Abtak Media Google News

મેષ

The-Future-Of-The-Weekly-Zodiac

ગીફટ આટિકલ્સ, શો પીસ, તેમજ ઈંટીરીયર ડેકોરેશન સંબંધિતનાં ઉત્પાદક તથા વ્યાપારીઓ માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. આયાત નિકાસનાં એક્મનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયક રહેશે. ખાનગી શૈક્ષણિક એકમનાં જાતકો તથા ખાનગી નાણાકીય એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ ભાગદોડ વાળુ રહેશે. આ સિવાયનાં અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો તેમજ વ્યાપાર-વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ ત્થા નવી તકો આપનાર નીવડશે. સરકારી કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે લાભદાયી સપ્તાહ. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે ફાયદાકારક સપ્તાહ. નિવૃતો, છાત્રો માટે મધ્યમ સપ્તાહ રહેશે. 22 નવેંબર સાધારણ જણાશે.

 

વૃષભ

The-Future-Of-The-Weekly-Zodiac

અણધાર્યા લાભ થવાંની તથા તેવી તકો મળવાંની શકયતા. કોમોડીટી-વાયદાબજારનાં જાતકો માટે પ્રતિકુળ સપ્તાહ. નાનાં ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભકારી નીવડશે. વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત ત્થા સાનુકુળ નીવડશે. પરિશ્રમી વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. સરકારી તથા ખાનગી શૈક્ષણિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત એવમ લાભકારી જણાશે. આ સપ્તાહે પણ સરકારી કર્મચારી વર્ગ માટે બદલીનાં સંયોગો. ખાનગી એકમનાં કર્મચારીઓ માટે સાનુકુળ સપ્તાહ. નિવૃતો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી માટે લાભદાયી સપ્તાહ. 24 નવેંબર અર્ધ-સામાન્ય નીવડશે.

મિથુન

The-Future-Of-The-Weekly-Zodiac

ધંધાદારી કે વ્યવસાયિક કલા, લલિત કલા તથા સાહિત્ય ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. બેંકીંગ/ ફાઈનાંસ ક્ષેત્રે જોડાયેલ જાતકો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. સર્વિસ બિઝનેશના જાતકો માટે લાભકારી સપ્તાહ. નાના કદનાં ઔદ્યોગિક એકમનાં જાતકો માટે વ્યસ્ત તથા ભાગદોડ વાળુ સપ્તાહ જણાશે. નાના-મોટા વાણિજય એકમ સાથે સંકળાયેલ જાતકો માટે સરેરાશ સમયગાળો. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ સારુ નીવડશે. આ સપ્તાહ દરમ્યાન પરિવાર કે સગાં સ્નેહી સાથે યાત્રા-પ્રવાસના સંયોગો. નિવૃત તથા ગૃહસ્થી, ગૃહિણી, છાત્રો માટે મધ્યમ સપ્તાહ. 23 તથા 25 નવેંબર સાધારણ રહેશે.

કર્ક

004 1

ખાનગી શરાફો તથા સરકારી– ખાનગી બેંકના ઊચ્ચાધિકારીઓથી લઈને કર્મચારીઓ સુધીનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. ઔદ્યોગિક એકમના જાતકો માટે ભાગદોડ વાળું તથા હળવું સાનુકુળ સપ્તાહ. વ્યાપાર ક્ષેત્રે છુટક, ફેરી વ્યાપારનાં જાતકો માટે બહુ લાભકારી સપ્તાહ. અન્ય, વ્યાપારી જાતકો માટે આ સરેરાશ સપ્તાહ. પ્રોફેશનલ એડવાઈઝર્સ એવમ સર્વિસ બિઝનેશના જાતકો માટે આ સપ્તાહ બહુ ફાયદાકારક રહેશે. સરકારી કર્મચારી માટે આ સપ્તાહ મધ્યમ જણાશે સાથે બદલી બઢતીની પણ સંભાવના. ખાનગી નોકરીયાત માટે સારુ સપ્તાહ. મેડીકલ છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે સારુ સપ્તાહ. 21 નવેંબર સામાન્ય રહેશે.

