સાપ્તાહિક રાશિ ભવિષ્ય

મેષ

સખત પરિશ્રમ કરનાર જાતકો, કારીગર વર્ગ માટે  આ સપ્તાહ  કામકાજથી વ્યસ્ત રાખનારું તેમજ લાભદાયક નીવડશે.  આ સપ્તાહ દરમ્યાન    આવકના  નવા નવા સ્ત્રોત મળવાનાં સંયોગો.  જુના કરજ કે લોનમાંથી મુક્ત થવાંના ત્થા ઉઘરાણી પાકવાનાં પણ સંયોગો.  ઉતાવળીયા લોકોએ થોડી ધીરજ રાખવી. ઔદ્યોગિક એકમ તથા  વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે  આ સપ્તાહ લાભદાયી પરંતુ ભાગદોડ વાળું  નીવડશે.  સરકારી ખાતાંનાં તમામ કર્મચારી વર્ગ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે  આ સપ્તાહ હળવું ફાયદાકારક  નીવડશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારું રહેશે.  ૧૧ તથા ૧૪ નવેમ્બર સામાન્ય રહેશે.

વૃષભ

આ રાશિનાં સર્વે જાતકો માટે આ સપ્તાહ  ધરપતવાળું  તેમજ બહુ લાભદાયક નીવડશે.  લેણી રકમ તથા જુની ઉઘરાણી પાકશે ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ ક્ષેત્રના તમામ જાતકો માટે આ સપ્તાહ ખુબજ લાભકારક નીવડશે. છુટક કે નાનાં વ્યાપાર તથા ફેરી કરતાં તમામ વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ  ફાયદાકારક નીવડશે. સરકારી ક્ષેત્રનાં તમામ કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે સાથોસાથ પ્રમોશનનાં સંયોગો પણ જણાય છે.  ખાનગી ક્ષેત્રના કર્મચારી આ સપ્તાહ લાભદાયક ત્થા સાનુકુળ નીવડશે. ધંધા વ્યવસાય હેતું સ્થળાંતર તથા પ્રવાસ થવાંની સંભાવનાઓ. સગાં તેમજ સ્નેહી તરફથી સાથ સહકાર યથાવત રહેશે.  મહિલા કર્મીઓ માટે આ સપ્તાહ લાભદાયક જણાશે. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે આ  આખું સપ્તાહ સાનુકુળ નીવડશે.

મિથુન

સર્વિગ બિઝનેશ તથા વિવિધ પ્રકારની ક્ધસ્લ્ટીંગ ફર્મસનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  વિજળી તથા અગ્નિ, કોલસો, તથા પ્રવાહી જવલનશીલ પદાર્થો સંબંધિત ઓદ્યોગિક એકમ તેમજ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહે પણ લાભદાયી નીવડશે. જથ્થાબંધ વ્યાપારી માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો તથા  વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ  તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ  માટે આ  સપ્તાહ સાનુકુળ રહેશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ  હળવું હળવું ફાયદાકારક નીવડશે.   ૧૨ તથા  ૧૩ નવેમ્બ૨નાં દિવસો સાધારણ જણાશે.

કર્ક

કેમિક્લ્સ તથા વિલાયતી તથા હર્બલ ફાર્માસ્યુટીક્લ્સનાં જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ વાળું તથા આંશિક લાભદાયક નીવડશે.   ઓટોમોબાઈલ્સ સ્પેરપાર્ટ્સનાં ઓદ્યોગિક ત્થા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે. અન્ય ઉદ્યોગ- વ્યાપાર-વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી જણાશે.  નાનાં તથા છુટક, ફેરી કરતાં વ્યાપારી માટે આ સપ્તાહ ફાયદાકરક નીવડશે.  સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ  ખાનગી ક્ષેત્રના  તમામ વર્ગના કર્મચારીઓ માટે  આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે.  જીવનમાં સંવાદિતા તથા સુમેળતામાં વધારો થવાંનાં સંયોગો. નિવૃતો, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  ૧૧ તથા ૧૪ નવેમ્બર નાં દિવસો સાધારણ નીવડશે.

