સંપૂર્ણપણે નર્મદાના નીર પર આધારીત ઈ જવા પામી છે. આવા કપરા દિવસોમાં પાણી વેડફનારાઓ પર મહાપાલિકા તંત્ર તૂટી પડશે અને આકરો દંડ વસુલ કરવામાં આવશે.

મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, હાલ શહેરની જળ જ‚રીયાત સંપૂર્ણપણે નર્મદાના નીર પર આધારિત છે ત્યારે શહેરીજનોએ કરકસર યુકત પાણીનો ઉપયોગ કરવો જોઈએ. મહાપાલિકા તંત્ર દ્વારા હાલ ભાદરમાંી પાણી ઉપાડવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ શહેરની ભાગોળે આવેલા નવા ગામ અને આણંદપરને ગ્રીનલેન્ડ પમ્પીંગ સ્ટેશન પરી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ડેમનું પાણી કટોકટી માટે અનામત રાખવામાં આવ્યું હતું. પરંતુ ડેમની હાઈટ વધારવાનું કામ હાલ પુર્ણતાના આરે હોય. પાળો તોડવા માટે ડેમ ખાલી કરવાની જ‚રીયાત હોવાના કારણે ન્યારીમાંી પણ દૈનિક ૧૦ એમએલડી પાણીનો ઉપાડ શ‚ કરી દેવામાં આવ્યો છે. પાણીની કટોકટી હોવા છતાં અમુક લોકો બેફામ પાણી વેડફતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જેની સામે હવે આકરી કાર્યવાહી હા ધરવામાં આવશે. તેઓએ ઉમેર્યું હતું કે, આગામી દિવસોમાં કોર્પોરેશનની ચેકિંગ સ્કવોર્ડ દ્વારા શહેરની મોટી હોટલો, રેસ્ટોરન્ટ, ચાની દુકાનો, ગેરેજોમાં સધન ચેકિંગ હા ધરવામાં આવશે. સો સો ભુતિયા નળ જોડાણ અને ડાયરેકટ પમ્પીંગ પકડી પાડવા માટેપણ ચેકિંગ ઝુંબેશ વેગવંતી બનાવવામાં આવશે. પાણી ચોરી કરનાર કે પાણી વેડફનાર આસામી સામે આગામી દિવસોમાં કડક કાર્યવાહી હા ધરાશે.