Abtak Media Google News

મેષ

The-Future-Of-The-Weekly-Zodiac

કોટન તથા તેમાંથી બનતા રેડીમેડ ગારમેન્ટસ સંબંધિત તમામ ઔદ્યોગિક એવમ વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી. મશીનરીઝ ઉદ્યોગ સમેત મોટા ઉદ્યોગ- વ્યાપાર- વણિજ ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ  લાભદાયક નીવડશે. અન્ય વ્યાપારી એકમના જાતકો માટે ન નફો નુકસાન વાળું સપ્તાહ. સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીના સંયોગો. અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ સાનુકૂળ રહેશે.  કુટુંબીજનો સાથે થયેલા વિખવાદો સુખદ અંત. વ્યવસાય હેતુ પ્રવાસ થવાના સંયોગો. યુવાવર્ગ, મહિલા કર્મી, છાત્ર તથા ગૃહિણી  માટે આ સપ્તાહ ઉત્તમ રહેશે. 29 તથા 31 જાન્યુઆરી મધ્યમ નીવડશે.

વૃષભ

The-Future-Of-The-Weekly-Zodiac

ઍડર્વટાઈઝ એજન્સીઝના, તેમજ મેનેજમેંટ/ફાઈનાંસ રીલેટેડ ક્ધસલ્ટીંગ ફર્મસનાં જાતકો માટે દોડધામ વાળું સપ્તાહ. જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ અને લાભકારી સપ્તાહ. ખાદ્ય તેલના ઔદ્યોગિક-વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. જથ્થાબંધ વ્યાપારી માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. અન્ય ઔદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપારી એકમનાં જાતકો માટે સાનુકૂળ સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓ, નિવૃત્તો તથા ગૃહિણીઓ, મહિલા કર્મી માટે આ સપ્તાહ હળવું લાભકારક રહેશે. 2 તથા 3 ફેબ્રુઆરી સાધારણ જણાશે.

મિથુન

The-Future-Of-The-Weekly-Zodiac

સગા સંબંધીઓ સાથેના વણસેલાં સંબંધોમાં સુમેળ સધાવાનાં સંયોગો. નવા ટુ-ફોર વ્હીલર જેવા ફેમિલી વાહનોની ખરીદીનાં શુભાવસર. પિત્ત પ્રકૃતિ વાળા જાતકોએ વિશેષ કાળજી રાખવી. રેસ્ટોરાં, હોટલ તથા ટ્રાવેલ એજન્સીના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. નાનાં નાનાં ઔદ્યોગિક એકમનાં જાતકો તેમજ જથ્થાબંધ વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ થોડું પ્રતિકૂળ નીવડશે. સરકારી કર્મચારી માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. ખાનગી નોકરીયાત માટે આ સપ્તાહ હળવું સાનુકૂળ રહેશે. ઉચ્ચાભ્યાસ કરતા છાત્રો, નિવૃત્તો તથા ગૃહિણીઓ, મહિલા કર્મીઓ માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે. 1 ત્થા 3 ફેબ્રુઆરી સામાન્ય રહેશે.

કર્ક

004 1

સર્વિસ બિઝનેસના જાતકો માટે પ્રવાસ વાળું સપ્તાહ. સ્વગૃહી ત્થા ઉચ્ચસ્થ શુક્ર વાળા જાતકો આ સપ્તાહે અનેક પ્રકારે લાભ મળવાની સંભાવના. સાથે અવૈધ સંબંધોથી સાચવવું. તમામ પ્રકારની સરકારી વિદ્યાલય તેમજ ખાનગી વિદ્યાલય સાથે સંલગ્ન શિક્ષકો તેમજ અન્ય કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. ઔદ્યોગિક તથા વ્યાપાર-વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું સાનુકૂળ નીવડશે. નાના વ્યાપાર વણિજ તથા છુટક વ્યાપાર કે ફેરી કરતા જાતકો માટે હળવું લાભદાયી સપ્તાહ. સરકારી તથા ખાનગી કર્મચારીઓ માટે લાભદાયી સપ્તાહ. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃત્તો માટે ઉતમ સપ્તાહ. 1 ફેબ્રુઆરી અર્ધ-મધ્યમ રહેશે.

