Abtak Media Google News

સુઘોષા ઘંટ વાગે દેવોના દરબારે પધારો ! દીક્ષા આવી ડુંગર દરબારે

 

અબતક, રાજકોટ

ગોંડલ સંપ્રદાયના આચાર્ય દેવ નિદ્રા વિજેતા એકાવતારી પૂ. જશાજીસ્વામીના પાટાનું પાટ બિરાજમાન સ્વ. પૂજયનાદ પ્રેમ ગુરુદેવ અને વર્તમાન બિરાજીત પૂ. ગુરુદેવ ધીરજમુનિ મ.સા.ના હસ્તે પડધરી નિવાસી હાલ રાજકોટ સ્વ. પિતા નલીનકુમાર રમણીકલાલ આશરા અને રત્નકુક્ષિણી માતા નયનાબેનના સુપુત્રી સંયમ સ્નેહી કુ. રોશનીબેન અઘ્યામયોગિની પારસમૈયા સ્વ. પૂ. રંભાબાઇ મ.સ.ના પરિવારના સેવાભાવી પૂ. નિર્મળબાઇ મ.સ. પ્રવર્તિની તત્વેવેતા પૂ. વનિતાબાઇ મ.સ. સરલ સ્વભાવી પૂ. વિમળાજી મ.સ., તપસ્વી પૂ. પદમાજી મ.સ, જ્ઞાનભ્યાસી પૂ. જિજ્ઞાજી મ.સ., આદિ ઠાણા 36મી સમીપે માગસુર સુદ-9 તા. 12-12-2021 ના સવારે 11.45 કલાકે ભગવતી દીક્ષા અંગીકાર કરશે.

આ મંગલોતમ પ્રસંગે પૂ. દેવેન્દ્રમુનિ, પૂ. ધીરજમુનિ મ.સા, સુશાંતિમુનિ આદિ તથા સાઘ્વી રત્ના પૂ. વનિતાબાઇ મ.સ, પ. પ્રફુલાજી મ.સ. તથા બોટાદ સંપ્રદાયના પ્રવર્તિની પૂ. સવિતાબાઇ મ.સ  આદિ તથા ગોપાલ સંપ્રદાયના પૂ. જયંતિકાબાઇ આદિ ઠાણાની પર્યુપાસનાનો લાભ મળશે.

દીક્ષા મહોત્સવના મંગલ મણકા સંયમ પ્રવચન શ્રેણી સવારે 9.30 તેમજ કાલે સવારે 9.30 થી 11 મોક્ષ માળારોપણ વિધિ સમુહ 999 આયંબિલ તપ તા. 11-1ર શનિવાર સવારે 9.30 કલાકે તા. 1ર-1ર રવિવાર મહા ભિનિષ્ક્રમણ શોભાયાત્રા રમીલાબેન એચ. બેનાણી રાજપથ પંચવટી મેઇન રોડ નવકારશી સવારે 7.15 થી 8.30 શોભાયાત્રા સવારે 8.31 થશે દીક્ષા વિધિ ‘ડુંગર દરબાર’ હેમુ ગઢવી હોલ ટાગોર રોડ સવારે 9.15 થી 12 થશે. દીક્ષા અનુજ્ઞા ગોંડલ સંપ્રદાય શ્રમણ સંરક્ષક સમિતિ દ્વારા થશે.

દીક્ષા મહોત્સવ સ્વાગતોત્સુક અને સંઘ સેવક હરેશભાઇ વોરા, કમલેશભાઇ મોદી, દિનેશભાઇ દોશી, કમલેશભાઇ મોદી, બકુલેશભાઇ રૂપાણી, સતીશભાઇ બાટવીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. તેમજ દીક્ષા અનુમોદક દાતા ચંદ્રિકાબેન શાંતિલાલ ગોયાણી પરિવાર, પૂ. પારસ મૈયાની સ્મૃતિમાં આશરા પરિવાર, સુશીલાબેન ઇન્દુબાઇ બદાણી પરિવાર રમાબેન દફતરી અને સનીલ એમ. દોશી, કીરીટભાઇ અને પ્રમીલાબેન દફતરી, અનિલભાઇ મણિલાલ વિરાણી, રમીલાબેન હરકિશનદાસ બેનાણી, રમીલાબેન બેનાણી, નલીનીબેન મહેન્દ્રભાઇ દોશી, કાતાબેન નંદલાલ જગડ પરિવાર તરફથી મળેલ છે.

