સાપ્તાહિક રાશિ ભવિષ્ય

0
42

મેષ

આ સપ્તાહ માટે, ઉતાવળવૃતિ તા ત્વરીત પ્રતિક્રિયા પર કાબુ રાખવો. સાો સા આરોગ્ય બાબતે વિશેષ સંભાળ રાખવી. જથ્થાબંધ તેમજ વિદેશ વ્યાપાર તેમજ વિદેશ સંબંધિત ઉત્પાદનાં તમામ વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ બહુ જ સાનુકુળ નીવડશે. અન્ય વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી જણાશે. ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત તા સાનુકુળ નીવડશે. રેસ્તોરાં, હોટેલ તા ટ્રાવેલ એજંસીઝના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. સરકારી કર્મચારીઓ માટે ચડાવ ઉતાર સો પણ આ સપ્તાહ સારુ નીવડશે. બદલીનાં સંયોગો. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ સારુ રહેશે. છાત્રો, નિવૃતો તા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે. ૨૪ ત ૨૭ ફેબ્રુઆરી સાધારણ રહેશે.

વૃષભ

સર્વિસ બિઝનેશ તેમજ મેનેજમેંટ/ફાઈનાંસ રીલેટેડ ક્ધસ્લ્ટીંગ ફર્મસનાં જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ વાળુ નીવડશે સાોસા જેટલી આવક તેટલી જ જાવક રહેવાંનાં સંયોગો. ખાદ્ય તેલ તેમજ પ્રવાહી જવલનશીલ પદાર્થો તથા કોલસા સંબંધિત ઓદ્યોગિક એકમ તેમજ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. જથ્થાબંધ વ્યાપારી માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ હળવું હળવું ફાયદાકારક નીવડશે. ૨૫ તથા ૨૬ ફેબ્રુઆરીનાં દિવસો સાધારણ જણાશે.

મિથુન

પેટ્રોલિયમ ઉત્પાદ તથા અન્ય પ્રવાહી કે ઘન જવલનશીલ પદાર્થ તથા ઈલેક્ટ્રીસીટી સંબંધિત ઉત્પાદનાં ઓદ્યોગિક તથા વાણિજ્યક એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક રહેવાંની સંભાવના. ધંધા વ્યવસાયનાં પેંડીગ પડેલા કામકાજ પુરા થઈ જવાંનાં સંયોગો. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ હળવું પ્રતિકુળ રહેશે. અન્ય ઓદ્યોગિક એકમ તથા વાણિજયનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી રહેશે, ધંધા ઉદ્યોગમાં નવી નવી તકો આવવાંની પણ સંભાવનાઓ. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ દરમ્યાન આર્થિક લાભ સાથે બઢતીનાં પણ સંયોગો. સગાં સ્નેહી તથા મિત્રો સાથે તનાવ વાળુ વાતાવરણ રહે. મહિલા કર્મચારીઓ, ગૃહિણી તથા નિવૃતો માટે હળવું લાભદાયી સપ્તાહ. ૨૨ તા ૨૪ ફેબ્રુઆરી મધ્યમ રહેશે.

કર્ક

લેખન તથા સાહિત્ય ક્ષેત્રે તથા અખબાર કે અન્ય પ્રસાર માધ્યમ સાથે જોડાયેલ જાતકો પેકીંગ ફૂડ, કેનિંગ ફૂડ એકમનાં જાતકો માટે માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. તમામ શૈક્ષણિક સંસઓ સાથે જોડાયેલ જાતકો- શિક્ષકો, કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભદાયક તા હળવું વ્યસ્ત જણાશે. નાના મોટા તમામ ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ આંશિક લાભદાયી નીવડશે. તમામ વ્યાપારી વર્ગ માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયી જોવા મળશે. જથા બંધ વ્યાપાર સાથે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત જણાશે. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. ઉચ્ચાધિકારીઓએ વિશેષ કાળજી રાખવી. ગૃહિણીઓ, મહિલા કર્મીઓ તથા નિવૃત લોકો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. ૨૭ ફેબ્રુઆરી મધ્યમ રહેશે.

