સાપ્તાહિક રાશિ ભવિષ્ય

0
61

મેષ

ઊચ્ચસ્થ તથા સ્વગૃહી મંગળ તેમજ ઊચ્ચસ્થ સૂર્ય–મંગળ વાળા જન્માક્ષરનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભકારી નીવડશે. ચિકિત્સકો, પેથોલોજીસ્ટ, ફાર્માસીસ્ટ્સ, અને હોસ્પીટલ સંબંધિત જાતકો માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે. તમામ કદનાં ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ વાળુ નીવડશે. વ્યાપાર-વાણિજયક એકમનાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. સરકારી કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રેના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. વણસેલાં સંબંધો સુધરતાં જણાશે. નજીકનાં મિત્રો સ્નેહીઓ તરફથી હળવાં સાથ સહકાર મળવાંનાં સંયોગો. યુવા વર્ગ, છાત્રો, મહિલા કર્મીઓ, ગૃહિણી તથા નિવૃતો માટે આ સપ્તાહ લાભદાયક રહેશે. ફકત, 21 તથા 27 માર્ચ મધ્યમ રહેશે.

વૃષભ

આ સપ્તાહ દરમ્યાન ઉદ્યોગ, ધંધા, વ્યવસાયમાં અણધાર્યા લાભ થવાંની સંભાવનાઓ. ફ્રિલાંસ આર્ટીસ્ટ્સ માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે.પ્રોફેશન્લ્સ, સર્વિસ બિઝનેશ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ હળવું મધ્યમ રહેશે. શેર બજાર તેમજ રીયાલ્ટી ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ હળવું સાનુકુળ નીવડશે. મોટા ઔદ્યોગિક એકમથી લઈને નાના, કુટિર ઔદ્યોગિક, એકમનાં તથા વ્યાપાર વણિજનાં તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક તથા ભાગદોડ વાળું જણાશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે હળવાં લાભ વાળું સપ્તાહ રહેશે. કુટુંબ પરિવારમાં હળવાં મનદુ:ખ જણાશે. ધાર્મિક ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. 21 તથા 22 માર્ચ લાભદાયક નીવડશે.

મિથુન

આ સપ્તાહ દરમ્યાન આવક તથા જાવકનાં એક સમાન સંયોગો બને છે, આથી, સમજી વિચારીને નિર્ણય લઈ વહીવટ, વ્યવહાર તેમજ ખર્ચા કરવાં. આયાત નિકાસનાં નાના મોટા એકમનાં જાતકો આ સપ્તાહ સાનુકુળ તથા લાભકારક રહેશે. મોટા ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું સંઘર્ષપૂર્ણ નીવડશે.
હોલસેલ તથા રીટેઈલ તમામ પ્રકારનાં વ્યાપાર વણિજનાં જાતકો માટે સાનુકુળ તેમજ મધ્યમ સપ્તાહ. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. કુટુંબ -પરિવાર જનો તથા મિત્ર વર્તુળ સાથે સુમેળતા વધવાંના સંયોગો. પ્રવાસની સંભાવના. વિદ્યાર્થીઓ, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ પણ નિરાંતવાળુ રહેશે 20 તેમજ 25 માર્ચનાં દિવસો સામાન્ય તથા પ્રતિકુળ રહેશે.

કર્ક

જન્માક્ષરમાં નીચસ્થ તેમજ દુષિત મંગળ ધરાવતા જાતકો માટે આ સપ્તાહે અણધાર્યા ધન લાભ થવાનાં સંયોગો, તથા ધંધાકીય કામકાજમાં વધારો થવાંની સંભાવનાઓ. વ્યવસાયિક કલા તથા ક્ધસ્લ્ટન્સી ફર્મનાં જાતકો માટે આ સપ્તાહ પણ બહુ લાભદાયક રહેશે. તમામ કદનાં ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ બહુ લાભકારી નીવડશે. વ્યાપાર- વણિજ એકમનાં જાતકો માટે હજુ આ સપ્તાહ પણ વ્યસ્ત ત્થા સાનુકુળ નીવડશે. પરિશ્રમી વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ દોડધામ વાળુ રહેશે. ખાનગી એકમના કર્મચારીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત તેમજ લાભદાયક જણાશે. વિદ્યાર્થીઓ, નિવૃતો, મહિલાકર્મીઓ, તથા ગૃહિણી માટે આ સપ્તાહ લાભદાયક જણાશે. 26 તથા 27 માર્ચ મધ્યમ નીવડશે.