સ્થાનકવાસી જૈન મોટા સંઘમાં દિક્ષા મહોત્સવે પૂ. ધીરગુરૂદેવની નિશ્રામાં મંગલ મણકા

ક્ષણને જાણે, માણે, સાચવે, સુધારે તે સંયમી : ધીરગુરૂદેવ

સ્થાનકવાસી જૈન મોટા સંઘ, વિરાણી પૌષધશાળા ખાતે પૂ. ધીરગુરુદેવની શુભનિશ્રામાં કુ. રોશનીબેનના દીક્ષા મહોત્સવની ઉજવણી પ્રસંગે સહુ ભાવિકોમાં હર્ષોલ્લાસ છવાયો છે. બુધવારના ચેન્નાઇના શ્રી અશ્ર્વીનભાઇ અને હર્ષાબેન શાહે દીક્ષાર્થીને જૈનાગમ અર્પણ કરેલ, જયારે દીક્ષાર્થીના હસ્તે વસ્ત્ર પર સ્વસ્તિક વિધી થયા બાદ સંઘ પ્રમુખ શ્રી હરેશભાઇ વોરા વગેરેએ સ્વસ્તિક વિધી કરેલ.પૂ. ભારતીજી મ.સ. પૂ. કોમલજી મ.સ. એ દીક્ષાર્થીને આશીવચન પ્રદાન કરેલ, કુ. આયુષીએ શ્રુતજ્ઞાનની મહત્તા પોતાના વકતત્વયમાં સમજાવેલ  દીક્ષા પ્રસંગે મંડપારોપણ વિધીમાં સંઘ શ્રેષ્ઠિઓ:, દીક્ષાર્થી પરિવારની ઉ5સ્થિતિ હતી.સંયમ કબ હી મીલે વિષય પર પૂ. ગુરુદેવે જણાવેલ કે અસંયમનો ત્યાગ અને સંયમનો સ્વીકાર કરવા માટે ક્ષણને જાણે તે સંયમી છે. ક્ષણને માણે તે સંયમી છે. ક્ષણને સાચવે તે સંયમી છે. ક્ષણને સુધારે તે સંયમી છે.

સંસારી સહે તે દુ:ખ અને સંયમી સહે તે પરીષહ છે. એકમાં બંધન છે, એકમાં મુકિત છે. સંયમ એ આત્માની વિશુઘ્ધિની પ્રક્રિયા છે.

સં- સંસાર છોડાવી ય – યતનાના માર્ગે, મ- મસ્ત બનાવે તે સંયમ છે.તમે તરી ગયા અને અમે રહી ગયા આવા ભાવ જેના મનમાં આવે, તેનામાં તરવાના બીજ રોપાય જાય સંયમ છે શાંતિનો મહેલ, સુખ સાતામાની જયાં રેલમછેલ,સંસાર છે માયાની જેલ, અશાંતિની ત્યાં રેલમછેલ સંઘની આતાકારી ખુરશીની ટહેલમાં અનેક દાતાઓ લાભ લઇ રહ્યા છે. દીક્ષા સંયમ માર્ગની અનુમોદના કાજે અનુમોદક અને શુભેચ્છક યોજનામાં દાતાઓ લાભ લઇ રહેલ છે.

સ્વસ્તિક સ્પર્ધામાં હિરક મહિલા મંડળ રેસકોર્સ પાર્ક, ગોંડલ મંડળ, નૂતન જૈન મહિલા મંડળ અનુક્રમે વિજેતા બન્યા છે. ઇન્દ્રપ્રસ્થ મઁડળ, દીપ્તી એમ. મહેતા સહભાગી વિજેતા બન્યા છે.સમસ્ત રાજકોટના બહેનો માટે સમુહ સાંજીનું આયોજન કરાયેલ છે. પૂ. પારસમૈયાની સ્મૃતિમાં આશાર પરિવાર તરફથી વધુ જાણકારી માટે દીક્ષા કાર્યાલયનો સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.