Abtak Media Google News

મેષ

The-Future-Of-The-Weekly-Zodiac

બેંકીગ સ્ટાફ, નાણાકીય સલાહકાર, વીમા એજન્ટ્સ/ઓફિસર્સ, ખાનગી એકાઉન્ટ ફર્મ ઈત્યાદી નાં જાતકો માટે આ સપ્તાહ  હળવું પ્રતિકૂળ જણાશે, ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ  ભાગ દોડ વાળું તથા હળવું સાનુકૂળ નીવડશે.  વ્યાપાર વણિજ ક્ષેત્રે છૂટક વ્યાપારના તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું  લાભકારક જણાશે.  અન્ય વ્યાપારીઓ માટે આ સપ્તાહ ભાગ દોડ વાળું તથા સરેરાશ જણાશે.  સર્વિસ બિઝનેસના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. સરકારી કર્મચારી માટે મધ્યમ સપ્તાહ,  બદલી બઢતીના સંયોગો. ખાનગી નોકરીયાત માટે સારુ સપ્તાહ.  મેડીકલ છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે સાનુકૂળ સપ્તાહ.  2, 3 ડિસે.  સામાન્ય રહેશે.

વૃષભ

The-Future-Of-The-Weekly-Zodiac

સેલેબલ પર્શન તથા જાહેર ક્ષેત્રની વ્યક્તિ માટે મધ્યમ સપ્તાહ.  કુરિયર એકમનાં જાતકો માટે અતિ લાભદાયી સપ્તાહ. કાગળ, તમામ પ્રકારની પ્રિન્ટ, તથા પ્રકાશન એકમનાં જાતકો એવમ  સ્ટેશનરી સંબંધિત  ઉદ્યોગ તથા વ્યાપારના  જાતકો માટે આ સપ્તાહ અતિ લાભકારક નીવડશે. આ સિવાયના ઔદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે.  સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  આ સપ્તાહ દરમિયાન  પણ  પરિવાર જનો  કે સગાં સાથે  હળવાં વાદ વિવાદના સંયોગો બને છે.  નિવૃત તથા ગૃહસ્થી, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. 29 નવે, 3 ડિસે. સામાન્ય નીવડશે

મિથુન

The-Future-Of-The-Weekly-Zodiac

પેપર વેસ્ટ એવમ ધાતુનાં સ્ક્રેપ એકમના જાતકો માટે આ સપ્તાહ અતિ લાભદાયક  નીવડશે. દરેક પ્રકારની એડવર્ટાઈઝમેન્ટ એકમનાં જાતકો લાભદાયક સપ્તાહ.  મોટા કદનાં ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. નાનાં ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારી. જથ્થાબંધ વ્યાપાર સાથે જોડાયેલ વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. નાનાં એવમ છૂટક વ્યાપારી માટે આ સપ્તાહ પણ લાભદાયી નીવડશે. સરકારી કર્મચારીઓ તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે આ  સપ્તાહ હળવું લાભદાયી નીવડશે.   છાત્રો, નિવૃતો તથા મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે સરેરાશ સપ્તાહ.  30 નવે, 2 ડિસે. સાધારણ રહેશે.

કર્ક

004 1

સ્વગૃહી + ઊચ્ચસ્થ ગુરુ વાળા તમામ જાતકો માટે અતિ લાભકારી સપ્તાહ. સાથે આકસ્મિક લાભ થવાની સંભાવના. કોમોડીટી, શેરબજાર કે સટ્ટાના જાતકો માટે પ્રતિકૂળ સપ્તાહ. મોટા ઉદ્યોગ- વ્યાપાર- વણિજ ક્ષેત્રનાં  જાતકો માટે આ સપ્તાહ  ગતિકારક તથા પ્રગતિકારક નીવડશે. ખાનગી શૈક્ષણિક સંસ્થાના જાતકો માટે આ સાનુકૂળ સપ્તાહ આ સપ્તાહે પણ સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીના સંયોગો.  અર્ધ સરકારી તથા ખાનગી  ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સામાન્ય જણાશે.  કુટુંબીજનો તરફથી અણધાર્યો સાથ સહકાર મળવાનાં સંયોગો.  યુવાવર્ગ, મહિલા કર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ લાભદાયક રહેશે.  3 ડિસે. અર્ધ-સામાન્ય નીવડશે.