સિંહ

એનિમલ ફોડર્સ તેમજ કૃષિ સંબંધિત -ધંધા વ્યવસાયનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. જાહેર ક્ષેત્રની વ્યક્તિ, કે સેલેબલ વ્યક્તિ માટે આ સપ્તાહ હળવું લાભકારી રહેવાનાં સંયોગો. ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહે આકસ્મીક લાભ મળવાનાં સંયોગો. મધ્યમ કદનાં વ્યાપાર વણિજ તથા સર્વિગ બિઝનેશ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે સરેરાશ સપ્તાહ. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. પરિવાર સાથે સુમેળતા અને સાથ સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મચારીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સારુ રહેશે. ૨૨ તથા ૨૭ ફેબ્રુઆરી સાધારણ જણાશે.

કન્યા

તમામ પ્રકારની સરકારી વિદ્યાલય તેમજ ખાનગી વિદ્યાલય સાથે સંલગ્ન શિક્ષક ગણ તેમજ કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. , તેમજ વ્યવસથા તંત્ર તથા ખાનગી મેનેજમેંટ ફર્મનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી જણાશે. અનેક નવી તકો મળવાંની સંભાવના. તમામ કદનાં ઔદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર-વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું સાનુકુળ નીવડશે. નાના વ્યાપાર વણિજ તથા છુટક વ્યાપાર કે ફેરી કરતાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. સરકારી તથા ખાનગી કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. સગાં તથા સ્નેહીજનો વચ્ચે હળવો ખટારાગ થવાંનાં સંયોગો. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે ઉતમ સપ્તાહ. ૨૫ તથા ૨૬ ફેબ્રુઆરી સરેરાશ રહેશે.

તુલા

આ સપ્તાહે ધંધા વ્યવસાયમાં લાભ થવાંનાં સંયોગો. તમામ પ્રકારનાં ક્ધસ્લ્ટીંગ ફર્મસનાં જાતકો ((પ્રોફેશંલ્સ)) તેમજ તમામ પ્રકારનાં લીગલી સર્વિસ બિઝનેસ માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક નીવડશે. રીયાલ્ટી ક્ષેત્રે હજુ ચડાવ ઉતાર રહેશે. સંભાળીને કામકાજ કરવાં. અન્ય ઓદ્યોગિક એકમ એવમ વ્યાપાર-વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત એવમ હળવું લાભદાયક જણાશે. નાનાં તથા છુટક, ફેરી કરતાં વ્યાપારી માટે આ સપ્તાહ પણ ફાયદાકરક નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. જીવનમાં સંવાદિતા તથા સુમેળતામાં વધારો થવાંનાં સંયોગો. નિવૃતો, ગૃહિણી, મહિલા કર્મીઓ તથા છાત્રો માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. ૨૫ તથા ૨૬ ફેબ્રુઆરી સાધારણ નીવડશે.

વૃશ્ચિક  

પ્રવાહી આહાર, પ્રવાહી જ્વલનશીલ ઉત્પાદનાં ઓદ્યોગિક તથા વાણિજ્યક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ અતિ વ્યસ્ત તથા લાભદાયક નીવડશે. ફેશન તેમજ ફેબ્રીક, રેડીમેડ ગાર્મેંટ રીલેટેડ ઓદ્યોગિક તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક જણાશે. આ સિવાયનાં તમામ ઓદ્યોગિક એકમ તથા વાણિજયનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ તેમજ લાભદાય રહેશે, ધંધા ઉદ્યોગમાં નવી નવી તકો મળવાંની પણ સંભાવનાઓ. સરકારી કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત તથા હળવું લાભદાયક નીવડશે. ઊચ્ચાભ્યાસ કરતાં છાત્રો, મહિલા કર્મચારી/ કર્મીઓ, ગૃહિણી તથા નિવૃતો માટે આ સપ્તાહ હળવું લાભદાયી જણાશે. ૨૭ ફેબ્રુઆરી સાધારણ રહેશે.