સિંહ

ભોજન, અલ્પાહાર સંબંધિત તમામ હોટેલ, રેસ્તોરાં ધાબા તથા ફૂડ પાર્લર નાં તમામ એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. ડેરી ઉત્પાદ, ફરસાણ, મિષ્ઠાન ઉત્પાદનાં જાતકો માટે સાનુકુળ સપ્તાહ રહેશે. તમામ કદનાં ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત ત્થા હળવું લાભકારી નીવડશે. જથ્થાબંધ વ્યાપારી એકમ ના જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત ત્થા ચડાવ ઉતાર વાળુ પણ લાભકારી જણાશે. છુટક વ્યાપારી એકમનાં જાતકો માટે લાભકારક સપ્તાહનાં સંયોગો. પ્રોફેશનલ એડવાઈઝર તથા સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ ને લાભકારી રહેશે. સરકારી કર્મચારી માટે સાનુકુળ સપ્તાહ, સાથે બદલી બઢતીના સંયોગો. ખાનગી નોકરીયાત માટે લાભદાયી સપ્તાહ. વિદ્યાર્થીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સુંદર રીતે પસાર થશે. 26 માર્ચ સામાન્ય રહેશે.

કન્યા

આયુર્વેદ વૈદ્ય, આયુર્વેદીક ફાર્મસી, આયુર્વેદ સંબંધિત તમામ ઔષધ નિર્માણ સાથે જોડાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડવાનાં સંયોગો. પબ્લિક ટ્રાસ્પોર્ટેશન્સ, ટ્રાવેલ્સ કે હોટેલ બૂકીંગ્સ સાથે જોડાયેલા તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે. તમામ ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકુળ રહેશે. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત તથા લાભકારી રહેશે. કુટુંબ -પરિવાર જનો તથા મિત્ર વર્તુળ સાથે સુમેળતા અકબંધ. વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને મહિલા કર્મીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત તથા લાભકારી રહેશે. 24 તથા 25 માર્ચ નાં દિવસો સામાન્ય તથા પ્રતિકુળ રહેશે.

તુલા

તમામ પ્રકારનાં સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ પણ ફાયદાકારક. અસલી તથા નકલી આભુષણ, શૃંગાર અને ફેશન સંબંધિત તમામ નાના મોટા ઉદ્યોગ-ધંધા વ્યવસાયનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી ત્થા વ્યસ્ત જણાશે. તમામ કદનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ પણ વ્યસ્ત એવમ સાનુકુળ નીવડશે. વ્યાપાર–વાણિજયક એકમોનાં જાતકો માટે આ સપ્તાહ દોડધામ વાળુ તથા હળવું વ્યસ્ત જણાશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ સાનુકુળ કે યથાવત જણાશે. મહિલા કર્મીઓ, નિવૃતો, ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. 23 તથા 27 માર્ચનાં દિવસો જ સરેરાશ નીવડશે.

વૃશ્ચિક  

સરકારી અર્ધ સરકારી તેમજ ખાનગી તથા ટ્રસ્ટની તમામ શ્રેણીની શૈક્ષણિક સંસ્થાઓ, શાળા વિદ્યાલયો, કોલેજ સાથે જોડાયેલા તમામ વર્ગનાં જાતકો માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ નીવડશે, એકાઉંટ રીલેટેડ સીએ ત્થા મહેતાજી, ખાનગી ફાયનાંસ કસ્લંટ્ન્ટ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહે અણધાર્યા લાભ જણાશે. વ્યાપાર વણિજ, તેમજ સર્વિસ બિઝનેશ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત તથા લાભકારી જણાશે. સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે આ સપ્તાહ હળવુ લાભકારી રહેશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત જણાશે. પરિવાર સાથે સુમેળતા અને સાથ સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મીઓ/કર્મચારીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ–છાત્રો માટે આ સપ્તાહ બધી રીતે સાનુકુળ નીવડશે. 22 તથા 27 માર્ચ સામાન્ય જણાશે.

