સાપ્તાહિક રાશિ ભવિષ્ય

0
69

મેષ

આ સપ્તાહ દરમ્યાન શેર બજાર, વાયદાબજાર કે  અવૈધ સટ્ટા/જુગારથી વિશેષ સંભાળવું,  અન્યથા મોટી નૂકશાનીનાં સંયોગો.  સેલેબ્રીટી  જાતકો તથા જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ રહેશે.  ઔદ્યોગિક એકમનાં જાતકો તેમજ  જથ્થાબંધ વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  છુટક, નાનાં વ્યાપારી માટે  હજુ આ સપ્તાહ પણ  હળવુ લાભકારી રહેશે. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું સાનુકુળ નીવડશે. ખાનગી નોકરીયાતો માટે આ સપ્તાહ પણ  ભાગદોડવાળુ ત્થા વ્યસ્ત  જણાશે.  ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ, મહિલા કર્મીઓ માટે આ સપ્તાહ સાનુકુળ અને હળવું લાભદાયક નીવડશે.   18, 19  એપ્રીલ   મધ્યમ જણાશે.

વૃષભ

ગેરકાયદેસર કહી શકાય તેવાં દરેક પ્રકારનાં વહિવટ, વ્યવહાર કામકાજ તથા તેવાં સંબંધોથી વિશેષ કાળજી રાખવી સરવાળે લાભદાયક નીવડશે. જુનાં દુરાગ્રહો, વેર તથા કલેશોમાં મુકત થવાંની સંભાવનાઓ. ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. વ્યાપાર વણિજ ક્ષેત્રે જથ્થાબંધ વ્યાપારના તમામ જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભકારક નીવડશે. અન્ય છુટક તથા ફેરી વ્યાપારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ એવમ ભાગદોડ વાળુ નીવડશે. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારી રહેશે. બદલી એવમ બઢતીની શક્યતાઓ. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે. મેડીકલ છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારી રીતે પસાર થશે. 22 તથા 23 એપ્રીલનાં દિવસો સામાન્ય રહેશે.

મિથુન

આ સપ્તાહ દરમ્યાન હળવી દોડધામ થવાંની શકયતાઓ. તદુપરાંત ધંધા વ્યવસાયમાં ચડાવ ઉતાર આવવાંનાં સંયોગો. આગલા વર્ષોનાં પેંડીગ રહેલા કામકાજનો નીવેડો આવી જવાંની શકયતાઓ. શિક્ષકો, આધ્યાપકો, પ્રાધ્યાપકો માટે આ સપ્તાહ પણ સાનુકુળ જણાશે, સ્ક્રેપ, રીસાયકલીંગ એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારી. તમામ કદનાં ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ પણ હળવુ ચડાવઉતાર વાળુ જણાશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક જણાશે. મિત્રો, સ્નેહીઓ તરફથી સાથ સહકાર અને મિલનનાં સંયોગો. ગૃહિણીઓ તથા નિવૃત, છાત્રો માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. 21 તથા 22 એપ્રીલના દિવસો સાધારણ નીવડશે.

કર્ક

ખાદ્ય પ્રવાહી ઉત્પાદન એકમનાં જાતકો તથા ફાર્મા-કેમિક્લ્સ એકમનાં જાતકો માટે આ સપ્તાહ બહુ જ લાભદાયક નીવડવાનાં સંયોગો. આ સપ્તાહે મિત્રો, સ્નેહીઓ પરિવાર તરફથી સાથ સહકાર મળવાંનાં સંયોગો તેમજ આકસ્મિક ધન લાભનાં સંયોગો. ઈમીટેશન તથા રીયલ જવેલરીઝ ના ઓદ્યોગિક ત્થા વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક જણાશે. અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો ત્થા વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ રાબેતા મુજબ નીવડશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના તમામ વર્ગનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવાં સંઘર્ષ વાળુ પરંતુ સાથોસાથ લાભકારક નીવડશે. નિવૃતો, ગૃહિણીઓ, મહિલા કર્મચારી-કર્મીઓ તથા છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ રહેવાની સંભાવના. 23 એપ્રીલ સામાન્ય રહેશે.

