Abtak Media Google News

મેષ

001 1

હોટેલ, રેસ્તોરાં ધાબા તથા ફાસ્ટ ફૂડ પાર્લર જેવાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે, તેમ ફ્રોઝન, કેનિંગ, પેકીંગ ફૂડનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. તમામ કદનાં ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત ત્થા હળવું લાભકારી નીવડશે. જથ્થાબંધ વ્યાપારી એકમ ના જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત ત્થા ચડાવ ઉતાર વાળુ જણાશે. સપ્તાહ. છુટક વ્યાપારી એકમનાં જાતકો માટે લાભકારક સપ્તાહનાં સંયોગો. પ્રોફેશનલ એડવાઈઝર તથા સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ ને લાભકારી રહેશે. સરકારી કર્મચારી માટે સાનુકુળ સપ્તાહ, સાથે બદલી બઢતીના સંયોગો. ખાનગી નોકરીયાત માટે લાભદાયી સપ્તાહ. મેડીકલ છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સુંદર રીતે પસાર થશે. 14, 19 માર્ચ સામાન્ય રહેશે.

વૃષભ

002 1

કૃષિ, નર્સરી કે વન્ય જેવાં પ્રાકૃતિક ઉત્પાદનાં વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ બહુ લાભકારી નીવડશે. રંગ તથા તેને સંબંધિત તમામ પદાર્થનાં ઓદ્યોગિક/ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. આ સિવાયનાં ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. વ્યાપાર વણિજ ક્ષેત્રે છુટક તથા ફેરી વ્યાપારના તમામ જાતકો માટે આ સપ્તાહ મધ્યમ લાભકર્તા નીવડશે. અન્ય, વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત તેમજ લાભકારી નીવડશે. સરકારી કર્મચારી માટે આ સપ્તાહ પણ મધ્યમ જણાશે સાથે બદલી બઢતીની પણ સંભાવના યથાવત. ખાનગી નોકરીયાત માટે વ્યસ્ત સપ્તાહ. નિવૃતો તથા ગૃહિણીઓ, મહિલાકર્મીઓ, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ સારી રીતે પસાર થશે. 18 તથા 20 માર્ચ મધ્યમ રહેશે.

મિથુન

003 1

મોટી ફાર્માસીઝ/ફાર્માસ્યુટીક્લ્સ, તથા હર્બલ, હોમિયોપેથી,આયુર્વેદીક ફાર્મસી. મેડીકલ સ્ટોર્સ જેવાં એકમોનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડવાનાં સંયોગો. સરકારી તેમજ ખાનગી શૈક્ષણિક એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ તથા નિરાંતવાળુ રહેશે. આ સિવાયનાં અન્ય તમામ કદનાં ઓદ્યોગિક એકમનાં જાતકો તેમજ વ્યાપાર-વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકુળ ત્થા નવી તકો આપનાર નીવડશે. સરકારી કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત નીવડશે, સાથોસાથ બઢતીની સંભાવના. વિદ્યાર્થીઓ, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ સાનુકુળ ત્થા નિરાંતવાળુ રહેશે. 15 તથા 16 માર્ચ મધ્યમ નીવડશે.

કર્ક

004 1

પબ્લિક ટ્રાસ્પોર્ટેશન્સ, ટૂર ટ્રાવેલ્સ એકમ તેમજ હોટેલ બૂકીંગ્સ સાથે જોડાયેલા તમામ જાતકો માટે આ સપ્તાહ મધ્યમ લાભકારક નીવડશે. વ્યવસાયિક કલા તથા પરામર્શનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક રહેશે. આ સપ્તાહે પણ અણધાર્યા ફાયદા થવાંનાં સંજોગો. તમામ કદનાં ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભકારી નીવડશે. વ્યાપાર- વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ વ્યસ્ત ત્થા સાનુકુળ નીવડશે. પરિશ્રમી વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. હજુ, આ સપ્તાહે પણ સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં સંયોગો. ખાનગી એકમના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભદાયક જણાશે. વિદ્યાર્થીઓ, નિવૃતો, મહિલાકર્મીઓ, તથા ગૃહિણી માટે આ સપ્તાહ લાભદાયક જણાશે. 19 માર્ચ મધ્યમ નીવડશે.

