” પૈસા માટે અમારે વેરીફાઈ ન કરવાનું હોઇ” તેમ કહી આંગડિયા માલિકને બે શખ્સોએ મારમાર્યો

સોની બજારમાં આવેલા એચ.એમ આંગડિયાની ઘટના : ચાર શખ્સો સામે નોંધાતો ગુનો

સોની બજારમાં આવેલા એચ.એમ આંગડિયામાં ગઈકાલે મારામારીની ઘટના સામે આવી છે જેમાં આંગડિયા ના માલિકને જ ચાર શખ્સોએ ” પૈસા માટે અમારે વેરીફાઈ ન કરવાનું હોઇ” તેમ કહી ધોકા પાઇપ વડે બાર બારતા તેમને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને થતા સ્ટાફ હોસ્પિટલને દોડી જઈ ચારેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધ ખોળ કરી છે.

બનાવવા અંગેની મળતી માહિતી મુજબ પોપટ પરામાં આવેલા શ્રીનાથજી પાર્કમાં રહેતા મયુરસિંહ દોલતસિંહ જાડેજા (ઉ.વ.24) એ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે તે સોની બજારમાં આવેલ દીનુ મામાના કોમ્પલેક્ષમાં પોતાના એચ.એમ આગડિયામાં હતા ત્યારે ત્યાં પેમેન્ટ લેવા માટે દિવ્યેશભાઈ નામનો શખ આવ્યો હતો અને તેની સાથે કોઈ એક અજાણ્યો શખ્સ પણ હતો જેમને મયુરસિંહે પૈસા માટે વેરિફિકેશન કરવાનું કહેતા આરોપીઓએ ” પૈસા માટે અમારે વેરીફાઈ ન કરવાનું હોઇ” તેમ કહી ઝગડો કર્યો હતો બાદ પૈસા લઈ તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા પરંતુ તે વાતનો ખાસ રાખી તેણે રાત્રિના સમયે 3 અજાણ્યા શખ્સો સાથે મળી મયુર સિંહ પર લોખંડના પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો જેમાં તેને ગંભીર ઈજા પહોંચતા સારવાર રથે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે મયુર સિંહની ફરિયાદ પરથી દિવ્યેશ અને ત્રણ અજાણ્યા શખ્સો સામે મારામારીનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.