Abtak Media Google News

દેખ તેરે સંસાર કી હાલત કયાં હો ગઈ ભગવાન

મા-બાપના હરવાફરવા ઉપર નિયંત્રણના અભાવ સાથે ભણવાના કે ટયુશન કલાસના બહાને મુકત રખડપટ્ટી ઘણી સમસ્યાનું મૂળ છે: સંતાનો પરત્વેના લાલન-પાલન સાથે સંસ્કારીતા ઉપર પણ સવાલો પેદા થાય છે

મોબાઈલ  ઈન્ટરનેટનો અને સોશિયલ મીડિયા બીન જરૂરી વપરાશ વણ જોતી સમસ્યાને આમંત્રણ આપે છે: રાતોરાત પૈસા કમાવવાની લ્હાયમાં ખોટા રસ્તાઓ પકડીને હેરાન થાયછે

યુવા વર્ગમાં વધતું ગુણાખોરીનું પ્રમાણ સમાજ માટે લાલબત્તી…

દુષ્કર્મ, યોનશોષણ,  બળાત્કાર, છેડતી, જાતિય સતામણી માટે ઘણા  પરિબળો  જવાબદાર છે,જેમાં મોડા લગ્ન,જાતિય આવેગ કુદરતી રીતે તરૂણા વસ્થાથી જ શરૂ થતા હોય છે

સમાજમાં વધતા જતા ગુનાઓનાં પ્રમાણનું કારણ બદલાતી જીવનશૈલી અને સામાજીક પરિસ્થિતિ મુજબ છે: પૈસાનો બિન ઉપયોગી છૂટથી વપરાશ પણ ઘણીવાર આવા બનાવો પાછળનું કારણ હોય છે

આજે દરરોજ  કંઈક ને કંઈક ઘટના-દુષ્કર્મ કે   સોશિયલ મીડીયાને  લગતીપ્રકાશમાં આવે છે. ઘણા  યુવાનો અને પરિવારો   મુશ્કેલીમા મૂકાય ગયા છે.કિશોરી  તરૂણો કે   યુવા વર્ગની અણસમજ કે   ગંભીર ભૂલથી  માઠા પરિણામો  સૌએ ભોગવવા પડે છે. ટીવી-મોબાઈલ કે ઈન્ટરનેટ સાથે વિવિધ   પોર્ન સાટથી  માનસિક વિકૃતીની ઘટના પણ સમાજમાં બનતી જોવા મળેછે.   આજના યુવાનને પ્રેમની પરિભાષા જ  ખબર નથી  ને તે આકર્ષણને પ્રેમ સમજી બેસે છે.  સોશિયલ મીડિયા આજે  એન્ટિ સોશ્યલ બની ગયું છે. મા-બાપના લાલન પાલન સાથે સંસ્કારીતાના પ્રશ્ર્નો આવી ઘટનાએ ઉભા કર્યા છે.

યુવા વર્ગમાં વધતા જતા  ગુનાઓ સમાજનું અધ:પતન લાવે તે પહેલા આ આગ ઠારવાની  જવાબદારી સૌની છે.પરિવારના સંતાનોઉપર આજે મા-બાપનો અંકુશ ન હોવાથી તે નિરંકુશ થ, ગયા છે. આજની પ્રવતમાન   લાઈફ સ્ટાઈલના યુગમાં હરવા ફરવાના નિયંત્રણો ઉપર પરિવારનો અંકુશ જ નથી રહ્યો   શાળા કોલેજ કે ટયુશન કલાસને કારણે  એક બીજા સાથે વાતચીતને કારણે આકર્ષણ કે લાગણીના   સંબંધશે આગળ બધી જ હદ વટાવી  દેતા હોય છે. મોબાઈલ કે ઈન્ટરનેટનો વધુ વપરાશ  સાથે મોબાઈલ ઉપર લાંબી વાતો પણ ઘણી સમસ્યા સર્જતી જોવા મળેછે.

છોકરો કે છોકરી હોય બંનેનો કયાંકને કયાંક     વાંક કેભૂલ હોય છે. એક હાથે તાળી કયારેય ન પડી  શકે તેવી રીતે જો યુવામાં લાઈફ સ્કીલ ડેવલપ થઈ હોય તો તે તેના માઠા પરિણામો   વિચારી શકે અથવા જાગૃત થઈ શકે છે.   આજના યુવાનોને સાચુ માર્ગદર્શન આપવા વાળા જ કોઈ ન હોવાથી તેની ઘણી બધી  મુંઝવણોમાં તેનીજેવડા ‘સમોવડિયા’ જ હાલ શોધી  દેતા હોવાથી  ઘણીવાર ગંભીર   પરિણામો ભોગવવા પડે છે.

સમાજમાં વધતા જતા   ગુનાઓનાં પ્રમાણનું કારણ બદલાતી જતી સામાજીક પરિસ્થિતિ મુખ્ય છે.  આજના તરૂણ કે યુવા વર્ગ સાથે વાલી અને પરિવારના   મોભીઓનું ઘટતુ જતુ સંકલન  જવાબદાર છે. નવી પેઢીને  મુશ્કેલીમાથી માર્ગ કેમ કાઢવોતેનું  માર્ગદર્શન  મળતું નથી.    વ્યસ્ત પરિવારમાં   બાળકોની  દરકાર કરવા આજના મા-બાપો કે વડીલો  પાસે જ  સમય નથી હોતો.