સિંહ

પેટ્રોલિયમ ઉત્પાદ તેમજ  ઈલેક્ટ્રીસીટી સંબંધિત ઉત્પાદનાં ઓદ્યોગિક તથા વાણિજ્યક એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક તો જણાશે સાથોસાથ દોડધામ પણ રહેશે.  અન્ય ઔદ્યોગિક એકમ તથા  વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ હળવુ  હળવું લાભદાયક નીવડશે.  શેર બજાર તથા અવૈધ શેર સટ્ટાનાં જાતકો માટે આ સપ્તાહ પ્રતિકુળ નીવડશે. સરકારી ક્ષેત્રનાં તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ  સરેરાશ  નીવડશે.  કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ બરકરાર રહેશે.   મહિલા કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. ઊચ્ચાભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ,  ગૃહિણીઓ તથા નિવૃત માટે આ સપ્તાહ  હળવુ લાભદાયી નીવડશે.  ૯ તથા ૧૨ નવેમ્બર નાં દિવસો  મધ્યમ રહેશે.

કન્યા

ફેબ્રીક ક્ષેત્રે ખાસ કરીને પોલી ક્લોથ્સ  તથા  રેડીમેડ ગાર્મેંટ્સ ફેશન એસેસરીઝ સંબંધિત તમામ નાના મોટાં ઓદ્યોગિક તથા વ્યાપારી એકમના જાતકો માટે, આ સપ્તાહ લાભદાયક નીવડશે. પ્લાસ્ટીક મટીરીયલ્સનાં ઉત્પાદકો માટે આ સપ્તાહ ફાયદાકારી રહેશે.  અન્ય ઓદ્યોગિક તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. ખાનગી શૈક્ષણિક સંસ્થાનાં માલિકો માટે આ સપ્તાહ મધ્યમ કે પ્રતિકુળ રહેવાંનાં સંયોગો.   સરકારી કર્મચારી માટે આ સપ્તાહ  સરેરાશ તથા અતિ કામકાજ વાળું રહેશે.   ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળતા વાળું રહેશે.  પરિવાર સાથે હળવા વિખવાદ થવાંનાં સંયોગો. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે સાનુકુળ સપ્તાહ ૯ ત્થા ૧૦ નવેમ્બર સામાન્ય રહેશે.

તુલા

જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ તથા સેલેબલ જાતકો માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ નીવડશે. આથી વિશેષ કાળજી રાખવી. આડા અવળા સંબંધો કે વહિવટ વાળા જાતકોએ ખાસ સંભાળવું  આ સિવાયનાં તમામ જાતકો માટે આ સપ્તાહ પણ  ધરપતવાળું ત્થા બરકતવાળું રહેશે,  ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ ક્ષેત્રના તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. છુટક વ્યાપાર તથા ફેરી કરતાં વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહે બઢતીનાં સંયોગો.  ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  સગાંસ્નેહીઓ  તરફથી સાથ સહકાર અકબંધ.  મહિલા કર્મીઓ માટે આ સપ્તાહ બહુ લાભદાયક જણાશે. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે સાનુકુળ સપ્તાહ.

વૃશ્ચિક  

ઊચસ્થ મંગળ તથા, અગ્નિ તત્વની રાશિનાં મંગળ વાળા જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. ઉતાવળ પર કાબુ રાખી, અધુરા કામ પુરા કરવાં. જુની ઉઘરાણી પાકવાંનાં સંયોગો. ઓદ્યોગિક એકમનાં જાતકો  તથા જથ્થાબંધ વ્યાપાર-વણિજના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે.  સરકારી કર્મચારીઓ, પોલીસ કર્મી માટે આ સપ્તાહ હળવુ પ્રતિકુળ તથા દોડધામ વાળું નીવડશે સાથોસાથ  ખાનગી ક્ષેત્રેના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે.  સગાં તથા સ્નેહી સાથે નાની નાની ગેરસમજ થઈ જવાંની સંભાવનાઓ. અંગત મિત્રો તરફથી હળવો સહકાર મળશે.  યુવાવર્ગ માટે થોડો પરિશ્રમ વાળો સમયગાળો,  મહિલા કર્મચારીઓ, ગૃહિણી તથા નિવૃતો માટે સાનુકુળ સપ્તાહ. ૧૧ તથા ૧૨ નવેમ્બર સામાન્ય જણાશે.

