અમદાવાદની એકસેલ ફિલ્ટરેશન પ્રા.લી.ના કલ્પેશ શાહે જણાવ્યું હતું કે, આ પ્લેટફોર્મ પર અમને નવી ટેકનોલોજી મુકવાનો અવકાશ મળે છે જે વિશ્ર્વ સુધી પહોંચી શકે આજે ગુજરાત એ વોટર હિલ્ટરનું હબ બનવા જઈ રહ્યું છે. પાણીએ સૌપ્રમ જરૂરીયાત છે જે શુધ્ધ મળી રહે તેથી નવી ટેકનોલોજી અને નવા ઉત્પાદનો એન્ડ યુઝર્સ સુધી પહોંચે તે અમારો પ્રયાસ છે. આરઓ ટેકનોલોજીમાં શુદ્ધ પાણી અને વેસ્ટ પાણી નીકળે છે. શુધ્ધ પાણી પીવા માટે જયારે વેસ્ટ પાણીનો પણ થઈ શકે છે. જેથી પાણીનો બગાડ ન થાય. ઘર, ફેકટરી, ઉત્પાદન યુનિટ, હોટેલ અને હોસ્પિટલ માટેના જરૂરીયાત મુજબના ફિલ્ટરના સાધનો, પાર્ટસ અને સંપૂર્ણ સીસ્ટમ અમારે ત્યાં ઉપલબ્ધ છે. આ એકસ્પોમાં અમારી કંપની દ્વારા સ્વાન સેલ્ફ પ્રેમિંગ વોટર બુસ્ટર પંપ ઈન્ટ્રોડયુસ કરાયા છે જેમાં મેમરનને જે પ્રેસરની જરૂરીયાત હોય તેટલું જ પ્રેસર આપશે જેથી મેમરનની અને આરઓ સીસ્ટમની લાઈફ ઘણી વધશે. આ ઉપરાંત સ્પેશીયાલીટીમાં અમારી નાન્સે બ્રાન્ડના અલ્કલાઈન ફિલ્ટર છે. આ જાપાનીઝ ટેકનોલોજીનું ફિલ્ટર વિવિધ પ્રકારના ૭૨ મીનરલ્સ પાણીમાં ઉમેરે છે. જેથી આ પાણી ઘણુ ફાયદાકારક બની રહે છે.