Abtak Media Google News

ફાતિમા શેખનો આમીર ખાન સાથેના લિંક અપ અંગે રેકોર્ડેડ જવાબ

આમીર ખાન અને દંગલ ગર્લ ફાતિમા શેખ ના લિંક અપ ની વાતો ચગી હતી. હવે ફાતિમા કહે છે કે વી આર જસ્ટ  ફ્રેન્ડ્સ.

તાજેતરના એક ઇન્ટરવ્યૂ દરમિયાન ફાતિમા ને આમીર ખાન સાથે ના લિંક અપ વિશે સવાલ પૂછવા માં આવ્યો હતો. ત્યારે તેણે બિલ્કુલ રેકોર્ડેડ જવાબ  આપ્યો હતો કે અમારી વચ્ચે દોસ્તી થી વધુ કશું નથી. યાદ અપાવીએ કે ફાતિમા શેખ જાહેર માં આમીર ખાન ને આમીર સર કહે છે. આમીર ખાન એ ફાતિમા શેખ ને ફિલ્મ દંગલ માં બ્રેક આપીને તેને ટોપ સ્લોટ માં મૂકી દીધી. આ ઉપરાંત યશરાજ ફિલ્મ્સ જેવા ટોચ ના બેનર હેઠળની ફિલ્મ અપાવી. નહીંતર ઠગ માં ફાતિમા શેખ પહેલા વાની કપૂર નું નામ ફાઇનલ હતું. બતાવી દઇએ કે વાની કપૂર માટે નિર્માતા આદિત્ય ચોપરા ને સોફ્ટ કોર્નર છે. ફાતિમા શેખ બાલ કલાકાર તરીકે કમાલ હાસન સાથે ફિલ્મ ચાચી ૪૨૦ અને શાહરૂખ ખાન સાથે ફિલ્મ વન ટૂ કા ફોર માં કામ કરી ચૂકી હતી.

ત્યારબાદ તેની કોઈ ઓળખ ન હતી. મતલબ કે તે ગુમનામ હતી. આમીર ખાનએ તેને દંગલ ગર્લ તરીકે જાણીતી કરી. ફિલ્મ દંગલની અપાર સફળતા બાદ બંને સાથે ફરતા અને ફોટો શૂટ કરાવતા હતા. ધૂમાડો છે તો ક્યાંક આગ લાગી હશે. આમીરના લગ્ન જીવનમાં પણ ઓલ ઈસ નોટ વેલ ની કાનાફુસિ ચાલતી હતી. શરૂઆત માં ફાતિમા એ ચૂપકીદી સાધી હતી પરંતુ હવે તેણે ખુલાસો કર્યો છે કે હું અને આમીર સર માત્ર ને માત્ર સારા દોસ્ત છીએ. નોંધનીય છે કે ફાતિમા અને આમીર વચ્ચે ઉમર નો ઘણો ફર્ક છે. ફાતિમા તેનાથી ૨૬ વર્ષ નાની છે. જોકે કિસી ને સચ હી કહા હૈ કી પ્યાર કિયા નહીં જાતા, હો જાત હે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.