Abtak Media Google News

ક્રિપ્ટો એક્સચેન્જ Wazirxઉપર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની તપાસે ફરી એકવાર દેશમાં ક્રિપ્ટોનાં કારોબાર સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે.  કુલ 2790 કરોડ રૂપિયાના હવાલા કાંડની તપાસ હેઠળ ઇડીએ ભારતનાં આ ક્રિપ્ટો એકસચેન્જને સાણસામાં લીધું છે. આમેય તે ક્રિપ્ટો કરન્સી વર્ચ્યુઅલ કરન્સી છે તેથી તેના વિદેશ વ્યવહાર માટે બેન્કોની કોઇ જરૂર નથી. Wazirxસામેનાં કેસ અને તપાસની વિગતો જોઇઐ એટલે આખો કેસ સમજી શકાશે. યાદ રહે કે આ હજુ તપાસ છે અને ઠફુશડ્ઢિસામે હજુ સુધી કોઇ ગુનો સાબિત થયો નથી.

ફોરેને એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) હેઠળ Wazirxસામે બે કેસ નોંધ્યા છે.  એક કેસની તપાસમાં Wazirxનું ઓપરેશન ચલાવતી ભારતની  ઝનમાઇ લેબ્સ પ્રા.લિમીટેડ કેમેન ટાપુઓ પરનાં બિનાન્સ એક્સચેન્જનું ઇન્ફ્રાસ્ટ્રક્સચર વાપરતી હોવાનું જાણવા મળ્યું છે. યાદ રહે કે કેમેન ટાપુઓ વિશ્વભરમાં ટેક્ષહેવન ટાપુઓ માટે પંકાયેલા છે. અમેરિકાનાં અબજોપતિઓ આ ટાપુઓમાં નાણાની હેરફેર કરતા હોય છે. કારણકે આ ટાપુઓ ઉપર કોઇ ટેક્ષ લાગતા નથી.

અહીં Wazirxના પ્લેટફોર્મ મારફતે 2790 કરોડ રૂપિયાનાં ટ્રાન્ઝક્શન થયા છે જેની કોઇ વિગતો મળતી નથી. આ બે એક્સચેન્જો વચ્ચે કોના માટે વ્યવહાર થયા છે તે જાણવું જરૂરી છે. કારણ કે આ નાણા હવાલા કાંડ માટે ટ્રાન્સ્ફર થયા હોવાની ઇડીને શંકા છે.

આજ રીતે Wazirxએ વિદેશી પાર્ટીની માગને અનુસાર એ પાટીને એક ક્રિપ્ટો કરન્સી માંથી બીજી ક્રિપ્ટો કરન્સીમાં હુંડિયામણ ટ્રાન્સ્ફર કરવાની પરવાનગી પણ આપી છે. સાથે જ FTX અને બિનાન્સ એક્સચેન્જોનાં પ્લેટફોર્મનો પણ ઉપયોગ કર્યો છે. ઇડીની પ્રાથમિક તપાસમાં Wazirxનું ચાઇનીઝ કનેક્શન પણ ધ્યાનમાં આવ્યું છે. Wazirxની લિન્ક સંખ્યાબંધ ચાઇનીઝ લોન ઍપ (મોબાઇલ ઐપ્લીકેશનો) સાથે હોવાનું જાણવા મળ્યું છે. મતલબ કે ચીનની લોન આપતી કંપનીઓ માંથી નાણા લઇને Wazirxઉપર વર્ચ્યુઅલ ટ્રાન્ઝક્શન થયા હોવાની શંકા છે. સૌથી મોટી શંકા તો એ છૈ કે આ વ્યવહારોની કોઇ માહિતી Wazirxનાં ડિરેક્ટર આપતા નથી. જેમની પાસે Wazirxના રિમોટ એકસેસ હોવાથી તમામ ડેટા બેઝ તેમની જાણમાં છે. આ તમામ છટકબારીઓ જોયા બાદ ઇડીઐ Wazirxનાં બેંક ખાતાની 64 કરોડ રૂપિયાની ડિપોઝીટ ફ્રીઝ કરી છે. Wazirxમાં હાલમાં આશરે  16 ફીનટેક કંપનીઓઐ હાવાલાનાં કારોબાર કર્યા હોવાની ઇડીને શંકા છે. કારણ કે આ કંપનીઓનાં ટ્રાન્ઝક્શન સામેની કઇ પાર્ટીનાં ખાતામાં ગયા તેની કોઇ માહિતી મળતી નથી.