પોતાના પર આવી પડેલી મુશ્કેલીમાં પરિવારનો સાથ મળશે જ   તેવી હૈયા  ધારણા નવીપેઢીને નથી તેથી ભાગીજવાના બદાવો વધવા લાગ્યા છે.  ઘણીવારતો નાની મુશ્કેલીમા  પણ ગંભીર પગલા લેતા આજનો યુવાન ખચકાતો નથી. ગુનેગારની માનસિકતા, મારકુટ કે   હિંસાને  મર્દાનગી ગણવાની  ઘેલછાને કારણે અવિચારી પગલા કે અધમ કૃત્ય કરવા પ્રેરાય છે. સામાન્ય લાગણીને  પ્રેમ સમજી  બેસવાની  ભૂલ અને તેમાં નાસીપાસ   થવાથી તરૂણો કે યુવાનો ગુનાહીત  કૃત્ય કે  બદનામ કરવા સુધીના પગલા કેઆપઘાત પણ કરે છે.

દુષ્કર્મ, યોન શોષણ,   બળાત્કાર,  છેડતી, જાતીય સતામણી માટે ઘણા પરિબળો જવાબદાર છે. જેમાં મોડાલગ્ન જાતીય આવેગ કુદરતી રીતે તરૂણાવસ્થાથીજ શરૂ થતાં હોય છે. આજના યુગના પહેરવેશ, ટુંકા શરીરને ચુસ્ત ટીશર્ટ, શર્ટ કે  સ્લિવલેસ ડ્રેસ સાથષ કમર કે સાથળ સુધીના  ભાગ ખુલ્લા દેખાય કે ગળેથી લોકટના  વસ્થોમાં દેખાતી અડધી છાતી ઉપવસ્ત્રો  સાથે ભરાવદાર દેખાવ પણ મુશ્કેલીમાં આમંત્રણ આપે છે.

મા-બાપનું  હરવા ફરવા પરનું નિયંત્રણનો અભાવ   ગેર લેસ વાહનોને  કારણે જાણવા કેટયુશનના બહાને મુકત રખળપટ્ટી સ્વછંદ આહાર-વિચાર, પૈસાનો છૂટથી બિન  ઉપયોગી વપરાશ પણ ઘણીવાર આવા બાવો પાછળનું કારણ હોય છે.ફિલ્મ ટીવી  સીીયલની દેખાદેખીની વિપરીત   અસરો સાથે મોબાઈલ કે સોશિયલ મીડિયાનો દૂરપયોગ કેવધુ પડતો વપરાશ પણ આવી ઘટના પાછળ મૂળમાં  જોવા મળે છે. જાતીયતા  સંદર્ભે પોર્નસાઈટ નેકારણે તેવું કરવા ગમેતેહદ સુધી આજનો યુવાન કૃત્ય કરવા પ્રેરાય છે.ને તેનામાં હિંમત આવી જાય છે. આજે કાયદાનોડર કોઈને રહેતોનથી જેને કારણે છડે ચોક ગમે તે કૃત્ય કરવા હિંમત આવી જાય છે.આપઘાત,  કંકાશ,મારામારી, ઘરેલુ હિંસાના કારણોમાં મુખ્યત્વે  સહનશિલતાનો અભાવ જોવા મળ છે.તાણગ્રસ્ત જીવન અને સામાન્ય કુશળતાનો અભાવ, આર્થિક સંકળામણ, નાની મોટી ફરિયાદ કે   અન્યાયની લાગણી સાથે મને કોઈસમજતુ નથીની ભાવના ઘણા માઠા  પરિણામો લાવે છે. પુત્ર પણ પીતા કેમાતાનું ખૂન  કરતા અચકાતો નથી તેવા  બનાવો પણબની રહ્યા છે.   અદેખાઈ અને  બીજા સાથે  સરખામણી સાથે જતુ કરવાની ભાવના ખૂબજ જરૂરી છે. સામેના માણસને સમજવાની વૃત્તિ સાથે ધીરજનો અભાવ જ આવા કિસ્સાઓને જન્મ આપે છે.ઘણીવાર કાલ્પનીક ભય, બિનજરૂરી ચિંતા સાથે પોતાની મુશ્કેલીઓ, ચિંતા બીજા કોઈ પાસે રજૂઆતન કરી શકવાની ક્ષમતાનો અભાવ પણ મુશ્કેલી ઉભી કરે છે. આજનો યુવા વર્ગ ડ્રગ્સના રવાડેપણ ચડી ગયો છે. જે એક ખતરનાક સમસ્યાબની જશે.સો વાતની એક વાતિ સમાજ અને સમાજનું વાતાવરણ બગડી રહ્યું છે. એ નકકી છે હવે સૌએ સમાજ કો બદલ ડાલોની સંકલ્પના  સાચા અર્થમાં  સિધ્ધ કરવાની છે જેમાં બગડેલો  યુવા ધન જ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. બધાજ ઘરોમાં મા-બહેન છે તો પણ આમ કેમ? આ પ્રશ્ર્ન જ  ચિંતા ઉપજાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.