સિંહ

The-Future-Of-The-Weekly-Zodiac

સ્વગૃહી સૂર્ય મંગળ તેમજ સ્વગૃહી ગુરુ વાળા જાતકો માટે લાભકારી સપ્તાહ. આ સપ્તાહ  દરમિયાન ધંધા વ્યવસાયમાં  અણધાર્યા લાભ થવાની શક્યતા.   ફેબ્રીક, રેડીમેડ ગારમેન્ટ તથા ફેશન રીલેટેડ ઔદ્યોગિક -વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  અન્ય ઔદ્યોગિક, વ્યાપાર વાણિજ્ય નો એકમનાં જાતકો માટે સાનુકૂળ સપ્તાહ. રિયાલ્ટી ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ અતિ પ્રતિકૂળ રહેશે. સરકારી  તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે હળવાં લાભ વાળું સપ્તાહ રહેશે.   કુટુંબ પરિવારમાં  હળવાં મનદુ:ખ જણાશે.  ધાર્મિક ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. 27 તથા 30 નવે. અતિ લાભદાયક નીવડશે.

કન્યા

The-Future-Of-The-Weekly-Zodiac

શીપીંગ એકમ તેમજ  ફિશીંગ એકમનાં તથા મરીન એન્જીનીયરીંગના એકમનાં  જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  અગ્નિ સંબંધિત ફૂડ  બેવરેજીસના જાતકો માટે આ સપ્તાહ સરેરાશ જણાશે.  બનાવટી તથા સુવર્ણ રત્નાભૂષણના વ્યાપાર કે ઉત્પાદન સાથે સંકળાયેલ તમામ જાતકો માટે આ  સપ્તાહ  સાનુકૂળ નીવડશે. અન્ય ઔદ્યોગિક તથા વ્યાપારી એકમનાં  જાતકો  માટે આ સપ્તાહ હળવુ લાભકારી રહેશે.  સરકારી તથા અર્ધ સરકારી કર્મચારી માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ઉતમ સપ્તાહ. ઉચ્ચાભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને સંતાનો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  2, 3 ડિસેમ્બર સામાન્ય નીવડશે

તુલા

The-Future-Of-The-Weekly-Zodiac

કેમિકલ્સ એકમનાં જાતકો ત્થા ફાર્માકેમિક્લ્સ એકમનાં જાતકો માટે લાભદાયક  સપ્તાહ. મેટલ પાર્ટસના ઉત્પાદકો  તથા વ્યાપારી માટે આ સપ્તાહ પણ ફાયદાકારક નીવડશે.   ખાનગી શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી કે માલિક માટે  સામાન્ય સપ્તાહ. પબ્લિક ટ્રાન્સ્પોર્ટેશન્સ, ટ્રાવેલ્સના તમામ જાતકો માટે લાભકારી સપ્તાહ. વ્યાપાર વણિજના જાતકો માટે સાનુકૂળ સપ્તાહ. વ્યવસાયિક કલા કે પરામર્શ વ્યવસાયના જાતકો માટે  લાભદાયક સપ્તાહ રહેશે. સરકારી ક્ષેત્ર તથા અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારી માટે હળવો સમય.  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ઉતમ સપ્તાહ.  વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને વર્કિંગ વુમન માટે સાનુકૂળ સપ્તાહ. 28 નવે,  તથા 3 ડિસે સાધારણ જણાશે.

વૃશ્ચિક 

The-Future-Of-The-Weekly-Zodiac-8

ગૃહ ઉદ્યોગ તેમજ  નાના ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ તથા લાભકારી નીવડશે,  સાથે ધંધા માટે નવા અવસરોના સંયોગો સાંપડશે.   જથ્થાબંધ વ્યાપાર તેમજ દેશ-વિદેશ વ્યાપાર વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  કઠોર પરિશ્રમ વાળા ધંધા વ્યાપાર માટે આ સપ્તાહ ખૂબ ફાયદાકારક રહેશે.  ગોથે ચડી ગયેલા કામકાજને યોગ્ય દિશા મળશે. માતા-પિતા સાથે હળવા મતભેદની સંભાવના. સરકારી કર્મચારીઓએ આ સપ્તાહે કાળજી લેવી. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ઠીકઠીક સપ્તાહ. નિવૃતો, ગૃહિણી તથા મહિલા કર્મચારીઓ માટે  સાનુકૂળ સપ્તાહ.  28, 29 નવેમ્બર સામાન્ય રહેશે

