Abtak Media Google News

મેષ (અ,લ,ઈ)The-Future-Of-The-Weekly-Zodiac

વ્યવસાયિક વિવિધ કલા તથા સાહિત્ય ક્ષેત્રે સંકળાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. બેંકીંગ/ ફાઈનાંસ ક્ષેત્રે જોડાયેલ જાતકો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. સર્વિસ બિઝનેશના જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારી રહેશે. નાના કદનાં ઔદ્યોગિક એકમનાં જાતકો માટે વ્યસ્ત તથા ભાગદોડ વાળુ સપ્તાહ. નાના-મોટા વાણિજય એકમ સાથે સંકળાયેલ જાતકો માટે સરેરાશ સમય. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના નોકરીયાત વર્ગ માટે સાનુકુળ સપ્તાહ. આ સપ્તાહ દરમ્યાન પરિવાર કે સગાં સ્નેહી સાથે યાત્રા-પ્રવાસના સંયોગો. નિવૃત તથા ગૃહસ્થી, ગૃહિણી, છાત્રો માટે મધ્યમ સપ્તાહ. 8, 10 મે સાધારણ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)

The-Future-Of-The-Weekly-Zodiac

સરકારી–ખાનગી બેંકના ઊચ્ચાધિકારીઓ, કર્મચારીઓ માટે હળવું લાભકારી સપ્તાહ. તમામ કદનાં ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ વાળું તથા હળવું સાનુકુળ નીવડશે. વ્યાપાર વણિજ ક્ષેત્રે છુટક તથા ફેરી વ્યાપારના તમામ જાતકો માટે આ સપ્તાહ બહુ લાભકારક જણાશે. અન્ય, વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત તેમજ સરેરાશ નિવડશે. પ્રોફેશનલ એડવાઝર્સ એવમ સર્વિસ બિઝનેશના જાતકો માટે આ સપ્તાહ પણ ફાયદાકારક રહેશે. સરકારી કર્મચારી માટે આ સપ્તાહ મધ્યમ જણાશે સાથે બદલી બઢતીની પણ સંભાવના. ખાનગી નોકરીયાત માટે સારુ સપ્તાહ. મેડીકલ છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ લાભદાયી સપ્તાહ. 9 તથા 14 મે સામાન્ય રહેશે.

મિથુન (ક,છ,ઘ)

The-Future-Of-The-Weekly-Zodiac

ગીફટ આટિકલ્સ, શો પીસ, તેમજ ઈંટીરીયર ડેકોરેશન સંબંધિતનાં ઉત્પાદક તથા વ્યાપારીઓ માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. આયાત નિકાસનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક રહેશે. ખાનગી શૈક્ષણિક એકમનાં જાતકો તથા ખાનગી નાણાકીય એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ ભાગદોડ વાળુ રહેશે. આ સિવાયનાં અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો તેમજ વ્યાપાર-વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ ત્થા નવી તકો આપનાર નીવડશે. સરકારી કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે હજુ, આ સપ્તાહ પણ લાભદાયી રહેશે .મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે ફાયદાકારક સપ્તાહ. નિવૃતો, છાત્રો માટે સાનુકુળ સપ્તાહ. 11 મે સાધારણ જણાશે.

કર્ક  (ડ,હ)

004 1

અણધાર્યા ફાયદા થવાંની તથા તેવી તકો મળવાંની સંભાવના. કોમોડીટી-વાયદાબજારનાં જાતકો માટે પ્રતિકુળ સપ્તાહ. નાનાં કદનાં તમામ પ્રકારનાં ઓદ્યોગિક એકમનાં જાતકો માટે લાભકારી સપ્તાહ. વ્યાપાર- વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત ત્થા સાનુકુળ નીવડશે. પરિશ્રમી વ્યાપારી એકમનાં જાતકો માટે બહુ લાભદાયી સપ્તાહ. સરકારી તથા ખાનગી શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત એવમ લાભદાયક નિવડશે. હજુ, આ સપ્તાહે પણ સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં સંયોગો. ખાનગી એકમના કર્મચારીઓ માટે હળવું લાભદાયી સપ્તાહ. નિવૃતો, છાત્રો, મહિલાકર્મીઓ, ગૃહિણી માટે લાભદાયી સપ્તાહ. 12 મે મધ્યમ જણાશે.