ધન

આ સપ્તાહ દરમ્યાન  હૈયા નિરાંત તથા માનસિક શાંતિ વળવાની સંભાવનાઓ.  દરેક પ્રકારના ઔદ્યોગિક એકમ તથા મોટા વ્યાપાર વણિજ કે જથ્થાબંધ માલના વ્યાપારીના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. પરિશ્રમ વાળા કોઈ પણ એકમના જાતકો ફાયદો થશે. જુની ઉઘરાણી કે લેણી રકમ પાકવાની સંભાવના, તેમજ  ટલ્લે ચડી ગયેલાં  ધધાકીય કામ કાજનો નીવેડો આવવાંની  સંભાવના. સરકારી કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારઓ માટે આ સપ્તાહ હળવુ સાનુકુળ નીવડવાની સંભાવના.  મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો માટે હળવું ચડાવ ઉતાર વાળુ સપ્તાહ. ૯ તથા ૧૪ નવેમ્બર  મધ્યમ રહેશે.  (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર

આ સપ્તાહ દરમ્યાન  નવા કામકાજ હાથમાં ન લેવાં, અગત્યનાં નિર્ણયોને શકય હોય તો આ એક સપ્તાહ માટે મુલતવી રાખવાં.  લાલચ, તથા ઉતાવળ પર ખાસ કાબુ રાખવો. નાના ગૃહોદ્યોગ ત્થા નાનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે.  છુટક તથા નાના, કે ફેરી વ્યાપાર વણિજનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે.  ખાનગી ક્ષેત્રનાં તથા સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ અર્ધ પ્રતિકુળ નીવડશે. નોકરીમાં વિશેષ કાળજી રાખવી.  મહિલા કર્મીઓ નિવૃતો તથા ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ આરામદાયક રહેશે.  ૯ તથા ૧૦ નવેમ્બરનાં દિવસો સામાન્ય રહેશે.  (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિ વિશેષ માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ રહેશે. વિવાદ-વિખવાદ ન સર્જાય તેના માટે ખાસ સંભાળ લેવી. નાનાં ઔદ્યોગિક એકમના જાતકો તથા કઠીન પરિશ્રમ વાળા વ્યાપાર-ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. સરકારી તેમજ અર્ધ સરકારી નોકરીયાત માટે પ્રતિકુળ સપ્તાહ સાથે બદલીની પણ સંભાવના. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આર્થિક લાભ સાથે આ  સપ્તાહ ચડાવઉતાર વાળું નીવડશે.  કુટુંબીજનો કે સગાંઓ વચ્ચે અણસમજ જેવું થાય પરંતુ સાથ સહકાર અકબંધ રહેશે. યુવાવર્ગ, નિવૃતો,  મહિલા કર્મીઓ તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ સારુ નીવડશે.  ૧૦ તથા ૧૩ નવેમ્બર સામાન્ય રહેશે.  (પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ  તથા અંતિમ મહિનો જ સંભાળવું. ઉપાય શ્રમદાન.)

મીન

ગૃહ/કુટિર ઉદ્યોગ તેમજ  નાનાં હસ્ત કલાંનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે સાથોસાથ  નવી તકો સાંપડવાંની શક્યતાઓ.  સખત પરિશ્રમ વાળા  ધંધા વ્યાપાર માટે આ સપ્તાહ લાભકારક  નીવડશે. ટલ્લે ચડી ગયેલા કામકાજ આ સપ્તાહે આગળ વધશે.  જથ્થાબંધ તથા દેશ-વિદેશ વ્યાપાર વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે.  સરકારી કર્મચારીઓએ આ સપ્તાહે  વિશેષ કાળજી રાખવી. ખાનગી ક્ષેત્રના  કર્મચારી માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. મોસાળ પક્ષ  સાથે  હળવા મતભેદ થવાની સંભાવના.ગૃહિણી તથા મહિલા કર્મચારી માટે આ સપ્તાહ સારુ રહેશે.  ૧૧, ૧૪ નવેમ્બર અર્ધ-સામાન્ય જણાશે.

Loading...