સાપ્તાહિક રાશિ ભવિષ્ય: આગામી અઠવાડિયું આ રાશિ વાળા રહે સાવધાન !!!

મેષ (અ,લ,ઈ)the-future-of-the-weekly-zodiac

અર્ધ સરકારી સરકારી ક્ષેત્રે, તમામ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ સમેત   કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ હળવાં સંઘર્ષ વાળું તથા ચડાવ ઉતાર વાળું રહેવાંની શકયતાઓ. ઈલેક્ટ્રીસીટી સંબંધિત ઉત્પાદનાં ઓદ્યોગિક તથા વાણિજ્યક એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. અન્ય, નાનાં મોટા તમામ ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ પરંતુ ભાગદોડ વાળું નીવડશે. સર્વિસ બિઝ્નેશ તેમજ ફાઈનાંસ રીલેટેડ એજન્સીઝ, શરાફી પેઢી તથા રીટેઈલર્સ માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડવાંના સંયોગો. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. 5 ત્થા 6 ઓગસ્ટ  સામાન્ય રહેશે.

વૃષભ (બ,વ,ઉ)

the-future-of-the-weekly-zodiac

આ સપ્તાહ દરમ્યાન ધંધા વ્યવસાયમાં અનેક પ્રકારે આર્થિક લાભો તેમજ તેવાં અવસરો મળવાંની સંભાવનાઓ. સાથોસાથ આનંદ સાથે પ્રગાઢ શાંતિનો પણ અનુભવ કરાવશે. ઉતર તથા પશ્ચિમ વિસ્તાર તથા વિદેશ સાથે સંકળાયેલ ધંધાનાં વ્યાપારી વર્ગ તથા વ્યવસાયીક જાતકો  માટે આ સપ્તાહ બહુ જ ફાયદાકારક નીવડશે. ધંધા વ્યાપાર માટે પ્રવાસનાં સંયોગો. ઔધોગિક તથા વ્યાપાર-વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. સરકારી તથા ખાનગી નોકરીયાત માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. કુટુંબ-પરિવાર દ્વારા સાથ સહકાર યથાવત રહેશે. મહિલા કર્મી, ગૃહિણીઓ, નિવૃતો, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયી નીવડશે. 7 ઓગસ્ટનો દિવસ જ અર્ધ સામાન્ય રહેશે.

મિથુન (ક,છ,ઘ)

the-future-of-the-weekly-zodiac

મિથુન: વિદ્યુત તથા અગ્નિ, પ્રવાહી જવલનશીલ પદાર્થો સંબંધિત ઓદ્યોગિક એકમ તેમજ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહે અનેક પ્રકારે લાભદાયી નીવડશે. હેવી મશીનરી સંબંધિત ઓદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે.  ઈનોર્ગેનિક કેમિક્લ્સ તથા ફાર્માસ્યુટીક્લ્સનાં જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ તથા ચડાવ ઉતાર વાળું રહેશે. જનરલ, ઉદ્યોગ- વ્યાપાર-વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. નાનાં વ્યાપારી માટે આ સપ્તાહ ફાયદાકરક નીવડશે. સરકારી કર્મચારી તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે મધ્યમ સપ્તાહ. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે. 2 તથા 6 ઓગસ્ટનાં દિવસો સાધારણ જણાશે.

કર્ક  (ડ,હ)

હસ્ત વણાટ, (હેંડલૂમ)લિનેન, ખાદી, કોટન ફેબ્રીક્સ, ફર્નિશિંગ્ઝ, અપહોલ્ટ્રીઝ, રેડીમેડ ગાર્મેંટ્સ ફેશન એસેસરીઝ સંબંધિત  તમામ નાના મોટાં ઓદ્યોગિક તથા વ્યાપારી એકમના જાતકો માટે, આ સપ્તાહ અનેક પ્રકારે આર્થિક લાભદાયક નીવડશે. સાથોસાથ અનેક નવી નવી તકો મળવાંના સંયોગો. આ સિવાયનાં અન્ય ઉદ્યોગ ત્થા વ્યાપાર વણિજ ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ હળવું દોડધામ વાળુ પરંતુ લાભદાયક નીવડશે.  રીટેઈલર્સ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારીઓ માટે  આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. જીવનમાં સંવાદિતોનો વધારો થશે. નિવૃતો, ગૃહિણી તથા છાત્રો માટે આ  સપ્તાહ સાનુકુળ નીવડશે. કેવળ, 2 ઓગસ્ટનો દિવસ જ સાધારણ નીવડશે.

