Abtak Media Google News

મેષ

The-Future-Of-The-Weekly-Zodiac

નાનાં નાનાં કારણોથી અધૂરા રહેલા સરકારી કાર્યો સમેત તમામ કાર્યો સફળતા પૂર્વક પૂર્ણ  થવાની સંભાવના,  મિત્રો, સ્નેહીઓ, સગાં દ્વારા આર્થિક લાભ. મોટા વ્યાપારી વર્ગ તથા ઉદ્યોગપતિ વર્ગ માટે આ સપ્તાહ  હળવું તનાવવાળુ રહેવાની સંભાવના. સામાન્ય અને નાનાં ઉદ્યોગ વ્યાપાર નાં જાતકો માટે લાભદાયી સપ્તાહ. સરકારી કર્મચારી, ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવુ તેમજ ફળદાયી રહેવાંના સંયોગો.  નવા કાર્યો નો શુભારંભ કરવા માટે સારુ સપ્તાહ. દાન ધર્માદા તથા ચેરીટેબલ કે વેલ્ફેર કાર્યો માટે ઉતમ સમય.  છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે સારું  સપ્તાહ 9, 12 ઓગસ્ટ  સરેરાશ રહેશે,

વૃષભ

The-Future-Of-The-Weekly-Zodiac

આ સપ્તાહ લાભદાયી નિવડશે  સાથો સાથ  બરકત વાળું પણ રહેશે. ધંધા વ્યવસાયનાં જાતકો માટે લાંબા પ્રવાસ થવાંની સંભાવના.  દૂષિત એવમ નીચસ્થ  મંગળ, શુક્ર વાળા જાતકોએ તેમના ઈમોશંસ પર કાબુ રાખવો,  અન્યથા, પ્રતિકૂળ પરિણામ આવવાની સંભાવના. ઉદ્યોગ વ્યાપાર તથા પ્રોફેશન્સનાં જાતકો માટે પણ લાભદાયી તેમજ સંઘર્ષ વાળુ સપ્તાહ. સરકારી તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારી વર્ગે વિશેષ કાળજી રાખવી.  અવૈધ કહી શકાય તેવાં વહીવટ વ્યવહાર કે વ્હાલ માટે આ સપ્તાહ  પ્રતિકુળ રહેશે. પરિવાર જનો સ્નેહી જનો તથા મિત્ર વર્તુળ સાથે આ સપ્તાહ વિશેષ રૂપે લાભદાયી રહેશે.  11 તથા 12 ઓગસ્ટ  મધ્યમ રહેશે.

મિથુન

The-Future-Of-The-Weekly-Zodiac

ગીફટ આર્ટિકલ્સ, શો પીસ, તેમજ ઈંટીરીયર ડેકોરેશન સંબંધિતનાં ઉત્પાદક તથા વ્યાપારીઓ માટે  હળવું લાભકારી સપ્તાહ. આયાત નિકાસનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયક રહેશે. ખાનગી શૈક્ષણિક એકમનાં જાતકો તથા ખાનગી નાણાકીય એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ ભાગદોડ વાળુ રહેશે.  આ સિવાયનાં અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો તેમજ વ્યાપાર-વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ ત્થા નવી તકો આપનાર નિવડશે. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે લાભકારી સપ્તાહ. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે સાનુકૂળ સપ્તાહ. નિવૃતો, છાત્રો માટે મધ્યમ સપ્તાહ. 8 ઓગસ્ટ  સાધારણ જણાશે.

કર્ક

004 1

અણધાર્યા ફાયદા થવાંની. લાભદાયી તકો મળવાંની સંભાવના. કોમોડીટી-વાયદાબજારનાં જાતકો માટે પ્રતિકુળ સપ્તાહ. નાનાં કદનાં તમામ પ્રકારનાં ઓદ્યોગિક એકમનાં જાતકો માટે બહુ લાભકારી સપ્તાહ.  વ્યાપાર- વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત ત્થા સાનુકૂળ નીવડશે. પરિશ્રમી વ્યાપારી એકમનાં જાતકો માટે બહુ લાભદાયક સપ્તાહ. સરકારી તથા ખાનગી શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ જાતકો માટે વ્યસ્ત એવમ લાભદાયક સપ્તાહ.  હજુ, સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં સંયોગો. ખાનગી એકમના કર્મચારીઓ લાભકારી સપ્તાહ. નિવૃતો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી માટે આ સપ્તાહ લાભદાયી રહેશે.  13 ઓગસ્ટ અર્ધ-સામાન્ય નિવડશે.