ધન

009 1

કેંદ્રાધિદોષ ત્થા  સ્વગૃહી ગુરુ વાળા જાતકો માટે આ સપ્તાહ  લાભદાયી નીવડશે.  આ સપ્તાહ દરમિયાન અનેક પ્રકારના .લાભ મળવાની સાથોસાથ વ્યયના સંયોગો પણ એટલા જ દેખાય છે,  આથી, યથામતિ નિર્ણય લઈ વહીવટ કરવો. ઔદ્યોગિક તેમજ વ્યાપાર વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  કોમોડીટી તથા રિયાલ્ટી ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે પ્રતિકૂળ સપ્તાહ. મહિલા કર્મચારીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા છાત્રો માટે આ સપ્તાહ પણ ફાયદાકારક નીવડશે. 29, 30  નવેમ્બર  લાભદાયક નીવડશે.

મકર

010 1

આ સપ્તાહે પન્નોતિનો  દુ:પ્રભાવ જોવા મળશે, આથી આ સપ્તાહે, વાણી એવમ વહીવટ અને વિલાસ પર સંયમ રાખવો. જાહેર ક્ષેત્રની સેલેબલ વ્યક્તિઓએ વિશેષ કાળજી રાખવી. નવો બિઝનેસ શરૂ કરવા માટે પ્રતિકૂળ સપ્તાહ.  ઔદ્યોગિક તેમજ વ્યાપાર વાણિજ્યના તમામ એકમના જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકૂળ તથા લાભકારી  નીવડશે.  હેવી-હ્યુજ મશીનરીઝ કે હેવી વ્હીકલ્સ કે જાયંટ કોન્ટ્રાકટ કંપનીનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી જણાશે.  સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મી માટે આ સપ્તાહ સામાન્ય જણાશે. પરિવાર તથા સ્નેહીઓ વચ્ચે સંવાદિતા જળવાશે. 1 તથા 2 ડિસેમ્બર મધ્યમ રહેશે. (પન્નોતિનો ઉપાય પરિશ્રમિકોને પૂરતું વળતર આપવું)

કુંભ

The-Future-Of-The-Weekly-Zodiac

અગ્નિ સંબંધિત કે પછી આગ્નેય ક્રિયા–પ્રક્રિયા ધરાવતી તમામ મશીનરીઝ એવમ તેના પ્રત્યેક પાર્ટ્સનાં ઔદ્યોગિક એકમ વાળા જાતકો લાભકારી સપ્તાહ. કેમિકલ તથા ફાર્મા કેમિકલ્સ એકમના જાતકો માટે પ્રતિકૂળ સપ્તાહ હોતા સંભાળ રાખવી. શેરબજાર કોમોડિટી માટે પ્રતિકૂળ સપ્તાહ. અન્ય, ઔદ્યોગિક તથા વ્યાપાર વાણિજ્ય ના જાતકો માટે સંઘર્ષપૂર્ણ સપ્તાહ રહેશે.  સરકારી કર્મચારી વર્ગ માટે બરતરફી અથવા વિવાદનાં સંયોગો. અર્ધ સરકારી તથા ખાનગી  ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે.  મહિલા કર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે સાનુકૂળ સપ્તાહ. 29, 30 નવેમ્બર સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

મીન

012 1

નાના મોટા તમામ ઔદ્યોગિક એકમના તમામ જાતકો માટે સાનુકૂળ સપ્તાહ.  ગ્રેઈન અને ગ્રોસરી મર્ચંટ માટે  સાનુકૂળ  સપ્તાહ.  માટી, ક્રોકરી, સીરેમીકસ, સમેત બિલ્ડીંગ મટીરીયલ્સના વ્યાપાર- વાણિજ્ય ક્ષેત્રના જાતકો  માટે આ સપ્તાહ ખૂબ લાભકારી નીવડશે.  ફેશન, ફેબ્રીક   કોસ્મેટિક  ઉદ્યોગ વ્યાપારના જાતકો  માટે સરેરાશ સપ્તાહ.  સરકારી કર્મચારીઓ માટે સારું સપ્તાહ. અર્ધ સરકારી તથા ખાનગી  ક્ષેત્રના કર્મચારીઓ માટે સામાન્ય સપ્તાહ. મધ્યમ વર્ગના જાતકો માટે ખૂબ લાભકારી સપ્તાહ. પરિવારમાં સુમેળ જણાશે.  છાત્રો, મહિલા કર્મીઓ  તથા ગૃહિણી વર્ગ માટે સારું સપ્તાહ. 3 ડિસેમ્બર સાધારણ  રહેશે.(પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.