Abtak Media Google News

પ્રધાનમંત્રી દ્વારા સુચનો મળતા અમે ખેડુતો માટે અમલમાં મુકીશું

મઘ્યપ્રદેશમાં થયેલ હિંસાના પગલે ભારત સરકાર ખેડુતોની તાજેતરની ઘટનાઓ પર ખાસ દેખરેખ રાખી રહી છે. એવું રાજયના કેન્દ્રીય અને ખેત પ્રધાન પુ‚ષોતમ ‚પાલાએ ગઇકાલે જણાવ્યું હતું તેમણે મઘ્યપ્રદેશમાં પોલીસ ફાયરીંગ દરમ્યાન પાંચ ખેડૂતોના મોત માટે સંવેદના વ્યકત કરી હતી. ‚પાલાએ નરેન્દ્ર મોદીના કાર્યકાળના ત્રણ વર્ષ પુરા થયા બાબતનું એક પ્રદર્શન ખુલ્લુ મુકતી વખતે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર હાલ દેશભરના સીએમ સાથે સીકા સંપર્કમાં છે અને મઘ્યપ્રદેશની હિંસા બાદ દેશના અન્ય કોઇ રાજયોમાં ખેડૂતોના પ્રશ્ર્નોમાં આ પ્રકારનું પુનરાવર્તન ન થાય તેની સંપૂર્ણ દેખરેખ રાખવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે ખેડૂતો માટે ઘણા કાર્યો કર્યા છે. અમે કઠોળ અને તુવેરમાં ટેકાના ભાવો જાહેર કર્યા છે. સરકારે જરુર પડે તો દેવા માફી માટે વિચારશે તેમ જણાવ્યું હતું.

‚પાલાએ જણાવ્યું હતું કે હાલ દેવા માફી માટેનો કોઇ એજન્ડા લોકસભાની ચુંટણીમાં પ્રચારમાં અત્યાર સુધી લીધો નથી. અમે દેવા માફી કરવાનું કોઇ વચન કયારેય આપ્યું નથી. પરંતુ ૨૦૨૨ સુધીમાં પ્રધાનમંત્રી મોદી દ્વારા કમાણી બમણી કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. કેટલાક મુદ્દાઓમાં આ વિચારણા હાલની પરિસ્થિતિને જોતા કરવામાં આવશે તેમ વધુમાં ઉમેર્યુ હતું.

કેન્દ્ર દ્વારા દેશમાં સમગ્ર પરિસ્થિતિનું અવલોકન કરવામાં આવી રહ્યું છે. અને અમે પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલા સુચનોનો જરુરથી અમલ કરીશું.

મઘ્યપ્રદેશના મેદસૌરમાં પણ સમગ્ર રાજયના ખેડૂતોને પોલીસ ફાયરીંૅગમાં ખેડુતોના મોત બાદ કલેકટરને જવાબદારી સોંપવામાં આવી છે. જયારે ખેડૂત સમાજના અગ્રણી સાગરભાઇ રબારીએ જણાવ્યું હતું કે તેમના દ્વારા રાજયભરની સંસ્થાઓ સાથે ખેડૂતોના પ્રશ્ર્નોની વાતચીત થઇ રહી છે અને તેમના દ્વારા આ મામલે દેખાવો યોજવા નિર્ણય લેવાયો છે.

રાહુલ ગાંધીની મંદસોરની મુલાકાત વિશે ‚પાલાએ જણાવ્યું હતું કે આ સંવેદનશીલ ઘટનામાં રાહુલ ગાંધી રાજકીય રોટલો શેકવા માગે છે. રાહુલે હજુ સુધી ખેડૂતો માટે કશું કર્યુ નથી તેમજ તેમની સરકાર વખતે નીતિઓ રોકી રાખવામાં આવેલી ખેડૂત લક્ષી નીતિ પર વર્તમાન સરકાર જ કાર્ય કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.