Abtak Media Google News

મસ્ત પડતા વરસાદની મજા ત્યારે જ માણી શકાય જ્યારે વરસાદમાં તમે આરામથી લપસી પડવાની બીક વિના ચાલી શકો. વરસાદમાં આરામથી ટહેલવાની મજા લેવી હોય તો વરસાદી ફૂટવેર તો જોઈએ જ ને , વળી યુવતીઓ અને યુવાનો માટે હવે વરસાદી ફૂટવેરનું પણ વિશાળ ક્લેક્શન જોવા મળે છે. જેમાં તમે ફેન્સી સેન્ડલ કે ચંપલ જેવી જ ડિઝાઇન મેળવી શકો છો.  અત્યારે માર્કેટમાં મોન્સૂન ફ્લિપ ફ્લોપથી માંડીને મોન્સૂન મોજડી, સેન્ડલ, ગમબૂટ જેવા કેટલાય પ્રકારના ફૂટવેરની વરાયટી મળી આવે છે.

Screenshot 4 9

કોલેજ કે જોબ કરતીયુવતીઓ અથવા તો ત્રીસીની આસપાસની સ્ત્રીઓને ચાલવામાં એકદમ સરળ રહે તેવા વરસાદી ફ્લિપ ફ્લોપ બધા જ ડાર્ક રંગોમાં ઉપલબ્ધ છે પ્લાસ્ટિક મટિરિયલમાં યુવતી અને યુવાનો માટે અનેક ડિઝાઇન બજારમાં આવી ગઈ છે, ખાસ તો પ્લાસ્ટિક મટિરિયલ ના ચંપલ પહેરવાથી પગમાં ફૂગી પણ નથી આવતી અને ગારાના છાંટા પણ નથી ઉડતા જેથી કપડાં પણ કરબ ન થાય,

Adb51E9373Ddb5Fd268Cab3263269Bd9

મોન્સૂન મટિરિયલના ચંપલ કે સેન્ડલ પર મોટા મોટા પ્લાસ્ટિકના આકર્ષક ફૂલ અને બ્રોચ લગાવીને એકદમ ફન્કી મોન્સ,ન સેન્ડલ તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત ટ્રાન્સપરન્ટ સ્લિપર્સ પર ફક્ત એક મોટું ફૂલ લગાવીને પ્લાસ્ટિકના ફૂટવેરને એકદમ મોન્સૂન લુક આપવામાં આવે છે.આ પ્રકાના ફૂટવેર ટીનેજર્સને વધારે ગમશે.

Screenshot 3 9

વરસાદમાં કોઈ પ્રસંગે હેવી ડ્રેસીસની સાથે ચપળ ન પહેરવા હોય તો અલગ અલગ રંગની વરસાદી મોજડી પહેરી શકાય.આ મોજડીને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે પહેરવામાં પણ સ્ટાઇલિશ લાગે અને તેમાં પાણી પણ ભરાઈ ન રહે અને સરળતાથી નીકળી જાય. સામાન્ય વધારે કાદવ કીચડ કે પાણી વાળી જગ્યાએ ગમ બૂટનો ઉપયોગ થતો હોય છે. પરંતુ તમારે થોડો મર્દાના અને ટફ લુક જોઈતો હોય તો ડેનિમ પર ગમ બૂટ પહેરવા યોગ્ય રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.