વોટરપ્રુફ અને ડસ્ટ પ્રુફ સ્માર્ટફોન

waterproofsmartphones | abtakmedia
waterproofsmartphones | abtakmedia

ટેકનોલોજી ખૂબ જ આગળ વધવા લાગી છે.પહેલા ફોન પાણીમા ડૂબી જતો હવે ફોન પાણીમા તરસે.કોમેટ નામની કંપની હવે દુનિયાનો પહેલો પાણીમાં તરવાવાળો સ્માર્ટફોન લૉન્ચ કરવા જઇ રહી છે. ફોન હવે પાણીમાં ડુબવાની જગ્યાએ તરશે, એટલું જ નહીં આ ઉપરાંત અન્ય હાઇટેક ફિચર્સથી પણ લેસ છે. આ સ્માર્ટફોન વોટરપ્રુફ અને ડસ્ટ પ્રુફ રહેશે.

4.7 ઇંચની Full HD AMOLED સ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવી છે.સ્માર્ટફોનમાં પાવરફૂલ 2Ghz ઓક્ટાકૉર પ્રૉસેસર આપવામાં આવ્યું છે. આ અલ્ટ્રા-ફાસ્ટ ટેકનોલૉજી પર કામ કરશે, આમાં 4GB રેમ આપી છે એટલે કે મલ્ટીટાસ્કિંગ માટે આ બેસ્ટ સ્માર્ટફોન બની શકે છે.

એન્ડ્રોઇડના વર્ઝન 5.1 માર્શમેલો ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. ઓપરેટિંગ સિસ્ટમને આગળ અપડેટ કરી શકાશે કે નહીં તેની માહિતી નથી આપી. ફોનમાં 16MPનો રિયર અને ફ્રન્ટ કેમેરો આપ્યો છે. આ ઓટોફૉકસ LED ફ્લેશની સાથે આવે છે. યૂઝર્સ આનાથી હાઇક્વૉલિટી ફોટો ખેંચવા સાથે HD વીડિયો રેકોર્ડિંગ પણ કરી શકશે.

યૂઝરના મ્યૂઝિક અને વીડિયો એક્સપીરિયન્સને બેસ્ટ બનાવવા માટે આમાં દમદાર સાઉન્ડ આપ્યો છે. કંપનીએ આમાં એકસ્ટ્રા બાસ સાથે સ્પીકર લગાવ્યા છે. સ્માર્ટફોનમાં LED નોટિફિકેશન લાઇટ પણ આપવામાં આવી છે.