સિંહ

The-Future-Of-The-Weekly-Zodiac

ઈંધણ સંબધિત પેટ્રોલિયમ ઉત્પાદ, કોલસો, ત્થા અન્ય ઈંઘણ કે અન્ય જવલનશીલ( ઘન +પ્રવાહી પદાર્થ)નાં વ્યાપારી-ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ પ્રતિકુળ સપ્તાહ. સામાજીક કાર્યોમાં વિલંભ થવાનાં સંયોગો. આ સિવાયનાં, ઔદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સામાન્ય એવમ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે મધ્યમ સપ્તાહ. અર્ધ સરકારી-ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે સારુ સપ્તાહ. સંતાન સુખ માટે ગર્ભાધારણના સારા સંયોગો. વિદ્યાર્થીઓ, છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે સાનુકુળ સપ્તાહ. 25 તથા 26 નવેમ્બર મધ્યમ જણાશે.

 

કન્યા 

The-Future-Of-The-Weekly-Zodiac

મેટલ બિઝનેશનાં જાતકો, ફેબ્રીકેશંસનાં જાતકો તથા મેકેનિકલ એંજીનીયરીંગના જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નિવડશે. ખાનગી શૈક્ષણિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ મધ્યમ રહેશે. ઔદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે હળવું લાભદાયી સપ્તાહ. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નિવડશે. સરકારી કર્મચારીઓ તેમજ અર્ધ સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયી નિવડશે. પરિવાર સુખ, કુટુંબ સુખ તથા મિત્રો દ્વારા સાથ સહકાર યથાવત. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, વિદ્યાર્થીઓ, નિવૃતો માટે સાનુકુળ સપ્તાહ. 26 તથા 27 નવેમ્બર સરેરાશ નિવડશે.

 

તુલા

The-Future-Of-The-Weekly-Zodiac

આ સપ્તાહે જુના પેંડીગ કામ લાભ સાથે પૂરા થશે. મેટલ સ્પેર પાર્ટસનાં ઉત્પાદકો–વ્યાપારી માટે લાભકારી સપ્તાહ. પબ્લિક ટ્રાસ્પોર્ટેશન્સ, ટ્રાવેલ્સનાં જાતકો માટે ફાયદાકારક સપ્તાહ. આ સિવાય ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત તથા દોડધામ વાળુ રહેશે. વ્યાપાર વણિજ સર્વિસ બિઝનેશ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ મધ્યમ લાભદાયી રહેશે સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા અર્ધ સરકારી કર્મચારીઓ માટે સારુ સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને લાભ મળવાની સંભાવના. પરિવાર તરફથી સાથ સહકાર, ધાર્મિક પ્રવાસના સંયોગો. ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સારુ નીવડશે. કેવળ, ફકત 22 ત્થા 25 નવેંબર સાધારણ રહેશે.

 

વૃશ્ચિક  

The-Future-Of-The-Weekly-Zodiac-8

તમામ પ્રકારની પ્રિંટ્સ, કાગળ, પેકીંગ મટીરીયલ્સ, પેકીંગ વેસ્ટેજીસ એવમ પુસ્તક પ્રકાશન એકમનાં જાતકો એવમ સ્ટેશનરીઝ સંબંધિત વ્યાપારી ત્થા ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયી નીવડશે. રીપેરીંગ/મેઈંટેઈનન્સ એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નિવડશે. આ સિવાયનાં તમામ કદનાં ઓદ્યોગિક એકમ તેમજ વાણિજયક એકમનાં જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત તથા સાનુકુળ જણાશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ દોડધામવાળુ ત્થા ધમાલીયું જણાશે. નિવૃતો, ગૃહિણી તથા મહિલા કર્મચારી માટે આ સપ્તાહ સાનુકુળ ને લાભદાયક જણાશે. 24 નવેંબરનો દિવસ મધ્યમ નિવડશે.

