Abtak Media Google News

મેષ

001 1

મોટા ઔદ્યોગિક એકમથી લઈને નાના, કુટિર ઔદ્યોગિક, એકમ સુધીના તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. અગ્નિ તત્વને સંબંધિત ઉદ્યોગ ધંધા કે તાસીરમાં કોઈને કોઈ અડચણની સંભાવના. વિદ્યુત ઉત્પાદ, રંગ તથા રસાયણના જથ્થાબંધ વ્યાપારના જાતકો માટે ચડાવ ઉતાર વાળુ સપ્તાહ. આ સિવાયના વ્યાપારી જાતકો માટે લાભકારક સપ્તાહ. સર્વિસ બિઝનેશના જાતકો માટે સારુ સપ્તાહ. સરકારી કર્મચારી માટે સાનુકુળ સપ્તાહ, સાથે બદલી બઢતીના સંયોગો. ખાનગી નોકરીયાત માટે લાભદાયી સપ્તાહ. મેડીકલ છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારી રીતે પસાર થશે. 20,21 મે નાં દિવસો મધ્યમ રહેશે.

વૃષભ

002 1

કેનિંગ, તથા પ્રોસેસ્ડ ફૂડ, પેકીંગ ફૂડ સંબંધિત, ફેશન, તથા શૃંગારને સંબંધિત ઉદ્યોગ ધંધા માટે આ સપ્તાહ દરમ્યાન હળવી મંદી જેવું વાતાવરણ જોવા મળશે. જાહેર ક્ષેત્ર તથા રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે સરેરાશ સપ્તાહ. ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ અણધાર્યા લાભ અપાવશે. મધ્યમ કદનાં વ્યાપાર વણિજ સર્વિગ બિઝનેશ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે સરેરાશ સપ્તાહ. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. કુટુંબમાં સાથ સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મચારીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સારુ રહેશે. 16, 17, મેનાં દિવસો સાવ સામાન્ય નીવડશે.

મિથુન

003 1

સરકારી તેમજ ખાનગી કે ટ્રસ્ટની શૈક્ષણિક સંસ્થાઓ, શાળા વિદ્યાલયો, કોલેજ સાથે જોડાયેલા જાતકો માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે, નીચસ્થ બુધ વાળા જાતકો માટે આ સપ્તાહ પુરતી વિશેષ કાળજી લેવી. ઔદ્યોગિક તથા વ્યાપાર-વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. નાના વ્યાપાર વણિજ તથા છુટક વ્યાપાર કે ફેરી કરતાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે. સરકારી કર્મચારીઓ તથા ખાનગી કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયક જણાશે. સગાં તથા સ્નેહીજનો વચ્ચે હળવો ખટારાગ થવાંની સંભાવના. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે ઉતમ સપ્તાહ. 19 તથા 20 મેનાં દિવસો મધ્યમ એવમ પ્રતિકુળ નીવડશે.

કર્ક :

004 1

મોટી મોટી ફાર્મસી, તથા મોટા કેમિકલ પ્લાંટનાં જાતકો માટે આ સપ્તાહ હળવું નબળુ નીવડશે. સાથે ખાનગી શૈક્ષણિક સંસ્થાનાં ટ્રસ્ટી કે માલિક માટે આ સપ્તાહ અતિ સાધારણ નીવડશે. પબ્લિક ટ્રાસ્પોર્ટેશન્સ, ટ્રાવેલ્સ કે હોટેલ બૂકીંગ્સ સાથે જોડાયેલા તમામ જાતકો માટે આ સપ્તાહ લાભકારક રહેશે. વ્યાપાર વણિજના જાતકો માટે સપ્તાહ. વ્યવસાયિક કલા કે પરામર્શ વ્યવસાયના જાતકો માટે લાભદાયી સપ્તાહ. સરકારી ક્ષેત્ર તથા અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારી માટે હળવો સમય. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ઉતમ સપ્તાહ. વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને વર્કીગ વૂમન માટે લાભદાયી સપ્તાહ 19,20 મેનાં દિવસો સાધારણ જણાશે.

સિંહ

005 1

મોટ ઓધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ હળવું હળવું ફાયદાકરક નીવડશે. જાહેર ક્ષેત્રનાં જાતકો, સેલેબલ પર્શન માટે આ સપ્તાહ પ્રતિકુળ રહેશે. તેમજ બોલીને સંબંધો બગડી જવાંની સંભાવના. વ્યાપાર વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સખત પરિશ્રમ વાળા ધંધા વ્યાપારના જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ જણાશે. ખાનગી ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓ માટે આ સપ્તાહ અર્ધ પ્રતિકુળ નીવડશે. વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ તથા મહિલા કર્મચારીઓ માટે આ સપ્તાહ સારુ રહેશે. દિનાંક 18, 20 મેનાં દિવસોમાં ભારે દોડધામ રહેશે.

કન્યા

006 1

આ સપ્તાહ દરમ્યાન અનેક પ્રકારના લાભો તથા તકો મળવાંની સાથોસાથ વ્યયના સંયોગો પણ બને છે. આથી, યથામતિ નિર્ણય લેવાં. ધંધાકીય નવાં કામકાજ શરુ કરવાં માટે સાનુકુળ સપ્તાહ. નીચસ્થ બુધ કે નીચસ્થ બુધ સાથે ચંદ્ર વાળા જાતકો માટે આ સપ્તાહ અલ્પાંશે લાભદાયી નીવડશે, પરંતુ વાણી પર કાબુ રાખવો હિતાવહ. ઔદ્યોગિક તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. કેંદ્ર સરકાર તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે લાભદાયી સપ્તાહ. કલા વ્યવસાયના જાતકો માટે લાભદાયી સપ્તાહ. પરિવાર જનો તથા મિત્ર વર્તુળ સાથે સુમેળતાના સંયોગો. ગûહિણી, મહિલા કર્મી માટે સાનુકુળ સપ્તાહ 20 ત્થા 21 મેનાં દિવસો સામાન્ય તથા પ્રતિકુળ રહેવાં સંયોગો.