સિંહ

The-Future-Of-The-Weekly-Zodiac

કલા તથા કારીગરી ક્ષેત્રના જાતકો માટે પુષ્કળ લાભકારક સપ્તાહ. સૌંદર્ય પ્રસાધન તથા તેને સંબંધિત તમામ ઔદ્યોગિક તથા વ્યાપારી એકમોનાં જાતકો માટે આ સપ્તાહ તેજીલું અને ફાયદાકારક  જોવા મળશે. અન્ય ઔદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક જણાશે. રીટેઈલર્સ માટે આ સપ્તાહ ખુબ જ સાનુકૂળ નીવડશે. સર્વિસ બિઝનેસના જાતકો માટે આ સપ્તાહ ખૂબ જ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ એવમ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ આ સપ્તાહ લાભદાયક નીવડશે. પરિવારમાં સુમેળ યથાવત. ગૃહિણીઓ, નિવૃત્તો તથા વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ લાભદાયક રહેશે. 2 ફેબ્રુઆરી મધ્યમ જણાશે.

કન્યા

The-Future-Of-The-Weekly-Zodiac

ફળફળાદી તથા લીલાં કે ફ્રોઝન શાકભાજી, પેકીંગ ફૂડ, કેનિંગ ફૂડ તથા ફાસ્ટ ફૂડ તથા ડેરી ઉદ્યોગ સંબંધિત, કૃષિ સંબંધિત ધંધા, વ્યવસાયના જાતકો માટે લાભદાયી સપ્તાહ. જવલનશીલ ઉત્પાદના ઔદ્યોગિક-વ્યાપારી એકમનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ.અન્ય, ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે અણધાર્યા લાભ થવાના સંયોગો, મધ્યમ કદના વ્યાપાર વણિજ તથા સર્વિસ બિઝનેસ ધરાવતા જાતકો માટે હળવું લાભકારી સપ્તાહ. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયી. પરિવાર તરફથી સહકારના સંયોગો, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા છાત્રો માટે લાભદાયી સપ્તાહ. 30, 31 જાન્યુઆરી સામાન્ય જણાશે.

તુલા

The-Future-Of-The-Weekly-Zodiac

અવૈધ સંબંધો તથા આવેગ અને ઉતાવળ પર કાબુ રાખવો, નહીં તો વાયરલ થવાંના સંયોગો. શેર બજાર તથા સટ્ટા બજારના જાતકો માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ રહેશે. મોટા ઔદ્યોગિક એકમના જાતકો તથા જથ્થાબંધ વાણિજયના એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ તથા ભાગદોડ વાળું રહેશે. ધંધા ઉદ્યોગમાં નવી તકો  મળવાની પણ સંભાવનાઓ. સરકારી કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ જણાશે, સાથે નિલંબનના પણ સંયોગો બને છે. સગા, કુટુંબીઓ સાથે સુમેળ સધાશે,સાથ સહકાર પણ મળશે. છાત્રો, મહિલા-કર્મીઓ, ગૃહિણી તથા નિવૃત્તો માટે હળવું લાભદાયક સપ્તાહ. 30 જાન્યુ. તથા 3 ફેબ. સાધારણ રહેશે.

વૃશ્ચિક 

The-Future-Of-The-Weekly-Zodiac-8

પ્રવાહી પેય તેમજ રસાયણિક દ્રવ્યોના ઉત્પાદક તેમજ આયુર્વેદિક ફાર્મસીના જાતકો તથા જથ્થા બંધ વ્યાપારી તથા વિક્રેતા માટે ખૂબ જ લાભકારક સપ્તાહ. આ સિવાયના તમામ મોટા ઔદ્યોગિક એકમના જાતકો તથા નાના મોટા તમામ વ્યાપાર -વણિજના એકમોના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકર્તા નીવડશે. સરકારી કર્મચારીઓ તથા ખાનગી શૈક્ષણિક એકમ સાથે જોડાયેલ તમામ જાતકો માટે સાનુકૂળ સપ્તાહ. સર્વિસ તથા ક્ધસલ્ટીંગ બિઝનેસના જાતકો માટે ઉતમ સપ્તાહ. ખાનગી કર્મચારીઓ એવમ સરકારી કર્મચારીઓ માટે સાનુકૂળ સપ્તાહ. મહિલા કર્મીઓ, નિવૃત્તો, ગૃહિણીઓ, સંતાનો, છાત્રો માટે લાભદાયી સપ્તાહ. પ્રથમ ફેબ્રુઆરી જ સામાન્ય રહેશે.