ધન

009 1

આ સપ્તાહે પણ નિરાંત, રાહત તથા શાંતિ મળવાંના સંયોગો. જુની ઉઘરાણી કે લેણી રકમ પાકવાની સંભાવના,આગલાં વર્ષમાં ટલ્લે ચડેલાં ધંધાકીય કામ કાજ પૂર્ણ થવાંનાં સંજોગો. કોમોડીટી- રીયાલ્ટીનાં જાતકોએ સંભાળવું આ સિવાય, ઔદ્યોગિક એકમનાં જાતકો તથા મોટા જથ્થાબંધ વ્યાપાર વણિજ એકમના વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ, સરળ ત્થા હળવું લાભકારક નીવડશે. પરિશ્રમ વાળા કોઈ પણ એકમના જાતકો માટે લાભદાયી સપ્તાહ. સરકારી કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. મહિલાકર્મી, ગૃહિણીઓ, નિવૃતો માટે સુખશાંતિ વાળુ સપ્તાહ. 22 તથા 26 નવેંબર હળવાં સાધારણ જણાશે. (પન્નોતિનો ઉપાય, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર

010 1

ક્રાફ્ટ, કુટિર, કોટેજ ઈંડસ્ટ્રીઝ ત્થા નાનાં નાનાં ઔધોગિક એકમવાળા જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ, ત્થા હળવું લાભદાયી નિવડશે, હેવી-હયુજ મશીનરીઝ કે હેવી વ્હીકલ્સ કે જાયંટ કોંટ્રાકટ કંપનીનાં જાતકો માટે આ પ્રતિકુળ સપ્તાહ. આ સિવાયનાં ઓદ્યોગિક એકમનાં જાતકો તેમજ વ્યાપાર–વાણિજયક તમામ એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ, દોડધામ વાળુ ત્થા વ્યસ્ત નિવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત તથા ધમાલીયું જણાશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ અર્ધસામાન્ય જણાશે. પરિવાર તથા સ્નેહીઓ વચ્ચે સુમેળ યથાવત. 21 તથા 25 નવે. સાવ સામાન્ય રહેશે. (પન્નોતિથી રાહત માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

The-Future-Of-The-Weekly-Zodiac

સીવીલ એવમ મેકેનિકલ એંજીનીયરીંગનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ ભાગદોડીયુ ત્થા હળવું લાભદાયી રહેશે. સ્પેર પાર્ટ્સનાં ઔદ્યોગિક એકમ વાળા જાતકો માટે લાભદાયક સપ્તાહ. શેર બજાર, કોમોડીટી માટે આ સપ્તાહ પણ પ્રતિકુળ રહેશે. આ સિવાયનાં અન્ય ઓદ્યોગિક તથા વ્યાપાર વણિજનાં જાતકો માટે ભાગદોડ વાળુ તથા આ સપ્તાહ પણ હળવું લાભકારી રહેશે. સરકારી કર્મચારી વર્ગ આ સપ્તાહ વ્યસ્ત ત્થા ભાગદોડીયુંરહેશે, વાદવિવાદ ન થાય તે અંગે સંભાળવું. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ હળવું લાભકારી જણાશે. 22 તથા 27 નવેમ્બર સાધારણ રહેશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

 

મીન

012 1

લેખન, સાહિત્ય ક્ષેત્રે તથા અખબાર ત્થા પ્રસાર માધ્યમ સાથે જોડાયેલ જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકર્તા નીવડશે. હ્યુજ અને હેવી ઈંડસ્ટ્રીઝનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. કોસ્મેટીક ત્થા આભુષણ ઉદ્યોગ-વ્યાપારના જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત તથા ફાયદાકારક નીવડશે. આ સિવાય, ઔદ્યોગિક એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકુળ જણાશે. ગ્રેઈન ગ્રોસરી મર્ચંટ માટે આ સપ્તાહ ભાગદોડીયું રહેશે. સરકારી કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ આ સપ્તાહે પ્રમોશન મળવાંનાં સંયોગો. મધ્યમ વર્ગનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી. છાત્રો, મહિલાકર્મીઓ તથા ગૃહિણી વર્ગ માટે સાનુકુળ સપ્તાહ. ફકત 21 નવેંબર મધ્યમ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.