Abtak Media Google News

મેષ

The-Future-Of-The-Weekly-Zodiac

રોશની, રંગ, તથા રસાયણના જથ્થાબંધ વ્યાપાર-વણિજના જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત તેમજ ચડાવ ઉતાર વાળું નિવડશે.  જવલનશીલ પદાર્થનાં વ્યાપાર વણિજ સંબંધિત એકમોનાં જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભકારી જણાશે.  નાનાં ઔદ્યોગિક એકમ તથા પેકીંગ મટીરીયલ્સનાં ઉત્પાદકો માટે લાભકારી સપ્તાહ. અન્ય ઔદ્યોગિક એકમનાં જાતકો, વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ હળવું હળવું લાભકારક રહેશે.  સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે. સરકારી કર્મચારી માટે બદલી બઢતીના સંયોગો. ખાનગી નોકરીયાત માટે લાભદાયી સપ્તાહ.  મેડીકલ  છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે સારું સપ્તાહ. 16, 17 ઓગસ્ટ સામાન્ય રહેશે.

વૃષભ

The-Future-Of-The-Weekly-Zodiac

ફાસ્ટ ફૂડ, પેકીંગ- પ્રોસેસ્ડ ફૂડનાં ઔદ્યોગિક/ વ્યાપારી એકમનાં જાતકો માટે સરેરાશ સપ્તાહ. રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે સાનુકૂળ સપ્તાહ. નાનાં મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહે  અણધાર્યા લાભ મળવાંના સંયોગો.  મધ્યમ કદનાં વ્યાપાર વણિજ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ લાભકારક નિવડશે. સર્વિસ બિઝનેશનાં જાતકો માટે  સરેરાશ સપ્તાહ. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે સરેરાશ સપ્તાહ.  ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે લાભદાયી સપ્તાહ.  પરિવાર તરફથી સાથ સહકારનાં સંયોગો. મહિલા કર્મચારીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સારું રહેશે.  15, 16 ઓગસ્ટ સામાન્ય જણાશે.

મિથુન

The-Future-Of-The-Weekly-Zodiac

સાહિત્ય, પ્રકાશન ક્ષેત્રે તથા અખબાર કે અન્ય પ્રસાર માધ્યમ સાથે જોડાયેલ જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી નિવડશે. તમામ શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલ જાતકો- શિક્ષકો માટે આ સપ્તાહ પણ લાભદાયક તથા હળવું ભાગદોડ વાળું જણાશે.   નાનાં મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ આંશિક લાભદાયી નિવડશે.  તમામ વ્યાપારી માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયી જોવા મળશે.  જથ્થાબંધ વ્યાપાર સાથે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત જણાશે. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ મધ્યમ રહેશે.  ઉચ્ચાધિકારીઓએ વિશેષ કાળજી રાખવી.  ગૃહિણીઓ, મહિલા કર્મીઓ તથા નિવૃત લોકો માટે લાભકારી સપ્તાહ.  19,20 ઓગસ્ટ મધ્યમ રહેશે.

કર્ક

004 1

આ સપ્તાહે  વિશેષ તો મોટી ફાર્માસીઝ તેમજ કેમિકલ્સ એકમનાં જાતકો માટે બહુ લાભદાયક નિવડવાંનાં સંયોગો.  કોઈ પણ પ્રકારનાં એંજીનીયરીંગ એકમનાં જાતકો/ એંજીનીયર્સ માટે  આ સપ્તાહ લાભકારી તેમજ વ્યસ્ત જણાશે. ટ્રાવેલ્સ, હોટેલ બૂકીંગ્સ સાથે જોડાયેલા જાતકો માટે  આ સપ્તાહ હળવું લાભકારી જણાશે. અન્ય ઔદ્યોગિક તેમજ વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે.  વ્યવસાયિક કલાનાં જાતકો માટે  લાભદાયક સપ્તાહ રહેશે. સરકારી ક્ષેત્ર તથા અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારી માટે હળવો સમય.  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે સાનુકૂળ સપ્તાહ. વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ, મહિલા કર્મીઓ માટે લાભદાયક સપ્તાહ  16 તથા 19 ઓગસ્ટ સાધારણ જણાશે.

