Abtak Media Google News

મેઘરાજાએ મહેર કરતા જળસંકટ હળવુ

વેરાડી-ર માં 7.05 ફુટ પાણી આવ્યું: રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા ભાદર, આજી અને ન્યારી-1 ડેમમાં નવા પાણીની નજીવી આવક

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા ચારેક દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જળાશયોનો જળ વૈભવ વધી રહ્યો છે. એક સપ્તાહ પૂર્વ ક્રિકેટના મેદાનમાં ફેરવાય ગયેલા અનેક ડેમોમાં હાલ જળ હિલોળા લઇ રહ્યું છે. આજે સવારે પુરા થતા છેલ્લા ર4 કલાક દરમિયાન ભાદર સહિતના 40 જળાશયોમાં 16 ફુટ સુધી પાણીની આવક થવા પામી છે. હજી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય જળાશયોમાં વધુ પાણીની આવક થવા પામે તેવી સુખદ સંભાવના રહેલી છે.

રાજકોટ સિંચાઇ વર્તુળ પુર એકમના સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ર4 કલાક દરમિયાન 40 ડેમમાં નવા નીરની આવક વા પામી છે. રાજકોટ જીલ્લાના ભાદર ડેમમાં નવુ 0.95 ફુટ પાણીની આવક તા 34 ફુટની ઉંડાઇ ધરાવતા ભાદરની સપાટી 19.50 ફુટે પહોંચી જવા પામી છે.

જૂનાગઢ જિલ્લાના 5 ડેમ ઓવરફલો

Narsinh Maheta Sarovar 2

આ ઉપરાંત મોજ ડેમમાં 1.31 ફુટ, ફોફળમાં 1.02 ફુટ, વેણુ-ર ડેમમાં 4.92 ફુટ, આજી-1 ડેમમાં 0.49 ફુટ, આજી-3 ડેમમાં 0.16 ફુટ, સોડાવદર ડેમમાં 0.98 ફુટ, ન્યારી-1 ડેમમાં 0.16 ફુટ, ન્યારી-ર ડેમમાં 0.33 ફુટ, છાપરવાડી-ર ડેમમાં 0.33 ફુટ, ભાદર-ર ડેમમાં નવું 3.12 ફુટ પાણીની આવક થવા પામી છે. રાજકોટ જીલ્લાના ર7 જળાશયોમાં હાલ 41.90 ટકા પાણી સંગ્રહિત છે.

મોરબી જીલ્લાના ડેમી-ર ડેમમાં 0.16 ફુટ, ઘોડાધ્રોઇ  ડેમમાં 4.59 ફુટ, બંગાવડીમાં 4.59 ફુટ, બ્રાહ્મણી-ર ડેમમાં 0.16 ફુટ અને મચ્છુ-3 ડેમમાં 0.98 ફુટ પાણીની આવક થવા પામી છે. મોરબી જીલ્લાના 10 જળાશયોમાં 17.66 ટકા પાણી સંગ્રહિત છે.

પોરબંદરના સોરઠા ડેમમાં 34.94 ફૂટ, દ્વારકા જીલ્લાના વર્તુ-1 ડેમમાં નવું 16.08 ફુટ, વેરાડીમાં 7.71 ફુટ, કંકાવટીમાં 7.45 ફુટ, સિંધણીમાં 7.38 ફુટ,

જામનગર જીલ્લાના સસોઇ ડેમમાં 0.69 ફુટ, પન્ના ડેમમાં 2.03 ફુટ, ફુલઝર-1 માં 0.98 ફુટ, ડાઇ મીણસર ડેમમાં 2.56 ફુટ, આજી-4 ડેમમાં 0.66 ફુટ, ઉંડ-1 ડેમમાં 1.67 ફુટ, કંકાવટી ડેમમાં 7.45 ફુટ, ઉંડ-ર ડેમમાં 2.62 ફુટ, વાડીસંગ ડેમમાં 1.64 ફુટ, ફુલઝર (કોબા)માં 2.92 ફુટ, રૂપારેલ ડેમમાં 0.16 ફુટ, વગાડીયા ડેમમાં 1.15 ફુટ પાણી આવ્યું છે. જામનગર જીલ્લાના રર જળાશયોમાં 26.34 ટકા પાણી સંગ્રહિત છે.

ભાદર-2 ડેમ 85% ભરાયો હેઠવાસના ગામને સાવચેત કરાયા

દ્વારકા જીલ્લાના ઘી ડેમમાં 1.97 ફુટ, વર્તુ-1 ડેમમાં 16.08 ફુટ, ગઢકી ડેમમાં 4.10 ફુટ, વર્તુ-ર ડેમમાં 9.02 ફુટ, સોનમતી ડેમમાં 3.94 ફુટ, શેઢા ભાડથરીમાં 5.09 ફુટ, વેરાડી-1 ડેમમાં 7.71 ફુટ, સિંધણી ડેમમાં 7.38 ફુટ, કાબરકા ડેમમાં 3.44 ફુટ, વેરાડી-ર ડેમમાં 7.05 ફુટ અને મીણસાર (વાનાવડ) ડેમમાં નવું 6.89 ફુટ પાણી આવ્યું છે. જીલ્લાના 12 જળાશયોમાં 23.64 ટકા પાણી સંગ્રહિત છે. પોરબંદર જીલ્લાના સોરઠી ડેમમાં સંગ્રહિત છે પોરબંદર જીલ્લાના સોરઠી ડેમમાં નવું 34.94 ફુટ અને અમરેલી જીલ્લાના સાકરોલી ેડેમમાં 2.59 ફુટ પાણી આવ્યું છે. છેલ્લા ર4 કલાક દરમિયાન 4ર ડેમમાં નવાનીરની આવક થવા પામી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.