Abtak Media Google News

મેષ

001 1

ધાતુ તથા અગ્નિ-વિદ્યુત સંબંધિત કોઈ પણ ઓદ્યોગિક એકમ કે વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ અનેક રીતે લાભદાયક તથા વ્યસ્ત  નીવડશે. હેવી મશીનરી સંબંધિત  ઓદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે.  ઈનોર્ગેનિક કેમિક્લ્સ તથા ફાર્માકેમિલ્સ ત્થા ફાર્માસ્યુટીક્લ્સનાં જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ વાળું તેમજ  હળવું લાભદાયી નીવડશે.  જનરલ, ઉદ્યોગ- વ્યાપાર-વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી રહેશે.  નાનાં  વ્યાપારી માટે આ સપ્તાહ ફાયદાકરક નીવડશે.  સરકારી કર્મચારી તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે મધ્યમ  સપ્તાહ.   વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ  હળવું ફાયદાકારક નીવડશે.   ૨૮, ૨૯ જાન્યુઆરીનાં દિવસો સાધારણ જણાશે.

વૃષભ

002 1

રેડીમેડ ગાર્મેંટ્સ, ફેશન એસેસરીઝ, જનરલ ફેબ્રીક, કોસ્મેટીક, ફોટોગ્રાફી, મોડેલીંગ સંબંધિત  તમામ નાના મોટાં ઓદ્યોગિક એકમનાં જાતકો તેમજ  વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ  દરમ્યાન અનેક  પ્રકારે  હળવો આર્થિક લાભ મળશે સાથોસાથ નવી નવી તકો  મળવાંની સંભાવનાઓ.  આ સિવાયનાં અન્ય ઉદ્યોગ ત્થા વ્યાપાર વણિજ ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ થોડુ ઘણું ચડાવ ઉતાર વાળુ પરંતુ લાભદાયક નીવડશે.  રીટેઈલર્સ માટે સાનુકુળ સપ્તાહ. સરકારી તથા ખાનગી ક્ષેત્રના  તમામ વર્ગના કર્મચારીઓ માટે  આ સપ્તાહ પણ લાભદાયી નીવડશે.  જીવનમાં સંવાદિતોનો વધારો થશે. નિવૃતો, ગૃહિણી તથા છાત્રો માટે આ  સપ્તાહ સાનુકુળ નીવડશે. ૨૭ તથા ૨૯ જાન્યુઆરી સાધારણ નીવડશે.

મિથુન

003 1

સરકારી ક્ષેત્રનાં તમામ વિભાગનાં તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ  માટે આ સપ્તાહ  હળવાં સંઘર્ષ વાળું તથા ચડાવ ઉતાર વાળું  રહે તેવી સંભાવના, સાથોસાથ બદલી  થવાંનાં પણ સંયોગો.  દરેક પ્રકારના ઔદ્યોગિક એકમ તથા  વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે  આ સપ્તાહ હળવુ ફાયદાકારક નીવડશે. સર્વિસ બિઝ્નેશ તથા ફાઈનાંસ એજન્સી તથા રીટેઈલર્સ માટે આ સપ્તાહ ફાયદાકારક  રહેવાંના સંયોગો.  ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે  આ સપ્તાહ  બહુ  ફાયદાકારક  નીવડશે. ખાનગી શૈક્ષણિક તથા એકાઉન્ટંસીનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ, તેમજ સાથ સહકાર રહેશે.   મહિલા કર્મીઓ ગૃહિણીઓ તથા નિવૃત, છાત્રો માટે આ સપ્તાહ બહુ લાભદાયી નીવડશે.  ૨૬ તથા ૩૦ જાન્યુઆરી મધ્યમ રહેશે.

કર્ક

004 1

લો  એન્ફોર્સમેંટ ડિપા. માં રહેલ તમામ વિભાગનાં અધિકારીઓ તેમજ કર્મચારીઓ  માટે આ સપ્તાહ હળવું તેમજ દોડધામ વાળુ તથા વ્યસ્ત રહેશે. સરકારી શૈક્ષણિક સંસ્થાઓ, ખાનગી શૈક્ષણિક સંસ્થાનાં તમામ જાતકો માટે  આ સપ્તાહ સરેરાશ રહેવાંનાં સંયોગો.  કલા તથા કારીગરી ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. ઓદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર વણિજના એકમના જાતકો માટે આ  સપ્તાહ બહુ લાભદાયી અને અનેક નવી તકો વાળુ જણાશે.  ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારી માટે આ સપ્તાહ હળવું હળવું લાભકારક જણાશે. પરિવાર તથા સ્નેહીઓ તરફથી સાથ સહકાર તેમજ આર્થિક લાભ મળવાંના સંયોગો. સુખ શાંતિ યથાવત રહેશે. નિવૃતો, ગૃહિણીઓ, વર્કીગ વૂમન, સંતાનો, વિદ્યાર્થી માટે આ સપ્તાહ  ફાયદાકારક રહેશે.  ૩૦ જાન્યુઆરી અર્ધ મધ્યમ જણાશે.

