ગર્ભ સંસ્કાર થકી આવનારી પેઢીને સ્વસ્થ-સશક્ત બનાવી શકીશું: ડો.મેહુલ આચાર્ય

અબતક, રાજકોટ

‘અબતક’ ચેનલના લોકપ્રિય કાર્યક્રમ આયુર્વેદ આજે નહી તો ક્યારે? માં ગર્ભસંસ્કારએ શું છે? અને અગ્નિકર્મ શું છે? તે માટે તાજેતરમાં એક પ્રોગ્રામ ટેલિકાસ્ટ થયો હતો તેમાં ડો.મેહુલ આચાર્ય, ડો.પુજા માકડીયા (સંસ્કૃતિ આર્ય ગુરૂકુલમ્) દ્વારા અહીં જણાવાયું છે. આમ તો અખબારોમાં મિડિયામાં આ શબ્દ પ્રચલિત છે પણ તે વિશે આજે બંને નિષ્ણાતો ચર્ચા કરવા જઇ રહ્યા છે. તે સંક્ષિપ્ત અહેવાલમાં નીચે રજૂ કરવામાં આવ્યો છે.

પ્રશ્ર્ન:- ગર્ભસંસ્કારએ વાસ્તવમાં છે શું?

જવાબ:- આમ તો આ શબ્દથી ખબર પડી જાય છે કે ગર્ભસંસ્કારએ સામાન્ય રીતે ગર્ભને સંસ્કારીત કરવા માટે આપણે સંસ્કૃતિમાં આપણો સમાજએ પશુ જેવો છે અને તેમને ભણાવીને ગુરૂકુળમાં શિક્ષા મેળવવા મોકલીએ છીએ પણ બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે જ કરાય છે અને આ ઘરે જ આપણે સંસ્કાર કરી શકીએ છે.

પ્રશ્ર્ન:- અભિમન્યુ એના જન્મ વખતે તેમના માતાના ગર્ભમાં હતા ત્યારે થતું એ જ છે કે શું?

જવાબ:- જ્યારે અભિમન્યુની વાર્તા સાંભળી છે તેમજ શિવાજીની અને ઘણા ઇતિહાસનું વિસ્તુતરૂપ તેમજ શૌર્ય, વિજ્ઞાન અને સાહિત્યની વાતોમાં તેમના શૌર્ય સાથે આ સંસ્કારમાં તેમને સારૂં સ્વાસ્થ્ય મળે અને તે ગર્ભ સંસ્કાર દ્વારા તે ઇમ્યુનિટી અને સ્વાસ્થ્ય આ સમય દરમિયાન જ મળે તેમ કહી શકાય છે.

સામાન્ય દુ:ખાવામાં અગ્નિકર્મને હિતકારી માને આયુર્વેદ: નિષ્ણાંત ડો.પુજા માકડીયા

પ્રશ્ર્ન:- અગ્નિકર્મ શું છે?

જવાબ:- અગ્નિકર્મએ આયુર્વેદની વિશિષ્ટ સારવાર પધ્ધતિ છે. લોકોએ પહેલા ડામ આપવામાં આવતો તે નથી. અગ્નિએ તેના દ્વારા કરવામાં ઋગ્વેદમાં આચાર્ય શૃષુતએ જણાવેલો છે. લોકોમાં એક જે જગ્યાએ દુ:ખાવો છે. જે દર્દીનો દુ:ખાવો જાણીને પછી જ નિષ્ણાતો દ્વારા આ સંસ્કાર કરવામાં આવે છે.

પ્રશ્ર્ન:- ગર્ભસંસ્કાર કેવી રીતે થાય છે?

જવાબ:- ગર્ભસંસ્કારએ બાળક ગર્ભમાં હોય તે 3 થી 6 માસના સમયગાળામાં આયુર્વેદમાં ઋતુચર્યા પ્રમાણે ગર્ભાધાન કરવુંએ તે પ્રમાણેનું ઔષધ અને થોડી માહિતી કે 9 મહિનામાં કેટલું ધ્યાન રાખવું એ અમે કરીએ છીએ.

પ્રશ્ર્ન:- ગર્ભ સંસ્કારનો એક દંપતિને સમજાવવાની શરૂઆત ક્યાંથી કરશો?

જવાબ:- ગર્ભ માટે પ્રિ કાઉન્સેલિંગ માટે દંપતિ આવે છે અને તેના માતા-પિતાને રોગ હોય તો તેના બાળકને ન જાય તે માટે તો અમે પહેલા ગાઇડ કરીએ. કેવો આહાર લેવો, કેવી દવા લેવી અને ક્યારે ગર્ભ ધારણ કરવો. બાળક માટે હિતાવહ છે.