સિંહ

હોટેલ, રેસ્તોરાં તેમજ ડ્રાય-પેકીંગ ફૂડ પ્રોડકટ્સનાં ઓદ્યોગિક ત્થા વાણિજ્યક એકમોનાં જાતકો આ સપ્તાહ સામાન્ય એવમ સરેરાશ નીવડશે. કૃષિ, વન્ય તથા હર્બલ પ્રોડકટનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. તમામ કદનાં ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભકારક જણાશે. જથ્થાબંધ વ્યાપારી એકમ ના જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત અને ભાગદોડ વાળુ જણાશે. છુટક વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારી નીવડશે. ખાનગી ક્ષેત્રનાં તેમજ સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયક જણાશે, સાથે બઢતીના સંયોગો. વિદ્યાર્થીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ બહુ લાભકારી એવમ સાનુકુળ નીવડશે. 23 એપ્રીલનો દિવસ મધ્યમ રહેશે.

કન્યા

રેડીમેડ ગાર્મેંટસ, જનરલ ફેબ્રીક, કાપડ તેમજ કોસ્મેટીક પ્રોડકટ્સનાં એકમના જાતકો ત્થા હર્બલ તથા ફાર્માસ્યુટીક્લ્સ એકમ સાથે જોડાયેલ તમામ જાતકો માટે આ આખું અઠવાડીયું દોડધામવાળુ તથા હળવું લાભકારી નીવડશે. અન્ય ઔદ્યોગિક એકમનાં જાતકો તેમજ વ્યાપાર -વાણિયજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ સામાન્ય તેમજ ખર્ચાળ નીવડશે. છુટક વ્યાપાર તથા ફેરી કરતાં વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. ખાનગી તથા અર્ધ સરકારી કર્મચારી માટે આ સપ્તાહ પણ લાભકારી રહેશે. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ સાવ સામાન્ય રહેશે. સગાં, મિત્રો, સ્નેહી તરફથી લાભ થવાંના સંયોગો. વિદ્યાર્થીઓ, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે આ સપ્તાહ આનંદમયી રહેશે. 21, 24 એપ્રીલ સરેરાશ રહેશે.

તુલા

ખાનગી એવમ સરકારી શૈક્ષણિક એકમ સાથે જોડાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળું તથા સરેરાશ રહેશે તેવી સંભાવનાઓ. હોટેલ, રેસ્તોરાં તેમજ ફૂડ પ્રોડકટ્સનાં ઓદ્યોગિક ત્થા વાણિજ્યક એકમોનાં જાતકો માટે આ સપ્તાહ પણ દોડધામ વાળુ જણાશે. આ સિવાયનાં તમામ ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકુળ નીવડશે. વ્યાપાર–વાણિજયક એકમોનાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે સાથોસાથ દોડધામ પણ એટલી જ રહેશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત એવમ સાનુકુળ જણાશે. મહિલા કર્મીઓ, નિવૃતો, ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. કેવળ, 18 ત્થા 20 એપ્રીલ સાધારણ નીવડશે.

વૃશ્ચિક  

ધંધા વ્યવસાયને લગતાં અનેક નવાં કામકાજ મળવાંની સંભાવનાઓ. અગાઉનાં અડધા –અધુરા રહી ગયેલા કામકાજને વેગ મળવાંનાં સંયોગો. . નાનાં મશીનરીઝ ઉદ્યોગનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. કાયદો-વ્યવસ્થા વિભાગનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયક જણાશે. તમામ કદનાં ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત એવમ સાનુકુળ નીવડશે. જથ્થાબંધ એવમ મોટા તમામ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. છુટક તથા નાનાં વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી. ખાનગી ક્ષેત્રનાં તમામ કર્મચારીઓ તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયી જણાશે. નિવૃતો, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, સંતાનો, છાત્રો માટે આ સપ્તાહ લાભકારી રહેશે. 24 એપ્રીલ મધ્યમ રહેશે.