સિંહ

005 1

નવાં ઉદ્યોગ ધંધા- વ્યવસાયની શરુઆત માટે  આ સપ્તાહ ખુબ જ લાભકારક અને સાનુકુળ નીવડશે.  સાથોસાથ નવા ટૂંકા ગાળાનાં રોકાણ માટે પણ આ સપ્તાહ ફાયદાકારક જણાશે.   નાના મોટા તમામ ઓદ્યોગિક એકમનાં જાતકો તેમજ વાણિજ્યક એકમોનાં જાતકો માટે આ સપ્તાહ  અર્ધ લાભદાયક  નીવડ્શે.   નાના ત્થા છુટક  વ્યાપારીઓ  કે ફેરી કરતાં વ્યાપારીઓ માટે આ સપ્તાહ ઉતમ રહેશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ  વ્યસ્ત અને હળવું લાભકારી  નીવડશે.  મહિલા કર્મી માટે આ સપ્તાહ બહુ લાભદાયક  જણાશે. બઢતી મળવાંનાં સંયોગો. નિવૃતો, ગૃહિણીઓ, સંતાનો, વિદ્યાર્થી માટે આ સપ્તાહ યથાવત રહેશે.  ૩૦ જાન્યુઆરી  સરેરાશ નીવડશે.

કન્યા

006 1

ટુર  ટ્રાવેલ્સ એજંસીઝ તથા હોટેલ બૂકીંગ્સ સાથે જોડાયેલા તમામ જાતકો તથા પબ્લીક ટ્રાસ્પોર્ટેશંસ એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. હસ્ત કલા તથા અન્ય કલાકારીનાં ઔધોગિક વ્યાપારી એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ  લાભદાયક નીવડશે. અન્ય ઔદ્યોગિક એકમનાં જાતકો તથા તમામ કદ/પ્રકારનાં વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ પણ ખુબ સાનુકુળ જણાશે.  સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ આંશિક લાભદાયી નીવડશે.  મિત્ર વર્તુળ સાથે સુમેળતાના સંયોગો યથાવત.  છાત્રો, નિવૃતો, ગûહિણીઓ, મહિલા કર્મીઓ માટે આ સપ્તાહ લાભકારી રહેશે. ૨૪ ત્થા ૨૭ જાન્યુઆરીનાં દિવસો જ  સામાન્ય રહેશે.

તુલા

007 1

તમામ પ્રકારનાં  સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ પણ  વ્યસ્ત  જણાવાંનાં સંયોગો. તમામ પ્રકારનાં ખાનગી શૈક્ષણિક એકમનાં જાતકો એવમ સરકારી શૈક્ષણિક એકમનાં જાતકો માટે  આ સપ્તાહ સરેરાશ રહેશે.  નાનાં મોટા તમામ ઔધોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર-વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે.  છુટક વ્યાપારી માટે આ સપ્તાહ પણ લાભકારી જણાશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી એકમના તમામ કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. કુટુંબ-પરિવાર દ્વારા સાથ સહકાર યથાવત રહેશે. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ પણ ફાયદાકારક નીવડશે. ૨૯ જાન્યુઆરીનો દિવસ જ સરેરાશ જણાશે.

વૃશ્ચિક  

008 1

આ સપ્તાહે ધંધા-વ્યવસાયમાં આકસ્મિક લાભ થવાંની સંભાવનાઓ. ખાનગી એકાઉંટસ અને એકાંટંસી ફર્મઝ કે તેને રીલેટેડ ફર્મઝનાં જાતકો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. ફુડ  બેવરેજીસનાં વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ  હળવું લાભદાયી. તમામ ઔધોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર-વણિજના એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ પણ હળવું ફાયદાકારક નીવડશે. નાના, છુટક વ્યાપારી કે ફેરી કરતાં જાતકો માટે આ સપ્તાહ  અતિ વ્યસ્ત પણ  લાભદાયક નીવડશે.  મિત્રો, સ્નેહીઓ તરફથી સાથ સહકાર યથાવત રહેશે.  વિદ્યાર્થીઓ, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે આ સપ્તાહ પણ સાનુકુળ નીવડશે.  ફકત ૨૮ જાન્યુઆરીનો દિવસ જ સાધારણ નીવડશે.