સિંહ

005 1

ફાર્મસી તેમજ ફાર્મા-કેમિકલ ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડવાની સંભાવના. પેટ્રોલિયમ ઉત્પાદ, કોલસો, ત્થા ઈંઘણનાં વ્યાપાર વણિજ એકમોનાં જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભકારક રહેશે. આ સિવાયનાં અન્ય તમામ ઔદ્યોગિક એકમ તથા તમામ પ્રકાર વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ દોડધામવાળુ એવમ સાનુકુળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયી જણાશે. અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ વ્યસ્ત રહેશે. પરિવારમાં સંપ, સહકાર તથા સુમેળ યથાવત રહેશે. એવી ને એવી રહેશે. વિદ્યાર્થીઓ, છાત્રો, નિવૃતો તથા મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. 19,20 માર્ચ સાધારણ રહેશે.

કન્યા

006 1

આભુષણ, શૃંગાર અને ફેશન સંબંધિત તમામ નાના મોટા ઉદ્યોગ-ધંધા વ્યવસાયનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી ત્થા ભાગદોડ નીવડશે. પેકીંગ ફૂડ, કેનિંગ ફૂડ તથા ફાસ્ટ ફૂડ એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું મંદ કે સુસ્ત રહેવાંનાં સંભાવનાં. રાજકીય ક્ષેત્રની વ્યક્તિ વિશેષ માટે આ સપ્તાહ પ્રમાણમાં ખુબ લાભદાયક નીવડશે. અન્ય ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ દરમ્યાન અણધાર્યા ફાયદા થવાંની સંભાવના ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. કેંદ્ર સરકાર તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે લાભદાયક સપ્તાહ. કલા વ્યવસાયના જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. કુટુંબ -પરિવાર જનો તથા મિત્ર વર્તુળ સાથે સુમેળતા વધવાંના સંયોગો. પ્રવાસની સંભાવના. 17, 19 માર્ચ નાં દિવસો સામાન્ય તથા પ્રતિકુળ રહેશે.

તુલા

007 1

તમામ પ્રકારનાં સર્વિસ બિઝનેશ એવમ ખાનગી કંન્સ્લ્ટંસી ફર્મનાં જાતકો માટે આ સપ્તાહ બહુ ફાયદાકારક નીવડશે સાથોસાથ આકસ્મિક લાભની પણ સંભાવનાઓ. જાહેર ક્ષેત્ર સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલ વ્યક્તિવિશેષો ઓ માટે આ સપ્તાહ હળવું લાભદાયક ને વ્યસ્ત નીવડશે. આ સપ્તાહ દરમ્યાન ઉદ્યોગ, ધંધા, વ્યવસાય હેતું ભાગદોડ તથા પ્રવાસ થવાંની સંભાવના. તમામ કદનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. વ્યાપાર–વાણિજયક એકમોનાં જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર સાથે હળવું લાભકારક નીવડશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ સાનુકુળ કે યથાવત જણાશે. મહિલા કર્મીઓ, નિવૃતો, ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. 14 તથા 15 માર્ચનાં દિવસો જ સરેરાશ નીવડશે.

વૃશ્ચિક  

008 1

સ્વગૃહી મંગળ ત્થા ઊચ્ચસ્થ મંગળ વાળા જાતકો માટે આ સપ્તાહ તમામ પ્રકારે લાભદાયક નીવડશે. રો ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ પેકીંગ ફૂડ તથા ફાસ્ટ ફૂડ, સંબંધિત ઉદ્યોગ ધંધાનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી રહેશે સાથે આકસ્મિક લાભ થવાંનાં સંયોગો. તમામ કદનાં ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ દરમ્યાન અણધાર્યા લાભ મળવાંના સંયોગો. મધ્યમ કદનાં વ્યાપાર વણિજ, તેમજ સર્વિસ બિઝનેશ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. કૃષિકાર માટે આ સપ્તાહ લાભદાયી જણાશે. સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે સાનુકુળ સપ્તાહ. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે લાભકારક સપ્તાહ. પરિવાર સાથે સુમેળતા અને સાથ સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મીઓ/કર્મચારીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સારુ રહેશે. 16 માર્ચ સામાન્ય જણાશે.

