Abtak Media Google News

મિત્રતાનો સંબંધ પણ બહુ જ અદભુત હોય છે. દુનિયામાં તમે જે વાત કોઈની સાથે શેર ન કરી શકતા હોવ, તે મિત્રો સાથે કરી શકો છે. તે તમારી ખુશી, આનંદ, દુઃખ, શરારતો, તકલીફોના સાથીદાર છે. એટલે જ દરેક વ્યક્તિને એવું હોય છે કે તે તેના ફ્રેન્ડ્સનાફેવરિટ બને અથવા બેસ્ટ ફ્રેન્ડ બને. તમારા મનમાં પણ તમારા મિત્રોના ફેવરિટ બનવાની ખ્વાહિશ હોય તો ટિપ્સ અજમાવો

શુભ દિવસે મિત્રોને શુભેચ્છા પાઠવો.

મિત્રતા ટકાવી રાખવાતમારા મિત્રોને શક્ય એટલું હસાવતા રહો, આનંદિત રાખો. મિત્રો સાથે જ્યારે ગપ્પાં મારો ત્યારે હળવા ફૂલ રહો, જેનાથી તમારા મિત્રના તમે વધુ નજીક આવશો.

હાસ્યથી તમે મિત્રોની નજીક તો જશો જ, પણ સાથે-સાથે તમારા મિત્રોના મનમાં પણ તમારા તરફ લાગણી બંધાશે, પરંતુ આ હાસ્ય નિર્દોષ હોવું જોઈએ, તેમાં કોઈની મજાક ન હોવી જોઈએ.

ઇગો અથવા હુંપણું સંબંધમાં કડવાશને જન્મ આપે છે અને આગળ જતાં સંબંધનો અંત આણે છે.

ક્યારેય એવું ન વિચારો કે મેં મારા મિત્રો માટે આમ કર્યું છે, તેમ કર્યું છે. હંમેશાં તેઓને પ્રાધાન્ય આપો.

તમારા વિચાર ભલે મેળ ન ખાતા હોય, તમારાં રૂપ-રંગ ભલે અલગ હોય, પરંતુ તમારી વચ્ચે જે સમાન એરિયા ઓફ ઇન્ટરેસ્ટ હોય તેને ઉજાગર કરીને મિત્રતાને કેળવી શકો છો.

પરસ્પર અવનવી બાબતોને શેર પણ કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.