સિંહ (મ,ટ)

The-Future-Of-The-Weekly-Zodiac

અગ્નિ તત્વનાં ઉદ્યોગ ધંધા ખાસ કરીને પેટ્રોલિયમ ઉત્પાદ, કોલસો, ત્થા અન્ય ઈંઘણ કે અન્ય જવલનશીલ( ઘન +પ્રવાહી પદાર્થ)નાં વ્યાપાર વણિજ સંબંધિત એકમોનાં જાતકો માટે હળવું લાભકારી સપ્તાહ. સામાજીક ત્થા સંસ્થાકીય વહીવટી કામકાજમાં વિલંભ થવાનાં સંયોગો. આ સિવાયનાં અન્ય તમામ ઔદ્યોગિક એકમ તથા તમામ પ્રકાર વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ સામાન્ય એવમ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે મધ્યમ સપ્તાહ. અર્ધ સરકારી-ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે સારુ સપ્તાહ. સંતાન સુખ માટે આધનના સારા સંયોગો. વિદ્યાર્થીઓ, છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે સારુ સપ્તાહ. 11, 12 મે સામાન્ય જણાશે.

કન્યા (પ,ઠ,ણ)

The-Future-Of-The-Weekly-Zodiac

કાયદો-વ્યવસ્થા તંત્ર સાથે જોડાયેલ તમામ વર્ગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ માટે વ્યસ્ત એવમ સાનુકુળ સપ્તાહ. ખાનગી ધારાશાસ્ત્રીઓ માટે આ સપ્તાહે અણધાર્યા લાભની સંભાવના. સરકારી તથા ખાનગી શૈક્ષણિક એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ વાળુ નિવડશે. ઔધોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર-વણિજના એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળું રહેશે. નાના, છુટક વ્યાપારી ત્થા ફેરી કરતાં વ્યાપારીઓ માટે આ સપ્તાહ અનેક રીતે લાભદાયક નીવડશે. સરકારી તથા ખાનગી કર્મચારીઓ માટે હળવું સપ્તાહ. મિત્રો, દ્વારા સહકારના સંયોગો. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે ઉતમ સપ્તાહ. 11 તથા 14 મે મધ્યમ નિવડશે.

તુલા  (ર,ત)

The-Future-Of-The-Weekly-Zodiac

આગલાં વર્ષનાં અધુરા કામકાજને વેગ અને દિશા મળશે, આ સાથે હળવો લાભ થવાંનાં સંયોગો. ધાતુ ઉદ્યોગ તથા મેટલ પાર્ટસનાં ઉત્પાદકો–વ્યાપારી માટે આ સપ્તાહ પણ લાભકારી. પબ્લિક ટ્રાસ્પોર્ટેશન્સ, ટ્રાવેલ્સનાં તમામ જાતકો માટે આ સપ્તાહ લાભદાયી સપ્તાહ. આ સિવાય અન્ય ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત તથા દોડધામ વાળુ રહેશે. વ્યાપાર વણિજ સર્વિગ બિઝનેશ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ મધ્યમ લાભદાયી રહેશે સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા અર્ધ સરકારી કર્મચારીઓ માટે સારુ સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને લાભની સંભાવના. ગૃહિણીઓ, નિવૃતો તથા છાત્રો માટે સાનુકુળ સપ્તાહ. 8 ત્થા 9 મે સાધારણ રહેશે.

વૃશ્ચિક (ન,ય)

The-Future-Of-The-Weekly-Zodiac-8

અધુરા રહેલાં કામકાજ પૂરા થવાંનાં સંયોગો. તમામ પ્રકારની પ્રિંટ્સ, કાગળ, પેકીંગ મટીરીયલ્સ, પેકીંગ વેસ્ટેજીસ એવમ પ્રકાશન એકમનાં જાતકો એવમ સ્ટેશનરીઝ સંબંધિત વ્યાપારી ત્થા ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયી નીવડશે. ધાતુ, ગેરેજ, ટ્રાવેલ્સ એજંસી, રીપેરીંગ/મેઈંટેઈનન્સ ફર્મ્સનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારી. આ સિવાયનાં તમામ કદનાં ઓદ્યોગિક એકમ તથા વાણિજયક એકમનાં જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત તથા સાનુકુળ નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે દોડધામવાળુ સપ્તાહ. નિવૃતો, ગૃહિણી તથા મહિલા કર્મચારી માટે સાનુકુળ સપ્તાહ. 12 મે સાધારણ રહેશે.