સિંહ (મ,ટ)

the-future-of-the-weekly-zodiac

ખાનગી કંપની, કોર્પોરેટ કંપની એવમ સરકારી ક્ષેત્રે, ઊચ્ચ અધિકારી જાતકો માટે આ આ સપ્તાહ હળવું પ્રતિકુળ તેમજ ચડાવ ઉતાર વાળું રહેવાની શક્યતાઓ. ખાનગી શૈક્ષણિક તથા એકાઉન્ટંસીનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. દરેક પ્રકારના ઔદ્યોગિક એકમ તથા  વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ હળવુ હળવું લાભદાયક નીવડશે. ખાનગી ફાઈનાંસ એજન્સી તેમજ શરાફી પેઢીનાં જાતકો આ સપ્તાહ ચડાવ-ઉતાર વાળૂં નીવડશે. ખાનગી ક્ષેત્રના સામાન્ય કર્મચારીઓ માટે આ સપ્તાહ બહુ ફાયદાકારક નીવડશે.  કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ, તેમજ સાથ સહકાર બરકરાર રહેશે. મહિલા કર્મીઓ ગૃહિણીઓ તથા નિવૃત, છાત્રો માટે આ સપ્તાહ બહુ સાનુકુળ જણાશે. 2 તથા 7 ઓગસ્ટ નાં દિવસો મધ્યમ રહેશે.

કન્યા (પ,ઠ,ણ)

the-future-of-the-weekly-zodiac

વ્યાપાર ધંધા સંબંધિત અધુરા રહી ગયેલા તેમજ સ્થગિત થયેલાં કામ-કાજ  પુરા થવાંની સંભાવનાઓ. ધંધા વ્યવસાયનાં  નવાં  કામ-કાજના પ્રારંભ માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. નાની નાની મશીનરીઝ તથા તેનાં સ્પેરપાર્ટસનાં ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. હસ્ત ઉદ્યોગનાં એકમનો જાતકો આ સપ્તાહ બહુ લાભદાયી રહેશે. સર્વિસ બિઝનેસના જાતકો માટે આ સપ્તાહ દોડધામ વાળુ સાથોસાથ લાભદાયક નીવડશે. તમામ વર્ગના સરકારી કર્મચારી માટે આ સપ્તાહ લાભકારક તથા વ્યસ્ત રહેશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળું રહેશે. નજીકી સગા સ્નેહીઓ તથા મિત્રો દ્વારા સાથ સહકારના સંયોગો. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે લાભદાયક સપ્તાહ 5 ઓગસ્ટ મધ્યમ રહેશે.

તુલા  (ર,ત)

the-future-of-the-weekly-zodiac

તુલા રાશિનાં તમામ જાતકો માટે આ સપ્તાહ ધરપતવાળું જણાશે, તેમજ અનેક પ્રકારે ફાયદાવાળું જણાશે. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ ક્ષેત્રના તમામ જાતકો માટે આ સપ્તાહ બહુવિધ લાભકારક નીવડશે. છુટક કે નાનાં વ્યાપાર તથા ફેરી કરતાં તમામ વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ પણ ફાયદાકારક નીવડશે. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે સાથોસાથ બઢતીનાં સંયોગો પણ જણાય છે. ખાનગી ક્ષેત્રના કર્મચારી આ સપ્તાહ લાભદાયક ત્થા સાનુકુળ નીવડશે. ધંધા વ્યવસાય હેતું પ્રવાસ થવાંની સંભાવનાઓ. સગાં તેમજ સ્નેહી તરફથી સાથ સહકાર યથાવત રહેશે. મહિલા કર્મીઓ માટે આ સપ્તાહ લાભદાયક જણાશે. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે આ આખે આખું અઠવાડીયું સાનુકુળ નીવડશે.

વૃશ્ચિક (ન,ય)

the-future-of-the-weekly-zodiac-8

કાયદો અને વ્યવસ્થા તંત્ર તેમજ રેવન્યુ ડિપાર્ટમેંટ્સનાં ઊચ્ચ અધિકારીઓ માટે આ સપ્તાહ  ભાગદોડ વાળુ ત્થા લાભદાયક રહેશે. સરકારી તેમજ ખાનગી શૈક્ષણિક સંસ્થાનાં જાતકો માટે  આ સપ્તાહ સરેરાશ રહેવાંનાં સંયોગો. આર્ટીસ્ટ તથા સ્મીથ વર્ગ માટે આ સપ્તાહ બહુ લાભદાયી તેમજ સુખરૂપ નીવડશે. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક ત્થા અનેક નવી તકો વાળુ નીવડશે. ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારી માટે આ સપ્તાહ હળવું હળવું લાભકારક જણાશે. પરિવાર તથા સ્નેહીઓ તરફથી સાથ સહકાર તેમજ આર્થિક લાભ મળવાંના સંયોગો. સુખ શાંતિ યથાવત રહેશે. નિવૃતો, ગૃહિણીઓ, વર્કીગ વૂમન, સંતાનો, વિદ્યાર્થી માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. 6 ઓગ્સ્ટ અર્ધ મધ્યમ જણાશે.

