સાપ્તાહિક રાશિ ભવિષ્ય

મેષ

પેટ્રોલિયમ ઉત્પાદ તેમજ પેટ્રોકેમિક્લ્સ ત્થા ઈલેક્ટ્રીસીટી સંબંધિત ઉત્પાદનાં ઓદ્યોગિક તથા વાણિજ્યક એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક તથા દોડધામવાળું રહેવાંની સંયોગો.  ધંધા વ્યવસાયનાં અધુરા તથા પેંડીગ પડેલા કાર્યો પુરા થઈ જવાંનાં સંયોગો. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ હળવું પ્રતિકુળ રહેશે. અન્ય ઓદ્યોગિક એકમ તથા વાણિજયનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી રહેશે, ધંધા ઉદ્યોગમાં નવી નવી તકો આવવાંની પણ સંભાવનાઓ. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ દરમ્યાન આર્થિક લાભ સાથે બઢતીનાં પણ સંયોગો. સગાં સ્નેહી તથા મિત્રો સાથે તનાવ વાળુ વાતાવરણ રહે.  મહિલા કર્મચારીઓ, ગૃહિણી તથા નિવૃતો માટે  હળવું લાભદાયી  સપ્તાહ.  ૧૪ તથા ૧૫  ડિસેમ્બર મધ્યમ રહેશે.

વૃષભ

સર્વિસ બિઝનેશ તેમજ મેનેજમેંટ/ફાઈનાંસ રીલેટેડ ક્ધસ્લ્ટીંગ ફર્મસનાં જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ વાળુ જણાશે.  આ સપ્તાહે  આવક તથા  જાવક એક સરખી રહેશે.  ખાદ્ય તેલ તેમજ તૈલી પદાર્થો  ઓદ્યોગિક એકમ તેમજ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ  લાભદાયક નીવડશે. જથ્થાબંધ વ્યાપારી માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો તથા  વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ  તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ  માટે આ  સપ્તાહ સાનુકુળ નીવડશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો, મહિલા કર્મીઓ તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ  હળવું હળવું ફાયદાકારક નીવડશે.   ૧૭ તથા  ૧૮ ડિસેમ્બ૨નાં દિવસો સાધારણ જણાશે.

મિથુન

પેરા મેડીકલનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહે તેવાં સંયોગો. મેડીકલ, તેમજ ફાર્માસ્યુટીક્લ્સનાં જાતકો માટે આ સપ્તાહ હળવા ચડાવ ઉતાર સાથે લાભદાયી રહેશે. ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ એવમ હળવું લાભદાયક નીવડશે.  કમીશન ગ્રેઈન મર્ચટ, જથ્થાબંધ વ્યાપાર સાથે જોડાયેલ વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ મંદી વાળુ જોવા મળશે.  નાનાં તથા છુટક વ્યાપારી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  સરકારી કર્મચારીઓ તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે આ  સપ્તાહ સાનુકુળ નીવડશે.   વિજ્ઞાનની તમામ શાખાના છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ લાભદાયક  જણાશે.  ૧૩ ત્થા ૧૪  ડિસેમ્બરનાં દિવસો  સામાન્ય રહેશે.

કર્ક

નાનાં તેમજ કુટિર ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે  મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ  નીવડશે.  મોટા ઓદ્યોગિક એકમમાં વાયુ તત્વ સંબંધિત કોઈ ને કોઈ વિધ્ન આવવાની સંભાવના.  રસાયણ  તેમજ સ્ટેશનરી સંબંધિત જથ્થાબંધ વેપારના જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળુ જણાશે. આ સિવાયના વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ લાભકારક રહેશે. સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ રહેશે.  શિક્ષકો તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા  સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. ઊચ્ચાભ્યાસ કરતાં છાત્રો, મહિલા કર્મીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ સારુ ને લાભદાયી નીવડશે  ૧૯  ડિસેમ્બરનો દિવસ જ સામાન્ય રહેશે.

