દિલ્હીથી મુંબઈની ટ્રાવેલ માત્ર ૮૦ મિનિટમા થશે !!!

Delhi | Mumbai | travel
Delhi | Mumbai | travel

અમેરિકાની કંપનીએ નવી દિલ્હીમાં હાઈપરલૂપ -વન પ્રોજેકટ રજૂ કર્યો.

નેવાડામાં ટ્રાયલને સફળતા

અમેરિકાના નેવાડામા હાયપરલૂપ વનની ટ્રાયલ કરવામાં આવી હતી. જેને સફળતા મળ્યા બાદ હવે ભારત સહિત વિવિધ દેશોમાં તેનો વિસ્તાર કરવામાં આવશે.

ન હોય દિલ્હીથી મુંબઈનું અંતર માત્ર ૮૦ મિનિટમાં જ કાપી શકાશે જો કે હજુ સુધી આ હકિકત બની નથી. પરંતુ વિઝન માત્ર છે. નવી દિલ્હીમાં આ બારામાં એક પ્રોજેકટ રજૂ થયો હતો.

આ પ્રોજેકટનું નામ હાયપર લૂપ વન છે. ઉદ્યોગપતિ એલન મસ્કના વિઝન પ્રમાણે ૧૦૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી દિલ્હીથી મુંબઈનું અંતર માત્ર ૮૦ મીનીટમાં કાપી શકાય છે.

ઉલ્લેખનીય છે કે હોલીવૂડની ફિલ્મ સ્ટાર વોર્સમાં જેમ બતાવ્યું છે તેમ આ હાયપર લૂપ વન પ્રોજેકટ કામ કરશે જેમાં અક કેપ્સુલમાં તમારે બેસી જવાનું જે એક સ્થાનેથી ઉપડશે તો છેક ગંતવ્ય સ્થાને જઈને જ ઉભી રહેશે.

હાઈપર લૂપ પ્રોજેકટ ભારત માટે ભવિષ્યની વાત છે. આ પ્રોજેકટના પ્રેજન્ટેશન વેળાએ રેલવે મંત્રી સુરેશ પ્રભુ હાજર હતા. હાયપરલૂપ ટ્રાન્સપોર્ટેશન ટેકનોલોજી (એચટીટી)નું પ્રતિનિધિ મંડળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુનિયન ટ્રાન્સપોર્ટ મીનીસ્ટર નીતિન ગડકરી તેમજ રેલ મંત્રી પ્રભુને મળ્યું હતુ.

અગર ભારતમાં હાઈપર લૂપ પ્રોજેકટને મંજૂરી મળશે તો એ દિવસ દૂર નથી જયારે દિલ્હીથી મુંબઈ માત્ર ૮૦ મિનિટમાં પહોચાશે.

ભારતમા રેલવે દિવસને દિવસે આધુનિક થઈ રહી છે. હાયપર લૂપ પ્રોજેકટ થકી વધુ એક પીછું ઉમેરાઈ જશે. આ પ્રોજેકટની વ્યવહારીકતા ચકાસવામાં આવશે જો કે, અમેરિકાના નેવાડા રાજયની કંપની તમામ પ્રકારનું રીસર્ચ કરીને પછી જ ભારત આવી છે. આ પ્રોજેકટ કેટલાનો છે તે રકમ હજુ ઘોષિત કરાઈ નથી સૌ પ્રથમ તો ભારતીય બોડી તેનો અભ્યાસ કરશે.