સાપ્તાહિક રાશિ ભવિષ્ય

મેષ

ધંધાદારી કે વ્યવસાયિક કલા, લલિત કલા તથા સાહિત્ય ક્ષેત્રે સંકળાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. બેંકીંગ/ ફાઈનાંસ ક્ષેત્રે જોડાયેલ જાતકો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. સર્વિસ બિઝનેશના જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારી રહેશે. નાના કદનાં ઔદ્યોગિક એકમનાં જાતકો માટે વ્યસ્ત તથા ભાગદોડ વાળુ સપ્તાહ જણાશે. નાના-મોટા વાણિજય એકમ સાથે સંકળાયેલ જાતકો માટે સરેરાશ સમયગાળો. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ સારુ નીવડશે. આ સપ્તાહ દરમ્યાન પરિવાર કે સગાં સ્નેહી સાથે યાત્રા-પ્રવાસના સંયોગો. નિવૃત તથા ગૃહસ્થી, ગૃહિણી, છાત્રો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. 7 તથા 9 માર્ચ નાં દિવસો સાધારણ રહેશે.

વૃષભ

ખાનગી શરાફો તથા સરકારી– ખાનગી બેંકના ઊચ્ચાધિકારીઓથી લઈને કર્મચારીઓ સુધીનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. તમામ કદનાં ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ વાળું તથા હળવું સાનુકુળ નીવડશે. વ્યાપાર વણિજ ક્ષેત્રે છુટક તથા ફેરી વ્યાપારના તમામ જાતકો માટે આ સપ્તાહ બહુ લાભકારક જણાશે. અન્ય, વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત તેમજ સરેરાશ નીવડશે. પ્રોફેશનલ એડવાઝર્સ એવમ સર્વિસ બિઝનેશના જાતકો માટે આ સપ્તાહ પણ ફાયદાકારક રહેશે. સરકારી કર્મચારી માટે આ સપ્તાહ મધ્યમ જણાશે સાથે બદલી બઢતીની પણ સંભાવના. ખાનગી નોકરીયાત માટે સારુ સપ્તાહ. મેડીકલ છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારી રીતે પસાર થશે. 7 તથા 12 માર્ચનાં દિવસો સામાન્ય રહેશે.

મિથુન

ગીફટ આટિકલ્સ, શો પીસ, તેમજ ઈંટીરીયર ડેકોરેશન સંબંધિતનાં ઉત્પાદક તથા વ્યાપારીઓ માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. આયાત નિકાસનાં એક્મનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયક રહેશે. ખાનગી શૈક્ષણિક એકમનાં જાતકો તથા ખાનગી નાણાકીય એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ ભાગદોડ વાળુ રહેશે. આ સિવાયનાં અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો તેમજ વ્યાપાર-વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ ત્થા નવી તકો આપનાર નીવડશે. સરકારી કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે હજુ, આ સપ્તાહ પણ લાભદાયી રહેશે .મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે ફાયદાકારક સપ્તાહ. નિવૃતો, છાત્રો માટે મધ્યમ સપ્તાહ રહેશે. 8 માર્ચ સાધારણ જણાશે.

કર્ક

આકસ્મિક કે અણધાર્યા ફાયદા થવાંની તથા તેવી તકો મળવાંની સંભાવના. કોમોડીટી-વાયદાબજારનાં જાતકો માટે આ સપ્તાહ પણ પ્રતિકુળ નીવડશે. નાનાં કદનાં તમામ પ્રકારનાં ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભકારી નીવડશે. વ્યાપાર- વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત ત્થા સાનુકુળ નીવડશે. પરિશ્રમી વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે.
સરકારી તથા ખાનગી શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત એવમ લાભદાયક નીવડશે. હજુ, આ સપ્તાહે પણ સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં સંયોગો. ખાનગી એકમના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભદાયક જણાશે. નિવૃતો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. 13 માર્ચ અર્ધ-સામાન્ય નીવડશે.

