Abtak Media Google News

અખુટ સંપતી અને સોનાની પથારી હોવા છતાં સંતોષના અભાવે ધનાઢય લોકો કુદરતની દેન જેવી મીઠી નિંદ્રાથી વંચિત રહે છે. બીજી તરફ પોતાને ભગવાનને જે આપ્યું છે તે અનેકગણુ છે તેવું માની જીંદગી જીવતા ગરીબ લોકો જીવનનો સાચો આનંદ માને છે. બે ટંકના રોટલા રળવા માની સાથે દિવસ ભરી હડિયાપટ્ટી કર્યા બાદ જયારે માસુમ બાળક થાકથી લોથપોથ થઈ જાય છે ત્યારે વ્હાલા સોયાને રેકડીમાં સુવડાવી વિશ્ર્વનું પરમ સુખ આપવાનો નિર્દોષ પ્રયાસ કરે છે. પોતાનું બાળક પરમ વૈભવ સુખ પામી શકયો નથી તેવો જરા અમસ્થો પણ રંજ માતાના ચહેરા પર નથી. સુખ અને શાંતિ બજારમાં વેંચાતી નથી મળતી માત્ર સંતોષ જ તે આપી શકે છે. બાળકની જાહો જલ્લાલી પણ કંઈ રજવાડી ઠાઠથી કમ નથી. વિશ્ર્વના તમામ ભૌતીક સુખ હોવા છતાં સતત ફરિયાદ કરતા લોકો માટે આ તસવીર કોઈ પ્રેરણાદાયી પુસ્તકથી કમ નથી.           

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.