ઇડીને શંકા છે કે બિનાન્સ એક્સચેન્જની Wazirxમાં માલિકી છે. પરંતુ બિનાન્સ એકસચેન્જનાં સીઇઓ ચેંગપેંગ ઝાઓઐ આવો કોઇ ભાગીદારી કે માલિકીની વાતને નકારીને હાલ તુરંત પડદો પાડ્યો છે. યાદ રહે કે અગાઉ ચેંગપેંગે જ જાહેર કર્યું હતું કે Wazirxમાં તેમની માલિકી હશે. પરંતુ હવે તેમણે સ્પસ્ટતા કરી છે કે આ જાહેરાત થઇ હતી પરંતુ સોદો થયો નથી અને 2019 માં જ આ સોદો ફોક થયો હતો.  પરંતુ ચેંગપેંગનું પોતાનું ચાઇનીઝ કનેક્શન છે. તે બિનાન્સના સીઇઓ છૈ પણ તેઓ મૂળ ચાઇનીઝ-કેનેડિયન નાગરિક છે. અત્રે ઉલ્લેએખનીય છે કે હાલમાં બિનાન્સ વોલ્યુમની દ્રશ્ટિએ વિશ્વનું સૌથી મોટુ ક્રિપ્ટોનો કારોબાર કરતું એકસચેન્જ છે. જેના પ્લેટફોર્મ ઉપર બિટકોઇન,ઇથેરિયમ, ડોગ્કોઇન, રિપ્પલ લાઇટકોઇન જેવી ઘણી કરન્સીનાં ટ્રાન્ઝક્શન થાય છે. તેથી વચ્યુઅલ કરન્સીનાં કારોબારમાં બિનાન્સને અવગણી શકાય નહી.  હવે સવાલ એ છે કે Wazirxનું શું થશે? અત્રે જણાવીએ કે ઇડી જેટલા કેસ કરે છે તેમાંથી માંડ એક ટકા કેસના ચુકાદા આવે છે.

સમાપક્ષે 2014 પછી એટલે કે મોદી સરકાર સત્તા ઉપર આવ્યા બાદ ઇડીના દરોડાની સંખ્યા 25 ગણી વધી છે. જેમાં કોર્પોરેટ તથા રાજકારણીઓનાં કેસની સંખ્યા બહુ વધી છે.   તેથી જ  હવે ઇડી સરકારની કઠપૂતળી હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. જેમાં તથ્ય પણ હોઇ શકે છે. પરંતુ અહી સવાલ એ છે કે કોર્ટ આંગે થયેલા 200 જેટલા કેસનાં એક જ જવાબમાં સુપ્રિમ કોર્ટે ઇડીને  વધુ પડતી સત્તા અપાઇ હોવાની વાત નકારી કાઢી છૈ અને ઇડીને અપાયેલી તાકાતનું સમર્થન કર્યુ છે. દેશમાં હવાલા, આવક કરતા વધારે સંપતિ, છેતરપિંડી તથા નાણાકિય ગેરકાયદે વ્યવહારો સામે કડક હાથે કામ લેવા ઇડીને ધરપકડની સત્તા ઉપરાંત વધુ તાકાત આપવાની પણ હિમાયત થઇ છે. ખેર અન્ય કેસોની વાત છોડીએ તો પણ Wazirxનાં કેસમાં ઇડીની એન્ટ્રીથી દેશમાં ક્રિપ્ટોનાં કારોબાર ઉપર ફરીથી સંકટનાં વાદળો ઘેરાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.