સિંહ

The-Future-Of-The-Weekly-Zodiac

ફુડ  બેવરેજીસ, હોટેલ રેસ્ટોરાં, ઢાબાનાં વ્યાપાર કે ઉત્પાદન સાથે સંક્ળાયેલ તમામ જાતકો માટે હળવું  લાભકારી ત્થા વ્યસ્ત સપ્તાહ.  કુટિર તથા નાનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી રહેશે. અન્ય ઔદ્યોગિક તથા જથ્થાબંધ તથા દેશ-વિદેશ વ્યાપાર વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત તથા લાભદાયક રહેશે.  સખત પરિશ્રમ વાળા  ધંધા વ્યાપાર માટે આ સપ્તાહ પણ લાભદાયી. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ એવમ ખાનગી ક્ષેત્રનાં કર્મચારી માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત તથા સામાન્ય જણાશે. ગૃહિણી તથા મહિલા કર્મીઓ, નિવૃતો, છાત્રો માટે આ સપ્તાહ લાભકારી રહેશે.  15  તથા 17 ઓગસ્ટ સામાન્ય જણાશે.

કન્યા

The-Future-Of-The-Weekly-Zodiac

આ સપ્તાહ દરમ્યાન અનેક પ્રકારના લાભની સાથોસાથ  જાવકનાં પણ  સંયોગો પણ એટલા જ બને છે,  આથી, યથામતિ નિર્ણય લઈ વહીવટ વ્યવહાર કરવાં. તેમજ નવા કામકાજ શરુ કરવાં. નીચસ્થ બુધ કે નીચસ્થ બુધ સાથે ચંદ્ર વાળા જાતકો માટે આ સપ્તાહ  મહદ અંશે લાભદાયી જણાશે,  ઔદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયક જણાશે.  કલા–વ્યવસાયનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નિવડશે.  કુટુંબ -પરિવાર જનો  તથા મિત્ર વર્તુળ સાથે સુમેળ વધવાંના સંયોગો.  પ્રવાસની સંભાવના.  15 ઓગસ્ટ પ્રતિકૂળ રહેશે.

તુલા

The-Future-Of-The-Weekly-Zodiac

ધંધા વ્યવસાયમાં આ સપ્તાહ  દરમ્યાન કેટલાક અણધાર્યા લાભ થવાંનાં સંયોગો.  ફેશન તથા ફેબ્રીક, રેડીમેડ ગાર્મેંટ રીલેટેડ ઔદ્યોગિક વ્યાપારી એકમનાં જાતકો માટે  હળવું લાભદાયક સપ્તાહ.  જણાશે. અન્ય, ઔદ્યોગિક એકમના જાતકો માટે સાનુકૂળ સપ્તાહ. વ્યાપાર-વણિજ, સર્વિસ બિઝનેશ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ હળવું મધ્યમ તથા વ્યસ્ત પણ રહેશે. રીયાલ્ટી ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ પ્રતિકૂળ રહેશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે હળવાં લાભ વાળું સપ્તાહ રહેશે.  પરિવારમાં  હળવાં મનદુ:ખ જણાશે.  ધાર્મિક લોકો,  ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે સાનુકૂળ સપ્તાહ. 17,20 ફેબ્રુઆરી બહુ લાભકારી નિવડશે.

વૃશ્ચિક 

The-Future-Of-The-Weekly-Zodiac-8

આ સપ્તાહે,  લાંબા સમયથી વણસી ગયેલા સંબંધોમાં સુમેળ થવાંની સંભાવના. નવા વાહનની ખરીદી થવાંની સંભાવના. પ્રવાહી તત્વનાં ઉદ્યોગ ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી રહેશે.  શેર બજાર, સટ્ટા નાં જાતકો માટે આ સપ્તાહ પણ અતિ પ્રતિકૂળ નિવડશે. અન્ય, ઔદ્યોગિક એકમનાં જાતકો તથા જથ્થાબંધ વ્યાપાર-વણિજના જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત તથા હળવુ લાભકારી જણાશે. સરકારી કર્મચારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકૂળ નિવડશે. બઢતીનાં સંયોગો યથાવત. ખાનગી ક્ષેત્રનાં કર્મચારી માટે સાનુકુળ સપ્તાહ.  મિત્રો સ્નેહીઓ તરફથી હળવો સહકાર. છાત્રો, મહિલાકર્મી, ગૃહિણી તથા નિવૃતો માટે સાનુકૂળ સપ્તાહ. 19 ઓગસ્ટ સામાન્ય રહેશે.