સિંહ

The-Future-Of-The-Weekly-Zodiac

પેટ્રોલિયમ ઉત્પાદ,  કોલસો,  ત્થા અન્ય ઈંઘણ કે અન્ય જવલનશીલ( ઘન +પ્રવાહી પદાર્થ)નાં વ્યાપાર વણિજ સંબંધિત એકમોનાં જાતકો માટે આ સપ્તાહ  હળવું લાભકારી રહેશે. સામાજીક ત્થા સંસ્થાકીય વહીવટી કામકાજમાં વિલંબ થવાનાં સંયોગો.  આ સિવાયનાં અન્ય તમામ ઔદ્યોગિક એકમ તથા તમામ પ્રકાર વ્યાપાર વણિજનાં જાતકો માટે સામાન્ય એવમ લાભદાયક સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે મધ્યમ સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે સારુ સપ્તાહ. પરિવારમાં નાનાં મોટા ખટરાગ થવાંની શકયતાઓ. સંતાન સુખ માટે ગર્ભાધારણનાં સારા સંયોગો. વિદ્યાર્થીઓ, છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે સારુ સપ્તાહ. 11, 12 ઓગસ્ટ મધ્યમ જણાશે.

કન્યા

The-Future-Of-The-Weekly-Zodiac

કાયદો-વ્યવસ્થા તંત્ર સાથે જોડાયેલ  તમામ વર્ગનાં અધિકારીઓ તેમજ કર્મચારીઓ માટે વ્યસ્ત એવમ સાનુકૂળ સપ્તાહ. ખાનગી ધારાશાસ્ત્રીઓ માટે આ સપ્તાહે અણધાર્યા લાભ થવાંની સંભાવના. સરકારી તથા ખાનગી શૈક્ષણિક એકમનાં તમામ જાતકો માટે હળવું સંઘર્ષ વાળું કે ભાગદોડ વાળુ સપ્તાહ. ઔધોગિક એકમનાં જાતકો  તથા વ્યાપાર-વણિજના એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળું રહેશે. નાના, છૂટક વ્યાપારી ત્થા ફેરી કરતાં વ્યાપારીઓ માટે આ સપ્તાહ અનેક રીતે લાભદાયક નિવડશે.  સરકારી તથા ખાનગી કર્મચારીઓ માટે હળવું સપ્તાહ. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે ઉતમ સપ્તાહ.  8, 13 ઓગસ્ટ સાધારણ નિવડશે .

તુલા

The-Future-Of-The-Weekly-Zodiac

અધૂરા રહેલાં કામકાજને વેગ અને દિશા મળશે, સાથે હળવો લાભ થવાંનાં પણ સંયોગો.  ધાતુ ઉદ્યોગ તથા મેટલ પાર્ટસનાં ઉત્પાદકો–વ્યાપારી માટે આ સપ્તાહ પણ લાભકારી. પબ્લિક ટ્રાસ્પોર્ટેશન્સ, ટ્રાવેલ્સનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ. આ સિવાય અન્ય ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત તથા દોડધામ વાળુ રહેશે. વ્યાપાર વણિજ સર્વિસ બિઝનેશનાં જાતકો માટે અર્ધલાભદાયી સપ્તાહ. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા અર્ધ સરકારી કર્મચારીઓ માટે સારુ સપ્તાહ.  ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને લાભ મળવાની સંભાવના. ધાર્મિક પ્રવાસના સંયોગો. ગૃહિણીઓ, નિવૃતો તથા છાત્રો માટે સારુ સપ્તાહ. 7, 9 ઓગસ્ટ  સાધારણ રહેશે.

વૃશ્ચિક 

The-Future-Of-The-Weekly-Zodiac-8

તમામ પ્રકારની પ્રિંટ્સ, કાગળ, પેકીંગ મટીરીયલ્સ, પેપર એવમ પેકીંગ વેસ્ટેજીસ એવમ પ્રકાશન એકમનાં જાતકો, એવમ સ્ટેશનરીઝ સંબંધિત વ્યાપારી ત્થા ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયી નિવડશે. ધાતુ, ગેરેજ, ટ્રાવેલ્સ એજંસી, રીપેરીંગ/મેઈંટેઈનન્સ ફર્મ્સનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારી. આ સિવાયનાં તમામ કદનાં ઓદ્યોગિક એકમ તથા વાણિજયક એકમનાં જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત તથા સાનુકુળ જણાશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ દોડધામવાળુ ત્થા ધમાલીયું જણાશે. નિવૃતો, ગૃહિણી તથા મહિલા કર્મચારી માટે આ સપ્તાહ સાનુકુળ ને લાભદાયી રહેશે.  13 ઓગસ્ટ સાધારણ રહેશે.