ધન

સ્વગૃહી ગુરુ વાળા જાતકો માટે આ સપ્તાહ ખુબ લાભદાયક નીવડશે. આ સપ્તાહે ધંધા વ્યવસાયમાં અણધાર્યા લાભ થવાંનાં સંયોગો. યાર્ન, કપાસ, ડાયીંગ છાપકામ, ફેબ્રીક, રેડીમેડ ગાર્મેંટ તથા ફેશન રીલેટેડ ઓદ્યોગીક -વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. અન્ય ઔદ્યોગિક એકમનાં જાતકો એવમ વ્યાપાર વણિજ એકમનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ એવમ લાભકારી નીવડશે. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે હળવાં લાભ વાળૂ સપ્તાહ રહેશે. કુટુંબ પરિવારમાં હળવાં મનદુ:ખ જણાશે. ધાર્મિક લોકો, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. 26 માર્ચનો દિવસ જ સરેરાશ નીવડશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર

સ્થાળાંતર થવાંનાં સંયોગો. ધંધા ઉદ્યોગ હેતું લાંબા પ્રવાસની શકયતાઓ જણાય છે. શેર/વાયદા બજારનાં જાતકો માટે પ્રતિકુળ સપ્તાહ. નાના મોટા તમામ ઔદ્યોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ ખુબ જ સાનુકુળ એવમ ફાયદાકારક નીવડશે. વ્યાપાર-વણિજના જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત દોડધામ વાળૂ ને લાભકારી જણાશે. સરકારી કર્મચારી માટે બદલી બરતરફી જેવાં સંયોગો બને છે આથી શકય કાળજી રાખવી. ખાનગી કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. વણસેલાં સંબંધો સુધરતાં જણાશે. નજીકનાં મિત્રો સ્નેહીઓ તરફથી હળવાં સાથ સહકાર મળવાંનાં સંયોગો. યુવા વર્ગ, છાત્રો, મહિલા કર્મીઓ, ગૃહિણી તથા નિવૃતો માટે લાભકારી સપ્તાહ. ફકત, 23, 24 માર્ચ સામાન્ય રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

વેસ્ટ પેપર, ડિસ્પોઝેબલ વેર્સ, પેકીંગ મટીરીયલ્સ ઓદ્યોગિક વ્યાપારી એકમનાં જાતકો આ સપ્તાહ લાભદાયક નીવડશે. હેવી મશીનરીઝ રીલેટેડ ઉદ્યોગ ધંધાનાં જાતકો તથા ડ્રાઈવર્સ સમેત ટ્રાસ્પોર્ટેશંસ એકમનાં જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ વાળું જોવાં મળશે. આ સિવાયનાં ઓદ્યોગિક એકમનાં જાતકો તથા મોટા વ્યાપાર વાણિજયનાં જાતકો માટે ભાગદોડ વાળુ તથા આ સપ્તાહ પણ હળવું સાનુકુળ નીવડશે, સાથે અણધાર્યો લાભ મળવાંની શકયતાઓ. સરકારી કર્મચારી માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારી ને દોડધામવાળું નીવડશે. વિદ્યાર્થીઓ, નિવૃતો, મહિલાકર્મીઓ, ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ પણ લાભકારક રહેશે. 27 માર્ચ સરેરાશ રહેશે. (પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ તથા અંતિમ મહિનો જ સંભાળવું. ઉપાય શ્રમદાન.)

મીન

રીયાલ્ટી એકમનાં જાતકો, કોમોડીટી, શેરબજારનાં જાતકોએ માટે આ સપ્તાહ લાભદાયક રહેશે, જમીન મકાનમાં ટૂંકા ગાળાનાં રોકાણ લાભદાયી નીવડશે. કૃષિ એવમ કૃષિ ઉત્પાદ એકમનાં જાતકો માટે સાનુકુળ સપ્તાહ. અન્ય, ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. તથા ગ્રેઈન ગ્રોસરીઝનાં વ્યાપાર વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત તેમજ લાભકારી નીવડશે. નાના ત્થા છુટક વ્યાપારી માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ બહુ જ લાભદાયક નીવડશે. નિવૃતો, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, સંતાનો, છાત્રો માટે આ સપ્તાહ લાભકર્તા નીવડશે. કેવળ 25 માર્ચ સરેરાશ નીવડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here