પ્રશ્ર્ન:- અગ્નિકર્મમાં ક્યા ભાગના દુ:ખાવામાં તે શક્ય છે?

જવાબ:- નવા અને જૂના સંધિવા, ખભા, કમર, ગરદન કોણીનો દુ:ખાવો, સાયટિકા, એડીના દુ:ખાવામાં અગ્નિકર્મનું ખૂબ સારૂં પરિણામ મળે છે.

પ્રશ્ર્ન:- પેટના દુ:ખાવામાં માથાના દુ:ખમાં અગ્નિકર્મ ઉપયોગી છે?

જવાબ:- પેટના દુ:ખાવામાં તો નહિ પણ માઇગ્રેનના, આધાશિશીના દુ:ખાવામાં આ કર્મમાં આયુર્વેદમાં ઘણા સારા રિઝલ્ટો મળ્યા છે.

પ્રશ્ર્ન:- કોઇ એક દર્દી આ દુ:ખાવાની સમસ્યા લઇને આવે તો તમે સારવારમાં શું કરશો?

જવાબ:- વાસ્તવમાં આ અગ્નિકર્મમાં કોઇ ડામ આપવો કે એવું નથી અમે નિદાન કર્યા, એક્સ-રે, રિપોર્ટ સાથે રાખીને જાણીએ છીએ, ક્યાં અંગમાં ક્યાં ભાગમાં દુ:ખાવો છે અને થોડા માઇનોર ટેમ્પરેચરથી ડોરેડ ફોર્મમાં ઇન્જેક્શન જેવો જ દુ:ખાવો થાય છે અને એલોવેરા જેલથી ઠંડક કરવામાં આવે છે એટલે તેમને ઓછા સમયમાં રાહત આપવામાં આવે છે. આનો દુ:ખાવો પણ ઇન્જેક્શન સામાન્ય આપીએ તેટલો જ હોય છે.

પ્રશ્ર્ન:- પહેલા ડામ અપાતા’તા સ્થાનિક વૈદ્યરાજો તો આજે આ કર્મમાં એવું છે?

જવાબ:- ના, પહેલા વૈદ્યરાજો દ્વારા ડામ અપાતા હતા તો શરીરમાં ચાઠા ફોલ્લા પડતા હતા પણ આજે આધુનિક સમયમાં એવી પ્રક્રિયા નથી અને આ પ્રક્રિયામાં સામાન્ય નિશાન પણ નથી રહેતા મહત્વનું એ છે કે નિષ્ણાંતો દ્વારા કરવામાં આવે તે અગત્યનું છે.

પ્રશ્ર્ન : ગર્ભસંસ્કાર થયા પછી બાળક કેવી રીતે સંપન્ન હશે? જ

જવાબ : જ્યારે સામાન્ય બાળક કરતા ગર્ભસંસ્કાર કરેલું બાળકમાં કૃતિવાન, બુધ્ધિવાન અને સંપૂર્ણ અને આદર્શ કેવળ શરીરથી નહિં પણ બુધ્ધિથી, શરીરથી બધાથી સંતુલિત હોય છે.

પ્રશ્ર્ન:- સવા દોઢના સમયગાળામાં શું ધ્યાન રાખવાનું હોય છે?

જવાબ:- જ્યારે આપણે ત્યાં અંધ-અપંગ બાળકો થાય છે અને તેની સંખ્યા મોટી છે તો અમારા ગુરૂજી દ્વારા રિસર્ચ કરી 1990માં ડેટા મોકલ્યો હતો ને રાષ્ટ્રપતિ પુરસ્કાર પણ મેળવ્યો છે. મહાભારતમાં માત્ર ધૃતરાષ્ટ્ર જ અંધ છે, રામાયણમાં શ્રવણના માતા-પિતા જ અંધ છે અને આ સંસ્કાર કરવા જરૂરી છે જે આજે ન જન્મે અંધ-અપંગએ વિશે માતાને ગર્ભવતીને ખાસ કરીને ટીવીમાં પણ એવું ન જોવું. ઘોંઘાટ અને ઝઘડાઓ ન કરવા તેને વાતાવરણ પહેલા ઘરથી આગળ વધે તે માટે આહારમાં પણ વાસી, ખાટુ ન ખાવું. આ રીતે માર્ગદર્શન આપતા હોય છે. આ સમય દરમિયાન કેવું ખાવું જોઇએ એ માટે સંતતિ આવે તે પૂરતું ધ્યાન રાખવું.