ધન

આ સપ્તાહ દરમ્યાન ધંધા વ્યવસાયમાં આકસ્મિક લાભ થવાંની શકયતાઓ. વાયદા બજાર, શેર બજાર, સટ્ટા, કે અવૈધ સટ્ટો કે જુગાર માટે આ સપ્તાહ સરેરાશ રહેશે હેવી મશીનરી એવમ મેટલ ઉદ્યોગ-ધંધાનાં જાતકો, માટે આ સપ્તાહ પણ લાભકારી. અન્ય, ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક જણાશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ વ્યસ્ત તથા હળવું લાભદાયી. કુટુંબ -પરિવાર જનો તથા મિત્ર વર્તુળ સાથે સુમેળતા અકબંધ. વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને મહિલા કર્મીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયક રહેશે. 23 એપ્રીલ મધ્યમ નીવડશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર

જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ તથા સેલેબલ વ્યક્તિઓ એ સપ્તાહ દરમ્યાન કાળજી લેવી. બિલ્ડીંગ મટીરીયલ્સ તથા માટી, નળીયા, ટાઈલ્સ,સીરેમીક્સ કલર્સનાં ઉદ્યોગ–વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. અન્ય, તમામ ઓદ્યોગિક એકમ તથા વ્યાપાર-વાણિજયનાં તમામ એકમોના જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકુળ નીવડશે. ખાનગી ક્ષેત્રનાં તેમજ સરકારી ક્ષેત્રનાં નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ હળવું લાભકારી રહેશે. મહિલા કર્મીઓ/ કર્મચારીઓ,ગૃહિણીઓ, નિવૃતો, સ્ટુડેંટ્સ માટે ફાયદાકરક સપ્તાહ. 19 ત્થા 21 એપ્રીલનાં દિવસો મધ્યમ રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

સરકારી ઉચ્ચાધિકારીઓ એવમ રાજકીય વ્યક્તિઓ, સેલેબલ વ્યક્તિઓ માટે આ સપ્તાહ પ્રતિકુળ રહેશે. ધાતુ તથા સ્ક્રેપનાં વ્યાપારી માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. મોટા ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. નાના એકમો જાતક માટે લાભકારી સપ્તાહ. મોટા તેમજ જથ્થાબંધ વ્યાપારનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ અને સામાન્ય નીવડશે. નાનાં વ્યાપારી લાભકર્તા સપ્તાહ. સરકારી કર્મચારી માટે આ સપ્તાહ પણ સાનુકુળ જણાશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે દોડધામવાળું સપ્તાહ. વિદ્યાર્થીઓ, નિવૃતો, મહિલાકર્મીઓ, ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ પણ લાભકારક રહેશે. તથા 18 ત્થા 21 એપ્રીલ મધ્યમ જણાશે. (પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ તથા અંતિમ મહિનો જ સંભાળવું. ઉપાય શ્રમદાન.)

મીન

આ સપ્તાહ દરમ્યાન, વિદેશ વ્યાપારથી લાભ થવાંનાં સંયોગો. વિદેશમાં સ્થાયી થયેલા  જાતકો માટે લાભકારી સપ્તાહ. કુટિર- ગૃહ ઉદ્યોગનાં જાતકો તથા  મશીનરીઝ ઉદ્યોગ–ધંધા-વ્યવસાયનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ. અન્ય ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે.  ગ્રેઈન  ગ્રોસરીઝનાં વ્યાપાર વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકુળ નીવડશે.  અન્ય વ્યાપારીઓ તેમજ નાના ત્થા છુટક  વ્યાપારી માટે આ સપ્તાહ પણ લાભદાયક જણાશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  નિવૃતો,  મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, સંતાનો, છાત્રો માટે આ સપ્તાહ પણ લાભકર્તા જણાશે.  કેવળ 23 એપ્રીલ મધ્યમ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here