ધન

009 1

આ સપ્તાહ  દરમ્યાન ભાગદોડ સાથે  હળવાં લાભ મળવાંનાં સંયોગો.  શેર બજાર તથા કોમોડીટીનાં જાતકો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે.  ગ્રેઈન મર્ચંટ, તથા જથ્થા બંધ વ્યાપારી જાતકો માટે વિશેષ લાભકર્તા. મોટા ઉદ્યોગ- વ્યાપાર કે વણિજ ક્ષેત્રનાં જાતકો માટે  પણ  આ સપ્તાહ આર્થિક રીતે ફાયદાકારક જણાશે. અધૂરા કે ટલ્લે ચડેલાં સરકારી કામકાજ પુરા થવાંનાં સંયોગો. આ સપ્તાહે  સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં સંયોગો.  અર્ધ સરકારી તથા ખાનગી  ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયી નિવડશે.  પરિવાર સાથે  ધાર્મિક યાત્રાના અવસરો. યુવાવર્ગ, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ. 15 તથા 19 ઓગસ્ટ સરેરાશ રહેશે.

મકર

010 1

હ્યુજ  મેગા  પ્રોજેકટ્સ મોટાં ઔદ્યોગિક કે વર્કશોપ પ્રકારનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ વ્યસ્ત તથા ફાયદા કારક નિવડશે. શેર, સટ્ટો, કોમોડીટીનાં જાતકો માટે હજુ આ સપ્તાહ પણ અતિ સામન્ય જણાશે. અન્ય ઔદ્યોગિક એકમનાં જાતકો તેમજ તમામ વ્યાપાર–વ્યવસાય એકમનાં જાતકો માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત,તથા સાનુકૂળ નિવડશે. છુટક વ્યાપારી તથા મધ્યમ વર્ગનાં જાતક માટે લાભકારી સપ્તાહ. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે  સપ્તાહ સાનુકૂળ સપ્તાહ. વિદ્યાર્થીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ મહિલા કર્મીઓ માટે સાનુકૂળ સપ્તાહ. 15 ઓગસ્ટ દિવસ સામાન્ય રહેશે.  (પન્નોતિનો ઉપાય પરિશ્રમિકોને પૂરતું વળતર આપવું)’

કુંભ

The-Future-Of-The-Weekly-Zodiac

રાજકીય તેમજ જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલ પ્રસિદ્ધ વ્યક્તિઓ માટે આ  સપ્તાહ  હળવું પ્રતિકૂળ નિવડશે.  શનિપ્રધાન સંત, મહંતો, કથાકારો, સાહિત્યકારો, ફિલ્મી કલાકારો એ વિશેષ કાળજી રાખવી. અન્યથા વાયરલ થવાંનાં સંયોગો. તમામ કદનાં ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજનાં તમામ એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ તથા વ્યસ્ત નિવડશે.  સરકારી તથા અર્ધ સરકારી ક્ષેત્રનાં જાતકો માટે પ્રતિકૂળ સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સામાન્ય નિવડશે.  સગાંઓ દ્વારા સાથ સહકારનાં સંયોગો. યુવાવર્ગ, નિવૃતો, છાત્રો તથા ગૃહિણીઓ, મહિલા કર્મીઓ, પરિશ્રમી કે ઉદ્યમીઓ માટે  લાભદાયક  સપ્તાહ.  19 ઓગસ્ટ ખુબ લાભદાયી જણાશે.  (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

મીન

012 1

કોમોડીટી, વાયદાબજારનાં જાતકો માટે સરેરાશ સપ્તાહ. નાનાં મોટા તમામ ઉદ્યોગ- વ્યાપાર- વણિજ એકમનાં  જાતકો માટે ફાયદાકારક તથા પ્રગતિકારક સપ્તાહ. શૈક્ષણિક સંસ્થા તથા સેવાકીય સંસ્થા સાથે જોડાયેલ જાતકો માટે આ  સપ્તાહ લાભકારી રહેશે.   આ સપ્તાહ દરમ્યાન સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી એવમ બદલીનાં સંયોગો.  અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે વ્યસ્ત તથા સાનુકૂળ સપ્તાહ. કુટુંબીજનો સાથે થયેલ વિખવાદો સુખદ અંત. ધંધા વ્યવસાય હેતુ લાંબા પ્રવાસ થવાંનાં સંયોગો. યુવાવર્ગો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ પણ શ્રેષ્ઠ રહેશે. 15,18 ઓગસ્ટ અર્ધ-સામાન્ય નિવડશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.