ધન

009 1

હેવી મશીનરીઝ, તથા મોટા ઉદ્યોગ, ધાતુ ઉદ્યોગ સમેત અન્ય મોટા ઓદ્યોગિક એકમ તથા જથ્થાબંધ વ્યાપારી  એકમનાં જાતકો માટે આ સપ્તાહ  હ્ળવું ફાયદાકારક નીવડશે. શેર બજાર તથા  કોમોડીટી એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ નીવડશે.  ફેરી કરતાં, ગલ્લા પર વ્યાપાર કરતાં પરિશ્રમી  વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ પણ ખુબ લાભદાયી રહેશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવુ લાભકારી અને વ્યસ્ત જણાશે. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ પણ ફાયદાકારક રહેશે.   ૨૭ તથા ૩૦ જાન્યુઆરીનો દિવસ સાધારણ રહેશે  (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર

010 1

પરિશ્રમી વર્ગ, કારીગર વર્ગ, શિલ્પી વર્ગનાં તમામ જાતકો માટે  આ સપ્તાહ પણ કામકાજથી વ્યસ્ત રાખનારું તેમજ લાભદાયક નીવડશે.  સીઝનલ વ્યાપારીઓ જાતકો માટે આ સપ્તાહ લાભદાયક તથા ભાગદોડ વાળુ જણાશે. ઈલેક્ટ્રીક્લ્સ રીલેટેડ ઉદ્યોગ ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ હળવું સાનુકુળ રહેશે. અન્ય ઓદ્યોગિક એકમ તથા વ્યાપાર-વાણિજયના તમામ  એકમો તથા સર્વિસ બિઝનેશનાં  જાતકો માટે આ સપ્તાહ  મધ્યમ લાભકારક નીવડશે.  ખાનગી એકમ તથા  સરકારી શૈક્ષણિક એકમનાં તમામ જાતકો માટે અર્ધ- પ્રતિકુળ સપ્તાહ. અવૈધ વહીવટથી સંભાળવું.  મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ સારુ નીવડશે. ૨૮, ૩૦  જાન્યુઆરી મધ્યમ રહેશે (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

011 1

આયુર્વેદીક- હર્બલ ઔષધિઓ, હર્બલ પ્રોડકટનાં ઉત્પાદક, વિક્રેતાઓ માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. મરીન એંજીનીયરીંગનાં જાતકો,  શીપીંગ, બોડી બિલ્ડીંગ, ગેરેજ-રીપેરીંગ વર્કસ ક્ષેત્રે જોડાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ હળવુ લાભકારી રહેશે.  ઔદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ  વ્યસ્ત તેમજ મધ્યમ લાભકારી નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ ત્થા ખાનગી ક્ષેત્રનાં નોકરીયાતો  માટે આ સપ્તાહે  કામકાજનો બોજ રહેવા સંભવ.  કુટુંબ તરફથી સાથ સહકારનાં સંયોગો. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ તથા વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી નીવડશે. ૨૯ જાન્યુઆરી  સામાન્ય રહેશે.(પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ તથા અંતિમ મહિનો જ સંભાળવું.  ઉપાય શ્રમદાન.)

મીન

012 1

જલ તત્વ સંબંધિત ઓદ્યોગિક એકમ તેમજ ફાર્મસી તથા ફાર્મા કેમિકલ્સ, રસાયણિક/ ઓર્ગેનિક ખાતર કે તેને સંબંધિત એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે.  પશુપાલન ડેરી વ્યવસાયનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયી રહેશે.  અન્ય ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર વણિજ એકમના જાતકો માટે આ સપ્તાહ પણ હળવું ફાયદાકારક જણાશે. શિક્ષકો, એકાઉંટંટસ માટે આ સપ્તાહ આંશિક લાભદાયી રહેશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ સાનુકુળ તથા કામકાજ વાળુ નીવડશે.  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવુ લાભકારી નીવડશે. વિદ્યાર્થીઓ, નિવૃતો,  મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ હળવું લાભકારક રહેશે. ૩૦ જાન્યુઆરી સામાન્ય નીવડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.