ધન

આ સપ્તાહે, લાંબા સમયથી/ પન્નોતિ દરમ્યાન, વણસી ગયેલા સંબંધોમાં ફરીથી સુમેળ થવાંનાં સંયોગો. શેર બજાર તથા કોમોડીટીનાં જાતકો માટે હજુ, આ સપ્તાહ પણ મધ્યમ રહેશે. ગ્રેઈન મર્ચંટ, તથા જાથા  બંધ વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ પણ વિશેષ લાભકર્તા. આ સિવાયનાં ઓદ્યોગિક- વ્યાપાર કે વણિજ ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ આર્થિક રીતે અર્ધ લાભકારક તેમજ વ્યસ્ત રહેશે. સરકારી કર્મચારી વર્ગ માટે આ સપ્તાહે પણ બઢતી બદલીનાં સંભાવનાઓ. અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત નીવડશે. મહિલાકર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો, વિદ્યાર્થીઓ આ સપ્તાહ લાભકારી નીવડશે. ૨૬ ફેબ્રુઆરી સરેરાશ રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર

મોટા ઓદ્યોગિક એકમની સાથો સાથ નાનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ દરમ્યાન અનેક નવી તકો મળશે, વ્યસ્ત રાખશે, સાથોસાથ આર્થિક રીતે ફાયદાકરક પણ નીવડશે. જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલા જાતકો (( સ્ટાર સેલેબલ પર્શન)) માટે આ સપ્તાહ થોડું પ્રતિકુળ જણાશે. જથાબંધ ગ્રેઈન ગ્રોસરીનાં વ્યાપારી માટે આ સપ્તાહ વ્યસ્ત તથા લાભદાયી નીવડશે. અન્ય, વ્યાપાર વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકુળ નીવડશે. સખત પરિશ્રમ વાળા ધંધા વ્યાપારના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ પ્રતિકુળ રહેશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ગૃહિણી તથા મહિલા કર્મચારી માટે આ સપ્તાહ સારુ રહેશે. ૨૨ તા ૨૬ ફેબ્રુઆરી અર્ધ-પ્રતિકુળ રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

 

કુંભ

રીસાઈકલીંગ યુનિટ્સનાં જાતકો તથા પોલીમર્સ અને તેને રીલેટેડ પ્લાસ્ટીક, સ્પોંજ તથા ફોર્મ જેવાં તમામ ઉત્પાદનાં વ્યાપારી, ઓદ્યોગિક એકમનાં જાતકો આ સપ્તાહ હળવું ફાયદાકારક રહેશે. આ સિવાયનાં તમામ કદનાં ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. જથાબંધ વ્યાપારી માટે આ સપ્તાહ ભાગદોડ વાળુ એવમ હળવું લાભદાયક રહેશે. અતિ પરિશ્રમ વાળા વ્યાપાર-વણિજનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી, વ્યસ્ત નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારી માટે આ સપ્તાહ પણ પ્રતિકુળ રહેશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. મહિલા કર્મીઓ નિવૃતો તથા ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. ૨૧ ફેબ્રુઆરી સામાન્ય રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

મીન

જાહેર ક્ષેત્રની સેલેબલ વ્યક્તિઓ માટે આ સપ્તાહ વિશેષ લાભદાયી રહેશે. સાહિત્યકારો, સંત-મહાત્માઓ માટે પણ આ સપ્તાહ લાભકારી નીવડશે. બેંકીગ – વિમા જેવા સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ અનેક તકો વાળૂ તથા લાભકર્તા નીવડશે. નાના મોટા તમામ ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ ફાયદાકારક તથા પ્રગતિકારક નીવડશે. વ્યાપાર વણિજ ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત તેમજ અર્ધ લાભદાયી નીવડશે. સરકારી કર્મચારી વર્ગ માટે આ સપ્તાહે પણ બઢતી બદલીનાં સંભાવનાઓ. અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ વ્યસ્ત તથા સાનુકુળ નીવડશે. નિવતો, વિદ્યાર્થીઓ, યુવાવર્ગો, મહિલાકર્મીઓ, ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. ફકત ૨૬ ફેબ્રુઆરી અર્ધ-સામાન્ય નીવડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here