ધન

009 1

નાનાં મશીનરીઝ ઔદ્યોગિક એકમનાં જાતકો માટે લાભકારી સપ્તાહ. મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો માટે સાનુકૂળ સપ્તાહ. ધંધા ઉદ્યોગમાં અણધાર્યો લાભ થવાના સંયોગો. સ્ટેશનરી સંબંધિત જથ્થાબંધ વેપારના જાતકો માટે આ સપ્તાહ ચડાવઉતાર વાળુ જણાશે. આ સિવાયના તમામ વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. સંયોગો. સર્વિસ બિઝનેસના જાતકો માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. રેવન્યુ વિભાગના કર્મચારીઓ, તલાટીઓ તથા ખાનગી એકમનાં કર્મચારીઓ માટે મધ્યમ સપ્તાહ. ઉચ્ચાભ્યાસુ છાત્રો, મહિલા કર્મીઓ, નિવૃત્તો તથા ગૃહિણીઓ માટે સાનુકૂળ સપ્તાહ. 31 જાન્યુઆરી 3 ફેબ્રુઆરી સાધારણ રહેશ

મકર

010 1

ખાનગી એકાઉંટ ક્ષેત્ર તથા વિમા એજન્સીઝ, તેમજ ખાનગી બેંકિંગ એજન્સીઝ કે એકમના જાતકો માટે ચડાવ ઉતાર વાળુ સપ્તાહ. ખાનગી શૈક્ષણિક એકમ તથા સરકારી શૈક્ષણિક સંસ્થાના જાતકો માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે. નાનાં ઔદ્યોગિક એકમ તથા મધ્યમ કદના વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા સરકારી કર્મચારી માટે અર્ધ લાભદાયી સપ્તાહ. કુટુંબમાં વ્યર્થ બાબતથી હળવો કંકાસ થવાના સંયોગો. મૈત્રી તથા બહારી સંબંધોમાં સાચવવું, મહિલા-કર્મીઓ, ગૃહિણીઓ તથા નિવૃત્ત, છાત્રો માટે લાભકર્તા સપ્તાહ. 31 જાન્યુ. 1 ફેબ. સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

The-Future-Of-The-Weekly-Zodiac

અલિપ્ત ભાવે લેખાજોખા સાથે આત્મઅન્વેષણ, સ્વાધ્યાય પણ કરાવશે. સાથે, અનેક પ્રકારે લાભ પણ કરાવશે. ઉદ્યોગ તથા વ્યાપાર-વણિજના જાતકો માટે આ સપ્તાહ બહુ જ લાભદાયક નીવડશે. સર્વિસ બિઝનેસના જાતકો માટે અતિ લાભકારી સપ્તાહ રહેશે. સાથે નવી અનેક તકો સાંપડશે. બેરોજગારો માટે નોકરીના શુભાવસરો. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ જણાશે સાથે બદલી-બઢતીના પણ સંયોગો. પરિવાર સાથે ધાર્મિક પ્રવાસ કરવાના સંયોગો. ઉચ્ચાભ્યાસુ વિદ્યાર્થીઓ, ગૃહિણી, મહિલા કર્મી તથા નિવૃત્તો માટે આ સપ્તાહ લાભદાયી જણાશે. 4 ફેબ્રુઆરી અર્ધ સાધારણ રહેશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

મીન

012 1

ધંધા વ્યવસાયના કામકાજ અર્થે ઘણી દોડધામ રહે સાથે બહારના રાજ્યમાં પ્રવાસ થાય તેવા સંયોગો. રાજકીય વ્યક્તિઓ તથા વહીવટી તંત્ર સાથે જોડાયેલ તમામ વર્ગ માટે મધ્યમ સપ્તાહ. ખાનગી શૈક્ષણિક એકમના જાતકો માટે આ સપ્તાહ  સાનુકૂળ નીવડશે સાથે નવી તક મળવાનાં સંયોગો. નાનાં ઔધોગિક એકમના જાતકો તથા તમામ પ્રકારના વ્યાપારી વર્ગના જાતકો માટે આ સપ્તાહ  સાનુકૂળ રહેશે.  ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ તથા સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે અર્ધ પ્રતિકૂળ સપ્તાહ. નિવૃત્તો તથા મહિલા કર્મીઓ, ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ સપ્તાહ. પ્રથમ ફેબ્રુઆરી મધ્યમ નીવડશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.