66 ટકાના મતે તરૂણોમાં વેબસીરીઝ-ઓટીટી પ્લેટફોર્મને કારણે ગુનાહિત પ્રવૃત્તિ વધી: સર્વે

સૌરાષ્ટ યુનિવર્સીટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા કિશોર અપરાધએ આજના સમયનો સળગતો પ્રશ્ર્ન વિષય પર સર્વે હાથ ધરાયો જેમાં ચોંકાવનારી વાતો સામે આવી

આજે સ્વ કેન્દ્રિત સમાજ માત્ર અને માત્ર પોતાના માટે જ વિચારે છે. આવી સ્થિતિમાં કોઈપણ અપરાધ માટે દોષ વ્યક્તિનો નથી, પરંતુ સમગ્ર સમાજનો છે. જો આપણે સમયસર મૂલ્યોની પુન:સ્થાપના વિશે વિચારીશું નહીં, તો એક અનિશ્ચિત અજ્ઞાત ભય આપણા સમાજને કોરી ખાશે. કિશોરાવસ્થા એ વ્યક્તિના જીવનનો નાજુક અને અવઢવ વાળો સમયગાળો છે. આ ઉંમરમાં વ્યક્તિ જે ઈચ્છે છે તે મેળવવા માટે અધીર થઈ જાય છે. અને તે મેળવવા માટે એવું પગલું ભરી લે છે કે  આખો સમાજ હચમચી જાય છે.

મહત્વાકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે, વ્યક્તિએ ઊંડો અભ્યાસ કરવો પડે છે, પરંતુ બાળકો આવા મૂલ્યો અને માન્યતાઓને  નથી માનતા અને અધોગતિશીલ સંસ્કૃતિને જન્મ આપે છે. છેલ્લા અમુક વર્ષોથી કિશોર અપરાધના કિસ્સા નજરે આવે છે. ગેઇમની લત માં કે પૈસાની લાલચમાં કિશોરો ગુનાઓ કરી બેસે છે એ વિશે મનોવિજ્ઞાન ભવનમાં ડિપ્લોમાનો અભ્યાસ કરી વિદ્યાર્થીની હિરપરા બંસીએ અધ્યાપક ડો. ધારા આર.દોશીના માર્ગદર્શન માં 1080 લોકો પર સર્વે કર્યો જેના તારણ નીચે મુજબ મળ્યા.

શું તમે માનો છો કે છેલ્લા અમુક વર્ષોમાં તરુણોમાં ગુનાહિત પ્રવૃતિઓ વધી છે? જેમાં હા-83%, ના-15.10% અને મહદઅંશે- 1.90% લોકોએ જણાવ્યું.તરુણોમાં ગુનાહિત પ્રવૃત્તિ પાછળ પારિવારિક માવજત જવાબદાર છે? જેમાં હા-47.50%, ના- 11.30 % અને

મહદઅંશે- 41.20 % લોકોએ જણાવ્યું. આધુનિક યાંત્રિકીકરણે તરુણોને ગુનાહની પનાહ આપી છે? જેમાં હા-66%, ના-11.30 % અને મહદઅંશે-  22.60% લોકોએ જણાવ્યું.વેબ સીરીઝ અને ઘઝઝ પ્લેટફોર્મ તરુણમાં ગુનાહિત પ્રવૃત્તિ વધારે છે? જેમાં હા-66%, ના-1.90 % અને મહદઅંશે- 32.10% લોકોએ જણાવ્યું. તરુણોમાં ખુબ જ ઝડપથી લોકપ્રિય બનવાની ઘેલછાને કારણે શું ગુનાહિત પ્રવૃત્તિ વધી છે? જેમાં હા-69.80%, ના- 7.50%અને મહદઅંશે- 22.60% લોકોએ જણાવ્યું.સયુક્ત પરિવાર તૂટવાને કારણે બાળ ઉછેર શૈલી વિચલિત થઇ છે? જેમાં હા-62.30%, ના-18.90 %અને મહદઅંશે-18.90 % લોકોએ જણાવ્યું. જે વ્યક્તિને ઘરમાં સાથ, સહકાર, પ્રેમ,હૂફ ન મળે તે ગુનાઓ કરવા તરફ પ્રેરાઈ શકે? જેમાં હા-62.20%, ના-3.80 % અને મહદઅંશે-34 % લોકોએ જણાવ્યું. મિત્રોના દબાણને કારણે તરુણોમાં ગુનાઓનું પ્રમાણ વધી શકે? જેમાં હા-64.20%, ના-15.10 % અને મહદઅંશે- 20.80% લોકોએ જણાવ્યું.

  • કિશોરોની ગુનાહિત માહિતી કઈ રીતે મેળવી શકીએ?
  • મનોવૈજ્ઞાનિક: મનોવૈજ્ઞાનિક પરીક્ષણ દ્વારા કિશોરોની બુદ્ધિ, વ્યક્તિત્વ વિશે માહિતી મેળવી શકાય.
  • શારીરિક: કોઈ શારીરિક ખામી છે કે કેમ તે જોવુ. મુલાકાત – માતા-પિતા, મિત્રો, શિક્ષકો વગેરેનો ઈન્ટરવ્યુ લઈને માહિતી મેળવી શકાય.

કિશોર અપરાધના        અપરાધ દૂર કરવાની પદ્ધતિઓે