ધન (ભ,ફ,ધ,ઢ)

009 1

નિરાંત, રાહત તથા શાંતિ મળવાંના સંયોગો. જુની ઉઘરાણી કે લેણી રકમ પાકવાની સંભાવના, ટલ્લે ચડેલાં ધંધાકીય કામ કાજ પુરા થવાંની સંભાવના. કોમોડીટી તથા રીયાલ્ટી ક્ષેત્રના જાતકોએ સંભાળવું આ સિવાય, તમામ નાનાં મોટા દરેક પ્રકારના ઔદ્યોગિક એકમનાં જાતકો તથા મોટા જથ્થાબંધ વ્યાપાર વણિજ એકમના વ્યાપારી જાતકો માટે હળવું લાભકારક સપ્તાહ. પરિશ્રમ વાળા કોઈ પણ એકમના જાતકો માટે લાભદાયી સપ્તાહ. સરકારી કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે સાનુકુળ એવમ ચિંતામુક્ત સપ્તાહ. મહિલાકર્મી, ગૃહિણીઓ, નિવૃતો માટે સુખશાંતિ વાળુ સપ્તાહ. 11 મે સાધારણ જણાશે.

મકર (ખ,જ)

010 1

ક્રાફ્ટ ઈંડસ્ટ્રીઝ, ગૃહ ઉદ્યોગ, નાનાં ઔધોગિક એકમવાળા જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ, ત્થા હળવું લાભકારી નીવડશે, હેવી-હયુજ મશીનરીઝ કે હેવી વ્હીકલ્સ કે જાયંટ કોંટ્રાકટ કંપનીનાં જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયી જણાશે. આ સિવાયનાં તમામ કદનાં ઓદ્યોગિક એકમનાં જાતકો તેમજ વ્યાપાર–વાણિજયક તમામ એકમના જાતકો માટે સાનુકુળ તથા દોડધામ વાળુ સપ્તાહ. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત તથા ધમાલીયું જણાશે જ્યારે તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ અર્ધસામાન્ય જણાશે. પરિવાર વચ્ચે સુમેળ યથાવત. 8,10 મે સામાન્ય રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ  (ગ,શ,ષ)

The-Future-Of-The-Weekly-Zodiac

સીવીલ એંજીનીયરીંગ, મેકે. એંજીનીયરીંગનાં એકમનાં જાતકો માટે આ દોડધામવાળુ એવમ હળવું લાભકારી સપ્તાહ. સ્પેર પાર્ટ્સનાં ઔદ્યોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી. શેર બજાર, કોમોડીટી માટે આ સપ્તાહ પણ પ્રતિકુળ રહેશે. આ સિવાયનાં અન્ય ઓદ્યોગિક તથા વ્યાપાર વણિજનાં જાતકો માટે ભાગદોડ વાળુ તથા આ સપ્તાહ પણ હળવું લાભકારી રહેશે. સરકારી કર્મચારી વર્ગ આ સપ્તાહ અતિ વ્યસ્ત અને દોડધામ વાળુ રહેશે, સાથે વાદવિવાદ ન થાય તે અંગે તકેદારી રાખવી. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે સાનુકુળ સપ્તાહ. મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ હળવું લાભકારી જણાશે. 11 મે સાધારણ રહેશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

મીન (દ,ચ,ઝ,થ)

012 1

લેખન ત્થા સાહિત્ય ક્ષેત્રે તથા અખબાર ત્થા પ્રસાર માધ્યમ સાથે જોડાયેલ જાતકો માટે સાનુકુળ સપ્તાહ. ફુડ બેવરેજીસ એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ જણાશે. હ્યુજ અને હેવી ઈંડસ્ટ્રીઝનાં જાતકો માટે સરેરાશ સપ્તાહ. ફેબ્રીક કોસ્મેટીક, આભુષણ ઉદ્યોગ વ્યાપારના જાતકો માટે આ વ્યસ્ત તથા ફાયદાકારક સપ્તાહ. આ સિવાયનાં ઔદ્યોગિક એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકુળ જણાશે. ગ્રેઈન મર્ચંટ માટે ભાગદોડ વાળું સપ્તાહ. સરકારી કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ આ સપ્તાહે પ્રમોશન મળવાંનાં સંયોગો. મધ્યમ વર્ગનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ. છાત્રો, મહિલાકર્મીઓ તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ. ફકત 7 ઓગસ્ટ મધ્યમ રહેશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.