ધન

009 1

આ સપ્તાહ દરમ્યાન  નિરાંત, રાહત તથા શાંતિ મળવાંના સંયોગો. જૂની ઉઘરાણી ત્થા  લેણી રકમ પાકવાની શકયતા, અગાઉનાં ટલ્લે ચડેલાં કામ કાજ પૂરા થવાંની સંભાવના.  કોમોડીટી તથા રીયાલ્ટી ક્ષેત્રના જાતકોએ સંભાળવું આ સિવાય, તમામ નાનાં મોટા દરેક પ્રકારના ઔદ્યોગિક એકમનાં જાતકો તથા મોટા જથ્થાબંધ વ્યાપાર વણિજ એકમના વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ સરળ ત્થા હળવું લાભદાયી નિવડશે.  પરિશ્રમ વાળા કોઈ પણ એકમના જાતકો માટે લાભદાયી સપ્તાહ.  સરકારી કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે  સાનુકૂળ સપ્તાહ મહિલાકર્મી, ગૃહિણીઓ, નિવૃતો માટે સુખશાંતિ વાળુ સપ્તાહ. 10 11 ઓગસ્ટ સાધારણ રહેશે.

મકર

010 1

ક્રાફ્ટ ઈંડસ્ટ્રીઝ, ગૃહ ઉદ્યોગ  ત્થા નાનાં ઔધોગિક એકમવાળા જાતકો માટે સાનુકૂળ, ત્થા હળવું લાભકારી સપ્તાહ. હેવી-હયુજ મશીનરીઝ કે હેવી વ્હીકલ્સ કે જાયંટ કોંટ્રાકટ કંપનીનાં જાતકો માટે હળવું લાભદાયી સપ્તાહ. આ સિવાયનાં તમામ કદનાં ઓદ્યોગિક એકમનાં જાતકો  તેમજ વ્યાપાર–વાણિજયક તમામ એકમના જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકૂળ તથા દોડધામવાળું ને વ્યસ્ત નિવડશે.  સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત તથા ધમાલીયું જણાશે જ્યારે તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ અર્ધસામાન્ય જણાશે. પરિજન સાથે સુમેળ થશે. 7 તથા 10 ઓગસ્ટ પ્રતિકૂળ રહેશે. (પન્નોતિનો ઉપાય પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

The-Future-Of-The-Weekly-Zodiac

સીવીલ એંજીનીયરીંગ એકમનાં જાતકો માટે આ સપ્તાહ દોડધામવાળું એવમ હળવું પ્રતિકૂળ રહેશે. સ્પેર પાર્ટ્સનાં ઔદ્યોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી.  શેર બજાર, કોમોડીટી માટે આ સપ્તાહ પણ પ્રતિકૂળ રહેશે. આ સિવાયનાં અન્ય ઓદ્યોગિક તથા વ્યાપાર વણિજનાં જાતકો માટે ભાગદોડવાળું તથા આ સપ્તાહ પણ  હળવું લાભકારી રહેશે.  સરકારી કર્મચારી વર્ગ  આ સપ્તાહ અતિ વ્યસ્ત અને દોડધામવાળું રહેશે, સાથે વાદવિવાદ ન થાય તે અંગે તકેદારી રાખવી. ખાનગી  ક્ષેત્રના કર્મચારીઓ માટે સાનુકૂળ સપ્તાહ.  મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે હળવું લાભકારી સપ્તાહ. 11 તથા 12 માર્ચ  સાધારણ રહેશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

મીન

012 1

લેખન, સાહિત્ય તથા અખબાર ત્થા પ્રસાર માધ્યમ સાથે જોડાયેલ જાતકો માટે હળવું પ્રતિકૂળ સપ્તાહ. ફુડ  બેવરેજીસ એકમનાં જાતકો માટે સરેરાશ સપ્તાહ. હ્યુજ અને હેવી ઈંડસ્ટ્રીઝનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. આ સિવાયનાં ઔદ્યોગિક એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકૂળ જણાશે.  ગ્રેઈન અને ગ્રોસરી મર્ચંટ માટે  ભાગદોડવાળું  સપ્તાહ.  સરકારી કર્મચારીઓ તથા ખાનગી  ક્ષેત્રના કર્મચારીઓ  આ સપ્તાહે  પ્રમોશન મળવાંનાં સંયોગો. મધ્યમ વર્ગનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી. છાત્રો, મહિલાકર્મીઓ ત્થા ગૃહિણી વર્ગ માટે સારું સપ્તાહ.  12 ઓગસ્ટ મધ્યમ રહેશે.  (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.