Abtak Media Google News

અગરીયાના ઘર પાસે આવી પીતા ઘુડખરના વાયરલ વિડીયોથી હડકંપ

કચ્છના નાના રણમાં વસવાટ કરતા વિશ્વના એક માત્ર ઘુડખર અભ્યારણ્યમાં અગરિયાઓની ઘુસણખોરી, ગેરકાયદેસર ખનન સહિતના મુદ્દે તાજેતરમાં  હાઇકોર્ટમાં થયેલ રીટ પિટિશન બાદ હળવદ નજીક કુડાના રણમા રહી મીઠું પકવી પેટીયું રળતા ગુણવંતભાઈ ઠાકોર નામના અગરિયાએ પોતાના ઝુંપડા પાસે ઘુડખર પાણી પિવા આવ્યા હોવાનો એક વિડીયો અને ઓડિયો વાયરલ કરી ઘુડખરના નામે અગરિયાને બદનામ ન કરવા અનુરોધ કર્યો હતો.

સોશિયલ મિડીયામાં વાયરલ વિડીયો અંગેની પ્રાપ્ત વિગતો મુજબ  કચ્છના નાના રણમાં આવેલા વાઈલ્ડ એસ એટલે કે વિશ્વના એક માત્ર ઘડખર અભ્યારણ્યમા અગરિયાઓ દ્વારા થતી ઘૂસણખોરીની સાથે ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદે ખનન મામલે પર્યાવરણ પ્રેમી દ્વારા જાહેર હિતની અરજી કરવામા આવતા નામદાર હાઇકોર્ટ દ્વારા સંબંધિત તમામ વિભાગો અને સરકારનો જવાબ માંગવામા આવ્યો છે. તેવા સમયે જ હળવદ નજીક કુડાના રણમાં વસવાટ કરતા અને મીઠું પકવતા ગુણવંતભાઈ ઠાકોર નામના અગરિયાએ પોતાના ઝુંપડાથી માત્ર પાંચ ફૂટ દૂર અગરિયાના ઝુપડા પાસે પાણી પી રહેલા ઘુડખરનો વિડીયો સોશિયલ મીડિયામાં વહેતો કરી પર્યાવરણ પ્રેમી અને જંગલખાતા સામે સવાલ ઉઠાવ્યા છે.

આ વીડિયોની સાથે અન્ય એક ઓડિયોમાં ગુણવંતભાઈ ઠાકોર નામના અગરિયા કહે છે કે, અમે અહીં અંતરિયાળ આ ખચ્ચર એટલે કે ઘુડખરને હેરાન પરેશન નથી કરતા, પણ દૂર દૂરથી પાણી લાવી અમારી સાથે ખચ્ચરને પણ પિવડાવીએ છીએ, કહેવાતા પર્યાવરણ પ્રેમીઓએ ક્યારેય ઘુડખરની સેવા ખરી છે, ખરા ? તેવા સવાલ ઉઠાવી અગરિયાઓની રોજી રોટી ન છીનવાઈ તે જોવા વિનંતી કરી છે સાથો સાથ અગરિયાની બદદુઆ નહીં લેવા પણ દુ:ખ સાથે જણાવ્યુ હતુ.

રણનો પવનવેગી દોડવીર જાદુગર એટલે “ઘૂડખર”

રાજ્ય સરકારે 12મી જાન્યુઆરી 1973ના રોજ રણ વિસ્તારને ઘૂડખરનું અભયસ્થાન ઘોષિત કરવામાં આવ્યું હતુ. જ્યારે સને 1978માં કચ્છના મોટા રણનો થોડો ભાગ ઉમેરીને 4953.71 ચો.કિ.મી.વિસ્તારને રણના વિશિષ્ઠ પ્રાણી ઘૂડખર હોઇ ઘૂડખર અભયારણ્યના નામે રક્ષિત કરવામાં આવ્યું હતુ.