પ્રશ્ર્ન:- અગ્નિકર્મ કર્યા પછી દુ:ખાવામાં શું ઓપરેશન કરવાની જરૂર નથી એવું શક્ય છે? જ

જવાબ:- દર્દી આવે ત્યારે રોગનો પ્રકાર પછી નક્કી કરી શકાય, કરોડરજ્જુનું ઓપરેશનમાં સારૂ પરિણામ આવે છે. ઓપરેશન પછી પણ આમા ચાન્સિસ રહે છે. ઘડપણના લીધે આવતો દુ:ખાવોએ અગ્નિકર્મ વજનના લીધે થતો ઘસારો એના માટે પણ સારૂ પરિણામ અગ્નિકર્મ છે.

પ્રશ્ર્ન:- તમારી પાસે આવું જ ન પડે તે માટે અમારે શું ધ્યાન રાખવું જોઇએ?

જવાબ:- જ્યારે વૈદ્યોની સંખ્યામાં ઓછા છે. જ્યારે સ્વસ્થ્ય રક્ષણએ આયુર્વેદ માત્ર પધ્ધતિ છે. પહેલા જાતે પહેલા ઘરે જ ઋતુચર્યા દિનચર્યાને અનુસરે અને વિરૂધ્ધ આહાર ન લેવા એલોપેથીમાં બે પ્રકારની દવા ભેગી ન કરવી આવું ધ્યાન રાખે તો અમારા સુધી આવું જ ન પડે. માત્ર આટલું કરવાનું ધ્યાન રાખવું જોઇએ.

પ્રશ્ર્ન:- સવારે કેટલા વાગે ઉઠવું, શું જમવું, કયારે જમવું એ જણાવો ?

જવાબ:- સવારે બ્રાહ્મ મુર્હુતમાં ઉઠવું સુર્યોદય પહેલા પછીથી નિત્યકર્મ કરી હળવો આહાર લઇ બપોરે તાજુ ઘરે બનાવેલું ભોજન લેવું, અને છાશનો ઉપયોગ અને ભોજન અને સુવા વચ્ચે બે કલાકનો સમય રાખવો. રાત્રે વહેલા સુવુ, ક્રોધ ન કરવો એ પણ શાંત જીવનનું પણ મહત્વ આયુર્વેદમાં દર્શાવ્યું છે.

પ્રશ્ર્ન:- ઓથોપેડીક આગળ વઘ્યું છે. સાંધા બદલવાએ પહેલા અગ્નિકર્મ કેટલું ઉપયોગી ?

જવાબ:- અત્યારે સાંધા બદલવાનો લોકો ગર્વ લે છે પણ સમયસર ઘ્યાન રાખે તો સાંધા બદલવાની નોબત જ ન આવે અને ઓપરેશન બાદ પણ અગ્નિકર્મ એ ખુબ સારુ પરિણામ આપે છે?

પ્રશ્ર્ન:- આ વિષયને લઇને અત્યારે તમારે ત્યાં કેટલા લોકો આવતા હોય છે?

જવાબ:- અમારે શિબિરમાં ડો. એન્જિયરો એજયુકેટેક અને જાગૃત વ્યકિત આવે છે. વારંવાર દવાખાને ન જવા અને અહીં ઘ્યાન, શિબિરમાં જ્ઞાન અને માહીતી અને ઘ્યાન રાખી વેદ, ઉપનિષદો, ગીતા ગર્ભ સંસ્કાર કેવું હોય છે. એ વિશે માહીતી આપીએ છે અને લોકો વિદેશથી પણ આવે છે.

પ્રશ્ર્ન:- અમારા દર્શકોને સંદેશો આપો ?

જવાબ:- મારો સંદેશો લોકો સુધી પહોચે એ માટે આપણું સ્વાસ્થ્ય જ આપણું રક્ષણ કરશે આયુર્વેદ જ માત્ર એક જ ઉપચાર આયુર્વેદમાં ઘરે રહીને માત્ર ઘ્યાન રાખવાથી ઇલાજ થઇ શકે છે. તો એ સરળ ઉપચાર છે માટે આપણે ઋતુચર્યામાં દિનચર્યામાં ઘ્યાન રાખવું, અને પ્રોપર નિષ્ણાંતો પાસે જઇને જ અગ્નિ કર્મ એ કેટલાક ડોકટરો એ હજારો ઓપરેશન કરાવ્યા હોય અને તેવા આયુર્વેદ નિષ્ણાંતો પાસે જઇ આ અગ્નિ કર્મ કરાવવો જોઇએ.