સિંહ

ફાર્મસી ક્ષેત્રે ખાસ કરીને મોટી ફાર્માસીઝ તેમજ ફાર્મા-કેમિકલ ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ નબળુ નીવડવાની સંભાવના.  ખાનગી શૈક્ષણિક સંસ્થાનાં ટ્રસ્ટી તથા હોદેદારો માટે  આ સપ્તાહ સાધારણ રહેવા પામે. પબ્લિક ટ્રાસ્પોર્ટેશન્સ, ટ્રાવેલ્સ કે હોટેલ બૂકીંગ્સ સાથે જોડાયેલા તમામ જાતકો માટે  આ સપ્તાહ અર્ધ લાભકારક નીવડશે. વ્યાપાર વણિજના જાતકો માટે સાનુકુળ સપ્તાહ રહેશે.  વ્યવસાયિક કલા કે પરામર્શ વ્યવસાયના જાતકો માટે લાભદાયક સપ્તાહ રહેશે. સરકારી ક્ષેત્ર તથા અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારી માટે હળવો સમય.  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ઉતમ સપ્તાહ.  વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને વર્કીગ વૂમન માટે લાભદાયક સપ્તાહ  ૧૬ તથા ૧૯ ડિસેમ્બર  સાધારણ જણાશે.

કન્યા

શૃંગાર અને ફેશન સંબંધિત ઉદ્યોગ-ધંધા વ્યવસાયનાં જાતકો તેમજ  પેકીંગ ફૂડ, કેનિંગ ફૂડ તથા ફાસ્ટ ફૂડ એકમનાં જાતકો માટે  આ સપ્તાહ હળવું મંદ કે સુસ્ત રહેવાંનાં સંયોગો. રાજકીય ક્ષેત્રની વ્યક્તિ વિશેષ માટે આ સપ્તાહ લાભદાયક જણાશે.  અન્ય ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ દરમ્યાન અણધાર્યા ફાયદા થવાંની સંભાવના  ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. કેંદ્ર સરકાર તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે લાભદાયક સપ્તાહ.  કલા વ્યવસાયના જાતકો માટે  આ સપ્તાહ લાભદાયક નીવડશે.  કુટુંબ -પરિવાર જનો  તથા મિત્ર વર્તુળ સાથે સુમેળતા વધવાંના સંયોગો.  પ્રવાસની સંભાવના.   ૧૭, ૧૯ ડિસેમ્બરનાં દિવસો  સામાન્ય તથા પ્રતિકુળ રહેશે.

તુલા

સર્વિસ બિઝનેશના જાતકો માટે આ સપ્તાહ ખુબ ફાયદાકારક જણાશે.આ સપ્તાહે ધંધા વ્યવસાય હેતું ભાગદોડ તથા પ્રવાસ થવાંની સંભાવના.  જાહેર ક્ષેત્ર સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ સંકળાયેલ વ્યક્તિઓ માટે આ સપ્તાહ બહુ જ લાભદાયક નીવડશે.  કમીશન મર્ચટ માટે આ સપ્તાહે ચડાવ ઉતારની સાથોસાથ લાભદાયી પણ નીવડશે.  ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર સાથે લાભકારી નીવડશે.  ખાનગી ક્ષેત્રનાં કર્મચારી તેમજ સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ સાનુકુળ કે યથાવત જણાશે.  મહિલા કર્મીઓ,  નિવૃતો, ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  ૧૪ તથા ૧૫ ડિસેમ્બર સરેરાશ નીવડશે.

વૃશ્ચિક  

ઊચ્ચસ્થ મંગળ વાળા જાતકો માટે આ સપ્તાહ અતિ લાભદાયક નીવડશે.  ફાસ્ટ ફૂડ, પેકીંગ ફૂડ તેમજ ફેશન, તથા શૃંગારને સંબંધિત ઉદ્યોગ ધંધાનાં જાતકો માટે  આ સપ્તાહ દરમ્યાન હળવા તથા આકસ્મિક લાભોનો સંયોગો.ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહે  અણધાર્યા લાભ મળવાંના સંયોગો. મધ્યમ કદનાં વ્યાપાર વણિજ, તેમજ સર્વિગ બિઝનેશ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે સરેરાશ સપ્તાહ.  ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે લાભકારક સપ્તાહ. પરિવાર સાથે સુમેળતા અને સાથ સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મચારીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સારુ રહેશે.  ૧૬ ડિસેમ્બર સામાન્ય જણાશે.