સિંહ

અગ્નિ તત્વનાં ઉદ્યોગ ધંધા ખાસ કરીને પેટ્રોલિયમ ઉત્પાદ, કોલસો, ત્થા અન્ય ઈંઘણ કે અન્ય જવલનશીલ( ઘન +પ્રવાહી પદાર્થ)નાં વ્યાપાર વણિજ સંબંધિત એકમોનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી રહેશે. સામાજીક ત્થા સંસ્થાકીય વહીવટી કામકાજમાં રૂકાવટ આવે અથવા વિલંભ થવાનાં સંયોગો. આ સિવાયનાં અન્ય તમામ ઔદ્યોગિક એકમ તથા તમામ પ્રકાર વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ સામાન્ય એવમ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે મધ્યમ સપ્તાહ. અર્ધ સરકારી-ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે સારુ સપ્તાહ. પરિવારમાં નાના મોટા ખટરાગ છતાં સુમેળતા એવી ને એવી રહેશે. સંતાન સુખ માટે ગર્ભાધારણના સારા સંયોગો. વિદ્યાર્થીઓ, છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે સારુ સપ્તાહ. 11, 12 માર્ચ મધ્યમ જણાશે.

કન્યા

કાયદો-વ્યવસ્થા તંત્ર સાથે જોડાયેલ તમામ વર્ગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત એવમ સાનુકુળ નીવડશે. ખાનગી ધારાશાસ્ત્રીઓ માટે આ સપ્તાહે અણધાર્યા લાભ થવાંની સંભાવના. સરકારી તથા ખાનગી શૈક્ષણિક એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું સંઘર્ષ વાળું કે ભાગદોડ વાળુ નીવડશે.
ઔધોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર-વણિજના એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળું રહેશે. નાના, છુટક વ્યાપારી ત્થા ફેરી કરતાં વ્યાપારીઓ માટે આ સપ્તાહ અનેક રીતે લાભદાયક નીવડશે. સરકારી તથા ખાનગી કર્મચારીઓ માટે હળવું સપ્તાહ. મિત્રો, સ્નેહીજનો દ્વારા સહકારના સંયોગો. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે ઉતમ સપ્તાહ. 11 તથા 13 માર્ચ સાધારણ નીવડશે .

તુલા

આ સપ્તાહ દરમ્યાન આગલાં વર્ષનાં અધુરા કામકાજને વેગ અને દિશા મળશે, આ સાથે હળવો લાભ થવાંનાં પણ સંયોગો. ધાતુ ઉદ્યોગ તથા મેટલ પાર્ટસનાં ઉત્પાદકો–વ્યાપારી માટે આ સપ્તાહ પણ લાભકારી. પબ્લિક ટ્રાસ્પોર્ટેશન્સ, ટ્રાવેલ્સનાં તમામ જાતકો માટે આ સપ્તાહ પણ ફાયદાકારક સપ્તાહ. આ સિવાય અન્ય ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત તથા દોડધામ વાળુ રહેશે. વ્યાપાર વણિજ સર્વિગ બિઝનેશ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ મધ્યમ લાભદાયી રહેશે સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા અર્ધ સરકારી કર્મચારીઓ માટે સારુ સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને લાભ મળવાની સંભાવના. પરિવાર તરફથી સાથ સહકાર, ધાર્મિક પ્રવાસના સંયોગો. ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સારુ નીવડશે. કેવળ, ફકત 7 ત્થા 9 માર્ચ સાધારણ રહેશે.

વૃશ્ચિક  

અધુરા કામકાજ પૂરા થવાંનાં સંયોગો. તમામ પ્રકારની પ્રિંટ્સ, કાગળ, પેકીંગ મટીરીયલ્સ, પેકીંગ વેસ્ટેજીસ એવમ પ્રકાશન એકમનાં જાતકો એવમ સ્ટેશનરીઝ સંબંધિત વ્યાપારી ત્થા ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયી નીવડશે. ધાતુ, ગેરેજ, ટ્રાવેલ્સ એજંસી, રીપેરીંગ/મેઈંટેઈનન્સ ફર્મ્સનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારી. આ સિવાયનાં તમામ કદનાં ઓદ્યોગિક એકમ તથા વાણિજયક એકમનાં જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત તથા સાનુકુળ જણાશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ દોડધામવાળુ ત્થા ધમાલીયું જણાશે. નિવૃતો, ગૃહિણી તથા મહિલા કર્મચારી માટે આ સપ્તાહ સાનુકુળ ને લાભદાયી રહેશે.
13 માર્ચ સાધારણ રહેશે.