ધન

009 1

તમામ પ્રકારનાં પેકીંગ મટીરીયલ્સ, પેકીંગ વેસ્ટેજીસ સંબંધિત ઓદ્યોગિક કે વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. રીપેરીંગ/મેઈંટેઈનન્સ એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. આ સપ્તાહે પણ ટલ્લે ચડેલાં કામ કાજ પુરા થવાંનાં સંયોગો. કોમોડીટી તથા રીયાલ્ટી ક્ષેત્રના જાતકોએ સંભાળવું. ઔદ્યોગિક એકમનાં જાતકો તથા મોટા જથ્થાબંધ વ્યાપાર વણિજ એકમના વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ પણ સરળ ત્થા લાભકારક નીવડશે. પરિશ્રમ વાળા કોઈ પણ એકમના જાતકો માટે લાભદાયી સપ્તાહ. સરકારી કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ વ્યસ્ત તથા સાનુકુળ નીવડશે. મહિલાકર્મી/કર્મચારીઓ, ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. 15, 16 માર્ચ હળવાં સાધારણ જણાશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર

010 1

આ સપ્તાહ દરમ્યાન નવા કામકાજ મોકુફ રાખવાં અથવાં નિષ્ણાંતોની સલાહ સૂચન અનુસાર કામકાજ કરવાં. રાજકીય ક્ષેત્ર તેમજ જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ માટે, વાયદાબજારનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ પ્રતિકુળ નીવડશે. તમામ પ્રકારનાં શિલ્પીઓ(ક્રાફટમેન) માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. તમામ કદનાં ઓદ્યોગિક એકમનાં જાતકો તેમજ વ્યાપાર–વાણિજયક તમામ એકમના જાતકો માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત તથા હળવું લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત તેમજ સાનુકુળ નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી નીવડશે. પરિવાર તથા સ્નેહીઓ વચ્ચે સુમેળ યથાવત. . વિદ્યાર્થીઓ, નિવૃતો, ગûહિણીઓ તેમજ મહિલાકર્મી માટે આ સપ્તાહ હળવું લાભકારી રહેશે. 17 તથા 18 માર્ચ સાવ સામાન્ય રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

011 1

બેકરી–પેકીંગ–ફાસ્ટ ફૂડ એકમનાં જાતકો આ સપ્તાહ લાભદાયી રહેશે. ફેશન, તથા આભુષણ સંબંધિત ઉદ્યોગ ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ વાળું જોવાં મળશે. તમામ પ્રકારનાં એંજીનીયરીંગનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ વાળુ હળવું લાભદાયક રહેશે. આ સિવાયનાં ઓદ્યોગિક એકમનાં જાતકો તથા મોટા વ્યાપાર વાણિજયનાં જાતકો માટે ભાગદોડ વાળુ તથા આ સપ્તાહ પણ હળવું લાભકારી રહેશે. સરકારી કર્મચારી વર્ગ આ સપ્તાહ અતિ વ્યસ્ત તથા સાનુકુળ નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ ને ભાગદોડવાળું નીવડશે. વિદ્યાર્થીઓ, નિવૃતો, મહિલાકર્મીઓ, ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ પણ લાભકારક રહેશે. 14 તથા 15 માર્ચ સાધારણ રહેશે. (પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ તથા અંતિમ મહિનો જ સંભાળવું. ઉપાય શ્રમદાન.)

મીન

012 1

ફેશન, ફેબ્રીકસ, રેડીમેઈડ ગાર્મેંટ્સનાં ઓદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. યાર્ન, કપાસનાં વ્યાપારી માટે પણ આ સપ્તાહ લાભદાયી રહેશે. રાજકીય ત્થા જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ માટે આ સપ્તાહ અનેક પ્રકારે લાભદાયી રહેશે. અન્ય, ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. તથા ગ્રેઈન ગ્રોસરીઝનાં વ્યાપાર વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત તેમજ સાનુકુળ જણાશે. નાના ત્થા છુટક વ્યાપારી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ બહુ જ લાભદાયક નીવડશે. નિવૃતો, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, સંતાનો, છાત્રો માટે આ સપ્તાહ લાભકર્તા નીવડશે. 18 માર્ચ મધ્યમ જણાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.