Abtak Media Google News

૧૦માં બોલે ખાતું ખોલાવ્યું અને ૫૧ બોલમાં સદી

હૈદરાબાદ આપેલા ૧૭૯ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈએ ૮ વિકેટે જીત મેળવીને ત્રીજીવખત આઈપીએલમાં ચેમ્પિયન બન્યું છે. આ મેચનો હિરો શેન વોટસન રહ્યો હતો. તેણે શાનદાર બેટિંગ કરી હતી. વોટસને પ્રથમ ૧૦ બોલ રમીને ૧૧માં બોલમાં ખાતુ ખોલ્યું હતું. ત્યારબાદ હૈદરાબાદની શાનદાર બોલિંગ પર તૂટી પડ્યો હતો.

૯ બોલ રમીને ખોલાવ્યું ખાતુ

હૈદરાબાદના બોલર્સોએ શાનદાર શરૂઆત કરી. ભુવનેશ્વર કુમારે પ્રથમ ઓવર મેડન ફેંકી. સંદીપ શર્માની બીજી ઓવરમાં પણ વોટસને કોઈ જોખમ ન લીધું. ત્રીજી ઓવરમાં પણ વોટસનનું બેટ શાંત રહ્યું. એક સમયે લાગ્યું કે, વોટસન દબાવમાં છે. ચોથી ઓવરમાં પોતાનું ખાતું ખોલ્યા બાદ વોટસને રનનો વરસાદ કર્યો હતો.

૩૩ બોલમાં ફટકારી અર્ધસદી

શેન વોટસને ૩૩ બોલમાં અડધી સદી ફટકારી. ત્યારબાદ વોટસન વધુ આક્રમક બન્યો હતો. તેણે ૫૦ બોલમાં પોતની સદી પુરી કરી હતી. આ સાથે આઈપીએલના ફાઇનલમાં સદી ફટકારવાનો રેકોર્ડ વોટસને પોતાના નામે કરી લીધો છે. તેણે ૫૭ બોલમાં ૧૧૭ રન બનાવ્યા હતા. જેમાં ૮ સિક્સ અને ૧૧ ફોર ફટકારી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.