ધન (ભ,ફ,ધ,ઢ)

સરકારી કર્મચારી માટે આ સપ્તાહ હળવાં સંઘર્ષ વાળું તથા ચડાવ ઉતાર વાળું રહે તેવી શક્યતાઓ, સાથે બદલીનાં સંયોગો. હેવી મશીનરી,  ધાતુ ઉદ્યોગનાં જાતકો માટે આ સપ્તાહ પણ ધીમું ફાયદાકારક નીવડશે, અન્ય ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સર્વિસ બિઝ્નેશ, તથા રીટેઈલર્સ માટે આ સપ્તાહ ફાયદાકારક  રહેવાંના સંયોગો. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. ખાનગી શૈક્ષણિક તથા એકાઉન્ટંસીનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. કુટુંબમાં સુખ-શાંતિ જણાશે. મહિલા કર્મીઓ ગૃહિણીઓ તથા નિવૃત, છાત્રો માટે આ સપ્તાહ પણ બહુ લાભદાયક નીવડશે. 6 તથા 7 નવેમ્બર મધ્યમ રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર (ખ,જ)

જાહેર ક્ષેત્ર સાથે જોડાયેલ વ્યક્તિઓ એવમ તથાકથિત સેલેબલ જાતકો તેમજ પબ્લીક ફિગર માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ નીવડશે. આથી વિશેષ કાળજી રાખવી. અવૈધ સંબંધો તથા  અવૈધ વહિવટ વાળા જાતકોએ વિશેષ સાચવવું. ગૃહોદ્યોગ ત્થા નાનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. છુટક તથા નાના, કે ફેરી વ્યાપાર વણિજનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી નીવડશે. ખાનગી ક્ષેત્રનાં તથા સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ નીવડશે. મહિલા કર્મીઓ, નિવૃતો તથા ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ સુખદાયક જણાશે. 3 તથા 6 ઓગસ્ટ સામાન્ય રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ  (ગ,શ,ષ)

the-future-of-the-weekly-zodiac

વિચારકો, લેખકો તથા સંતો, મહંતો, લોક સાહિત્ય કારો કે લોક ગાયકો માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે. ફેબ્રીક, હર્બલ પ્રોડકટનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક નીવડશે. સીઝનલ વ્યાપાર તથા ફેરી વ્યાપાર કરતાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક રહેશે. અન્ય ઓદ્યોગિક એકમ તથા વ્યાપાર-વાણિજયનાં તમામ એકમનાં જાતકો તેમજ સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ  સાનુકુળ નીવડશે.  ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ અર્ધ- પ્રતિકુળ જણાશે. અવૈધ વહીવટ વ્યવહારથી ખાસ સંભાળવું.  ઊચ્ચાભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. 4 તથા 6 ઓગસ્ટ સરેરાશ રહેશે (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

મીન (દ,ચ,ઝ,થ)

જાહેર સંસ્થા, ચેરીટેબલ ટ્ર્સ્ટ કે આશ્રમ, મઠ તથા શૈક્ષણિક સંસ્થાના જાતકો એવમ સંતો ત્થા સન્યાસીઓ માટે આ સપ્તાહ બહુ  સાનુકુળ રહેશે સાથોસાથ લાભદાયક પણ નીવડશે. રેસ્તોરાં, ફૂડ પાર્લર, કાફે જેવાં એકમનાં જાતકો માટે લાભદાયક સપ્તાહ. તમામ પ્રકારના ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ દોડધામ વાળુ નીવડશે.   જેમાં કઠોર પરિશ્રમ હોય તેવાં તમામ પ્રકારનાં વ્યાપાર-ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ અનેક પ્રકારે લાભદાયક નીવડશે.  સરકારી  કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું ચડાવ ઉતાર વાળુ જણાશે. કુટુંબ પરિવાર તરફથી સાથ સહકારની સંભાવનાઓ. મહિલા કર્મી, ગૃહિણી તથા વિદ્યાર્થી વર્ગ માટે લાભદાયક સપ્તાહ. 5 તથા 7 ઓગસ્ટ પ્રતિકુળ રહેશે.