ધન

આ સપ્તાહથી પન્નોતિનો પ્રભાવ હળવો થતો જણાશે. છતાં, ધંધા, વ્યવસાયનાં વહીવટમાં સાવચેતી અને તકેદારી રાખવી જરુરી છે. ગ્રેઈન મર્ચંટ, તથા જથ્થા બંધ વ્યાપારી જાતકો માટે વિશેષ લાભકર્તા. મોટા ઉદ્યોગ- વ્યાપાર કે વણિજ ક્ષેત્રનાં જાતકો માટે  પણ  આ સપ્તાહ આર્થિક રીતે ફાયદાકારક જણાશે. અધુરા કે ટલ્લે ચડેલાં સરકારી કામકાજ પુરા થવાંનાં સંયોગો. આ સપ્તાહે  સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં સંયોગો.  અર્ધ સરકારી તથા ખાનગી  ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે.  પરિવાર સાથે  ધાર્મિક યાત્રાના અવસરો. યુવાવર્ગ, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ. ૧૫, ૧૯ ડિસેમ્બર સરેરાશ રહેશે.  (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર

આ સપ્તાહે પણ પન્નોતિનો  હળવો  પ્રભાવ જણાશે વર્તાશે,  આથી નવા કામકાજ  સમજી વિચારીને  કરવાં. અથવા નિષ્ણાંતોની સલાહ સૂચન અનુસાર કામકાજ કરવાં.  મોટા ઉદ્યોગ તથા  લોખંડ ધાતુ સંબંધિત તમામ ઉયોગ ધંધાનાં જાતકો માટે સરેરાશ સપ્તાહ. જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ માટે આ સપ્તાહ અર્ધ પ્રતિકુળ નીવડશે. વ્યાપાર-વણિજના તમામ જાતકો માટે આ સપ્તાહ  લાભદાયક નીવડશે. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે  હજુ આ સપ્તાહ અર્ધ મધ્યમ રહેશે.  પરિવાર કે સ્નેહીઓ વચ્ચે ખટરાગ સર્જાવાનાં સંયોગો.  છાત્રો, નિવૃતો, ગૄહિણીઓ તેમજ મહિલાકર્મી માટે સાનુકુળ સપ્તાહ. ૧૮, ૧૯ ડિસેમ્બર સામાન્ય રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

પેકીંગ ફૂડ તથા ફાસ્ટ ફૂડ એકમનાં જાતકો આ સપ્તાહ લાભદાયી રહેશે.  ફેશન, તથા શૃંગારને સંબંધિત ઉદ્યોગ ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ વાળું જોવાં મળશે. જાહેર ક્ષેત્ર તથા રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે આ  સપ્તાહ સરેરાશ રહેશે. ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહે  અણધાર્યા લાભ મળવાંના સંયોગો.  વ્યાપાર વણિજ સર્વિસ બિઝનેશ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે.  ખાનગી ક્ષેત્રનાં  કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. પરિવાર સાથે સુમેળતા અને સાથ સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મચારીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સારુ રહેશે.  ૧૬, ૧૭ ડિસેમ્બર  સામાન્ય જણાશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

મીન

ફેશન, ફેબ્રીકનાં જાતકો માટે આ સપ્તાહ પણ ફાયદાકારક રહેશે.  આ સપ્તાહ દરમ્યાન વર્ષ અગાઉ વણસી ગયેલા જુનાં સંબંધો સુધરી જવાંનાં સંયોગો.  અધુરા રહેલા ઉદ્યોગ ધંધા સંબંધિત તમામ કામકાજ પૂરા થઈ જવાંની સંભાવના.  ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું ચડાવ ઉતાર વાળુ જણાશે.  નાના ત્થા છુટક  વ્યાપારી માટે આ સપ્તાહ હળવી દોડધામ રહેશે સાથોસાથ લાભદાયી પણ રહેશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ બહુ જ લાભદાયક નીવડશે.  નિવૃતો,  મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, સંતાનો, છાત્રો માટે આ સપ્તાહ લાભકર્તા નીવડશે.   ૧૮ ડિસેમ્બર મધ્યમ  જણાશે.