તુલા

007 1

આ સપ્તાહ દરમ્યાન કેટલાક અણધાર્યા લાભ મળવાનાં સંયોગો. ગાર્મેંટ્સ, ફેશન તથા ફેબ્રીક, ફોટોગ્રાફી રીલેટેડ કોઈ પણ એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. ઔદ્યોગિક એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. વ્યાપાર-વણિજ તથા સર્વિગ બિઝનેશ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. રીયાલ્ટી ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ પણ પ્રતિકુળ રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે હળવાં લાભ વાળૂ સપ્તાહ રહેશે. કુટુંબ પરિવારમાં હળવાં મનદુ:ખ સાથે સહકાર અકબંધ રહેશે. ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. 18 તથા 21 મેનાં દિવસો હળવાં લાભકારક જણાશે.

વૃશ્ચિક  

008 1

ઉચ્ચસ્થ મંગળ તેમજ સ્વગૃહી મંગળ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ અતિ લાભદાયક નીવડશે. અગાઉ, અધુરા રહેલા તથા પેંડીગ ધંધાકીય કામકાજનો નીવેડો આવવાંની સંભાવના. અગ્નિ સંબંધિત તમામ પ્રકારના ક્રિય-પ્રક્રિયા ધરાવતાં ઔદ્યોગિક એકમનાં જાતકો માટે સાનુકુળ તથા આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. વ્યાપાર-વણિજના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. સરકારી કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રેના કર્મચારીઓ માટે સારુ સપ્તાહ. વણસેલાં સંબોંધો સુધરતાં જણાશે. નજીકનાં મિત્રો સ્નેહીઓ તરફથી સહકાર યથાવત રહેશે. યુવાનો, છાત્રો, ગૃહિણી તથા નિવૃતો માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે. 21, 22 મે સાવ સામાન્ય નીવડશે.

ધન

009 1

આ સપ્તાહ પણ અનેક રીતે લાભકારક નીવડશે, ખાસ કરીને કોમોડીટી, ગ્રેઈન મર્ચંટ, તથા જથ્થા બંધ વ્યાપારી જાતકો માટે વિશેષ લાભકર્તા. મોટા ઉદ્યોગ- વ્યાપાર કે વણિજ ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ આર્થિક રીતે ફાયદાકારક પરંતુ સંઘર્ષવાળુ રહેશે. આ સપ્તાહે સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં સંયોગો સાથોસાથ બરતરફીનાં પણ સંયોગો. અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. પરિવાર સાથે ધાર્મિક યાત્રાના અવસરો. યુવાવર્ગ, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ. 17, 19, મેનાં દિવસો સરેરાશ રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર

010 1

હજુ આ સપ્તાહે પણ પન્નોતિનો પ્રતાપ વર્તાશે કિંતુ હળવો રહેશે, આથી નવા કામકાજ, વહીવટ વ્યવહાર સમજી વિચારીને કરવાં. જરુર લાગે ત્યાં નિષ્ણાંતોની સલાહ સૂચન લેવાં. મોટા કે લોખંડ સંબંધિત ઉયોગ ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ માટે પ્રતિકુળ સપ્તાહ. વ્યાપાર-વણિજના તમામ જાતકો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે.. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે હજુ આ સપ્તાહ અર્ધ પ્રતિકુળ રહેશે. પરિવાર કે સ્નેહીઓ વચ્ચે હળવો ખટરાગ સર્જાવાનાં સંયોગો. મહિલાકર્મીઓ, ગૃહિણી માટે સાનુકુળ સપ્તાહ 17, 21 તથા 22 મે સાવ સામાન્ય રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

011 1

જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલ ધાર્મિક આધ્યાત્મિક વ્યક્તિઓ તેમજ કોઈ પણ આસ્થાપ્રણાલીનાં વ્યક્તિવિશેષ માટે આ સપ્તાહ પ્રતિકુળ નીવડશે. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજનાં તમામ એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સરકારી તથા અર્ધ સરકારી ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ પ્રતિકુળ જણાશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે. કુટુંબીજનો કે સગાંઓ દ્વારા સાથ સહકાર અકબંધ રહેશે. મહિલાકર્મીઓ તથા ગૃહિણી વર્ગ, પરિશ્રમી કે ઉદ્યમીઓ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. 20 તથા 21 મેનાં દિવસો હળવાં સંઘર્ષ વાળા જણાશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

મીન

012 1

મોટા ઓદ્યોગિક ક્ષેત્રનાં જાતકો તથા દરેક પ્રકારનાં વ્યાપાર- વણિજ ક્ષેત્રનાં જાતકો તથા વ્યવસાય ક્ષેત્રે સંકળાયેલા જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક તથા પ્રગતિકારક નીવડશે. ખાનગી તથા સરકારી શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. આ સપ્તાહ દરમ્યાન પણ સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીની સંભાવનાઓ. અર્ધ સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ ફાયદાકારક જ રહેશે. કુટુબીજનો સાથે થયેલા વિખવાદો સુખદ અંત. વ્યવસાય હેતુ દોડધામ થવાંનાં સંયોગો. યુવાવર્ગો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ પણ શ્રેષ્ઠ રહેશે. 18, 21 મે અર્ધ-સામાન્ય નીવડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.