ત્યારે રણના પવનવેગી દોડવીર જાદુગર તરીકે ઓળખાતા ઘૂડખરની ઊંચાઇ સામાન્યત: 110થી 120 સે.મી. અને લંબાઇ 210 સે.મી.હોય છે. જ્યારે એનુ વજન 200થી 250 કિ.ગ્રા. અને આયુષ્ય 20 વર્ષનું હોય છે. સામાન્ય રીતે કલાકના 50થી 60 કિ.મી.ના ઝડપે દોડતા રણના પવનવેગી દોડવીરને રણમાં દોડતું જોવું એ એક લ્હાવા સમાન છે.સુરેન્દ્રનગરના પાટડી વિસ્તારમાં ખારાઘોડા નું રણ આવેલું છે ત્યાં ખાસ કરીને ઘુડખર અભ્યારણ આવેલું છે ઘુડખર માટે આ આરક્ષિત જગ્યા સરકાર દ્વારા મૂકવામાં આવી છે ત્યારે 1946 માં 3500 જેટલા ગોળખરો રણમાં વસવાટ કરતા હતા પરંતુ 1963 ના સમય ગાળામાં માત્ર 362 જેટલા ગોળખરો રણમાં રહ્યા હતા અને આ લુપ્ત થતી જતી પ્રજાતિ હોય તેવું તે સમયે લાગી રહ્યું હતું એટલે સરકાર દ્વારા આ વિસ્તારને આરક્ષિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હતો એટલે રણમાં ઘુડખર ને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે અને આ પ્રજાતિ બચી શકે તે માટે આ આરક્ષિત વિસ્તારને ઘુડખર અભ્યારણ નામ આપવામાં આવ્યું હતુ.

ત્યારે 2020 માં જે સમયે ઓળખાણ ની ગણતરી કરવામાં આવી હતી તે સમયે 6082 ઘુડખર હોવા નું સામે આવ્યું હતું. ત્યારે દર વર્ષે ઘુડખર અભ્યારણ પાછળ સરકાર કરોડો રૂપિયાનું આધાર કરે છે ખાસ કરીને આ અભ્યારણમાં રહેતા ઘુડખરો છે તેમને પીવાના પાણીની વ્યવસ્થા માટે અવાડા બનાવવામાં આવી રહ્યા છે અને તેમની સુરક્ષા પાછળ પણ ખર્ચો કરવામાં આવી રહ્યો છે પરંતુ આ અવાડા ભરાય છે કે કેમ તેમાં પાણી છે કે કેમ તે પણ એક સવાલ ઉદ્ભવી રહ્યું છે કારણ કે જે વિડીયો વાયરલ થયું છે તે વીડિયોમાં સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે કે અગરિયાઓના ઝુંપડા સુધી પાણીની તરફમાં આ ઘુડખરો પહોંચી જઈ રહ્યા છે તો તેમને રણમાં જ પાણી મળી જતું હોત તો અગરિયાના ઝુંપડા સુધી આ કેમ આવે પાણીની તરસ છીપાવવા માટે.

 

ઘુડખર અભ્યારણ વનવિભાગ ઉપર લાગ્યું વિવાદોનું ગ્રહણ

ધ્રાંગધ્રા-હળવદ અને પાટડી વિસ્તારમાં ગેરકાયદેસર ચાલુ થયેલી 12 જેટલી ફેક્ટરીઓ તો બંધ થઇ પણ આજે ય બ્રોમીન વહન કરતાં ટેન્કરો થી મળતી હરિયાળી થકી ઘુડખરનાં અધિકારીઓ માલેતુજાર બનતા હોવાની વિગતો.તો પ્રતિબંધિત અભ્યારણ્યમાંથી મોટા પાયેં રેતીનું પણ ખનન અવિરત ચાલુ જ જોવા મળે છે એક બાજુ આર.એફ.ઓ. ઉપર એસીબી નું છટકું બેસ્યું જેમાં વિખવાદ જોવા મળી રહ્યો છે. વનવિભાગ આને ભુમાફિયાની હરકત બતાડી વિવાદથી દૂર રહેવા પ્રયત્ન કરી રહ્યું છે તો એક તરફ જાગૃત ફરિયાદી પાસે આર.એફ.ઓ. નાં પૈસા માંગતા ઓડિયો અને વિડિઓ પ્રુફ પણ મોજુદ હોવાની વિગતો મળી રહી છે ત્યારે આર.એફ.ઓ. ગોસ્વામી વાળું કોકળું તો સમયાંતરે જ ઉકેલી શકાશે

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.