ધન

આ સપ્તાહ દરમ્યાન નિરાંત, રાહત તથા શાંતિ મળવાંના સંયોગો. જુની ઉઘરાણી કે લેણી રકમ પાકવાની સંભાવના,આગલાં વર્ષમાં ટલ્લે ચડેલાં ધંધાકીય કામ કાજ પુરા થવાંની સંભાવના. કોમોડીટી તથા રીયાલ્ટી ક્ષેત્રના જાતકોએ સંભાળવું આ સિવાય, તમામ નાનાં મોટા દરેક પ્રકારના ઔદ્યોગિક એકમનાં જાતકો તથા મોટા જથ્થાબંધ વ્યાપાર વણિજ એકમના વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ, સરળ ત્થા હળવું લાભકારક નીવડશે. પરિશ્રમ વાળા કોઈ પણ એકમના જાતકો માટે લાભદાયી સપ્તાહ. સરકારી કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. મહિલાકર્મી, ગૃહિણીઓ, નિવૃતો માટે સુખશાંતિ વાળુ સપ્તાહ. 10 11 માર્ચ હળવાં સાધારણ જણાશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર

ક્રાફ્ટ ઈંડસ્ટ્રીઝ, ગૃહ ઉદ્યોગ ત્થા નાનાં નાનાં ઔધોગિક એકમવાળા જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ, ત્થા હળવું લાભકારી નીવડશે, હેવી-હયુજ મશીનરીઝ કે હેવી વ્હીકલ્સ કે જાયંટ કોંટ્રાકટ કંપનીનાં જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયી જણાશે. આ સિવાયનાં તમામ કદનાં ઓદ્યોગિક એકમનાં જાતકો તેમજ વ્યાપાર–વાણિજયક તમામ એકમના જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકુળ તથા દોડધામ વાળુ ને વ્યસ્ત નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત તથા ધમાલીયું જણાશે જ્યારે તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ અર્ધસામાન્ય જણાશે. પરિવાર તથા સ્નેહીઓ વચ્ચે સુમેળ યથાવત. 7 તથા 11 માર્ચ સાવ સામાન્ય રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

સીવીલ એંજીનીયરીંગ તથા મરીન એંજીનીયરીંગનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ દોડધામ વાળુ એવમ હળવું લાભદાયક રહેશે. સ્પેર પાર્ટ્સનાં ઔદ્યોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી. શેર બજાર, કોમોડીટી માટે આ સપ્તાહ પણ પ્રતિકુળ રહેશે. આ સિવાયનાં અન્ય ઓદ્યોગિક તથા વ્યાપાર વણિજનાં જાતકો માટે ભાગદોડ વાળુ તથા આ સપ્તાહ પણ હળવું લાભકારી રહેશે. સરકારી કર્મચારી વર્ગ આ સપ્તાહ અતિ વ્યસ્ત અને દોડધામ વાળુ રહેશે, સાથે વાદવિવાદ ન થાય તે અંગે તકેદારી રાખવી. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ હળવું લાભકારી જણાશે. 11 તથા 12 માર્ચ સાધારણ રહેશે. (પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ તથા અંતિમ મહિનો જ સંભાળવું. ઉપાય શ્રમદાન.)

મીન

લેખન ત્થા સાહિત્ય ક્ષેત્રે તથા અખબાર ત્થા પ્રસાર માધ્યમ સાથે જોડાયેલ જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. ફુડ બેવરેજીસ એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ જણાશે. હ્યુજ અને હેવી ઈંડસ્ટ્રીઝનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. ફેબ્રીક કોસ્મેટીક, આભુષણ ઉદ્યોગ વ્યાપારના જાતકો માટે આ સપ્તાહ પણ વ્યસ્ત તથા ફાયદાકારક નીવડશે. આ સિવાયનાં ઔદ્યોગિક એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકુળ જણાશે. ગ્રેઈન અને ગ્રોસરી મર્ચંટ માટે આ સપ્તાહ પણ ભાગદોડ વાળું નીવડશે. સરકારી કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ આ સપ્તાહે પ્રમોશન મળવાંનાં સંયોગો. મધ્યમ વર્ગનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી. છાત્રો, મહિલાકર્મીઓ તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ. ફકત 7 માર્ચનો દિવસ મધ્યમ રહેશે.