Abtak Media Google News

દેશની રાજધાની દિલ્હીમાં કોરાના સંક્ર્મણના વધારાને લીધે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ ગુરુવારે વીકએન્ડ કર્ફ્યુ જાહેર કર્યું છે. આ અંતર્ગત શનિવારે રાત્રે 10 વાગ્યાથી સપ્તાહના અંતે કરફ્યુ શરૂ થશે અને સોમવારે સવારે 5 વાગ્યે સમાપ્ત થશે. વીકએન્ડના કર્ફ્યુ દરમિયાન ઘણા નિયંત્રણો અમલમાં રહેશે. લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ વચ્ચેની મહત્વપૂર્ણ બેઠક બાદ વીકએન્ડ કર્ફ્યુની ઘોષણા કરવામાં આવી છે. આ વીકએન્ડ કર્ફ્યુ કેટલા સમય સુધી રાખવામાં આવશે, તેના અંગે કોઈ એહવાલ CM કેજરીવાલ દ્વારા અપાયો નથી. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે જ્યાં સુધી દિલ્હીમાં કોરોના કેસ બંધ ન થાય ત્યાં સુધી આ કરફ્યુ અમલમાં રહેશે.

કરફ્યુમાં ચાલુ રહેશે આ સેવાઓ

સિનેમા હોલ 30%ની ક્ષમતા સાથે ખુલ્લા રહેશે.
આવશ્યક સેવાઓ નિ:શુલ્ક રહેશે, લગ્ન માટે ઇ-પાસ આપવામાં આવશે
જીમ, સ્પા અને ઓડિટોરિયમ બંધ રહેશે.
એક ઝોનમાંથી એક જ માણસ બજારમાં સમાન લેવા જઈ શકે.
રેસ્ટોરન્ટમાંથી ફક્ત પાર્સેલ સુવિધા ચાલુ રહેશે.
ટ્રેન અને હવાઈ મુસાફરીથી આવતા લોકોને ટિકિટ બતાવી પ્રવેશ મળશે. બીજા અન્ય રાજ્યોથી આવતા વાહનચાલકોને છૂટ આપવામાં આવી છે.
ખાનગી ડોક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફને આઈકાર્ડ બતાવી છૂટ મળી.
પત્રકારોને છૂટ (પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા)
સામાજિક અંતર જાળવવા શાળાઓની અંદર બજારો ખોલવામાં આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.