Abtak Media Google News

મેષ

The-Future-Of-The-Weekly-Zodiac

રંગ, તથા રસાયણના જથ્થાબંધ વ્યાપાર-વણિજના જાતકો માટે વ્યસ્ત એવમ ચડાવ ઉતાર વાળુ સપ્તાહ.  ઈંઘણ પદાર્થ તથા જવલનશીલ પદાર્થ નાં વ્યાપાર વણિજ સંબંધિત એકમોનાં જાતકો માટે આ સપ્તાહ પણ હળવું લાભકારી જણાશે. નાના ઓદ્યોગિક એકમ તથા પેકીંગ મટીરીયલ્સનાં ઉત્પાદકો માટે આ સપ્તાહ લાભકારી જણાશે. અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો, વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ હળવું હળવું લાભકારક રહેશે.  સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. સરકારી કર્મચારી માટે સાનુકુળ સપ્તાહ, સાથે બદલી બઢતીના સંયોગો. ખાનગી નોકરીયાત માટે લાભદાયી સપ્તાહ.  મેડીકલ  છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારી રીતે પસાર થશે.  17, 18 નવે. સામાન્ય રહેશે.

 

વૃષભ

The-Future-Of-The-Weekly-Zodiac

સાહિત્ય, અખબાર, ત્થા અન્ય પ્રસાર માધ્યમનાં જાતકો માટે હળવું લાભકારી સપ્તાહ. તમામ શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલ જાતકો- શિક્ષકો માટે આ સપ્તાહ પણ લાભદાયક તથા હળવું ભાગદોડ વાળું જણાશે. નાના મોટા ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ આંશિક લાભદાયી નીવડશે. તમામ વ્યાપારી માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયી જોવા મળશે. જથ્થાબંધ વ્યાપાર સાથે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત જણાશે. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. ઉચ્ચાધિકારીઓએ વિશેષ કાળજી રાખવી. ગૃહિણીઓ, મહિલા કર્મીઓ તથા નિવૃત લોકો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. 16 નવે. મધ્યમ રહેશે.

મિથુન

The-Future-Of-The-Weekly-Zodiac

ફાસ્ટ ફૂડ, પેકીંગ- પ્રોસેસ્ડ ફૂડનાં ઓદ્યોગિક/ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ જણાશે. રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે લાભદાયી સપ્તાહ. નાના મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો માટે અણધાર્યા લાભ ના સંયોગો. મધ્યમકદનાં વ્યાપાર વણિજ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેવાંનાં સંયોગો. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે સરેરાશ સપ્તાહ. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. પરિવાર સાથે સુમેળતા અને સાથ સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મીઓ-ગૃહિણીઓ, નિવૃતો, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ સારુ રહેશે. 15, 18 નવે. સામાન્ય જણાશે.

કર્ક

004 1

હોટેલ રેસ્ટોરાં, ઢાબાનાં જાતકો એવમ ખાદ્યાહારનાં ઉત્પાદક-જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી ત્થા વ્યસ્ત જણાશે. કુટિર તથા નાનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી રહેશે. અન્ય ઓદ્યોગિક તથા જથ્થાબંધ તથા દેશ-વિદેશ વ્યાપાર વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત તથા લાભદાયક રહેશે. સખત પરિશ્રમ વાળા ધંધા વ્યાપાર માટે આ સપ્તાહ પણ લાભદાયી. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ એવમ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત તથા સામાન્ય જણાશે. ગૃહિણી તથા મહિલા કર્મીઓ, નિવûતો, છાત્રો માટે આ સપ્તાહ લાભકારી રહેશે. 15 તથા 17 નવે. સામાન્ય જણાશે.

સિંહ

The-Future-Of-The-Weekly-Zodiac

ફાર્માસીઝ તેમજ કેમિકલ્સ એકમનાં જાતકો માટે બહુ લાભદાયક સપ્તાહ. કોઈ પણ પ્રકારનાં એંજીનીયરીંગ એકમનાં જાતકો/ એંજીનીયર્સ માટે આ સપ્તાહ લાભકારી તેમજ વ્યસ્ત જણાશે. ટ્રાવેલ્સ, હોટેલ બૂકીંગ્સ સાથે જોડાયેલા જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી જણાશે. અન્ય ઓદ્યોગિક તેમજ વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. વ્યવસાયિક કલા કે પરામર્શ વ્યવસાયના જાતકો માટે લાભદાયક સપ્તાહ રહેશે. સરકારી ક્ષેત્ર તથા અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારી માટે હળવો સમય. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ શ્રેષ્ઠ રહેશે. વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને વર્કીગ વૂમન માટે લાભદાયક સપ્તાહ 15 તથા 17 નવે. સાધારણ જણાશે.

 

કન્યા 

The-Future-Of-The-Weekly-Zodiac

કલા–વ્યવસાયનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ. આ સપ્તાહ દરમ્યાન અનેક લાભ થવાં ની સાથો જાવકનાં સંયોગો. આથી, યથામતિ નિર્ણય લઈ વહીવટ કરવો. નીચસ્થ બુધ કે નીચસ્થ બુધ સાથે ચંદ્ર વાળા જાતકો માટે આ સપ્તાહ મહદ અંશે લાભદાયી જણાશે, ઔદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયક જણાશે. કલા–વ્યવસાયનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. પરિવાર જનો તથા મિત્ર વર્તુળ સાથે સુમેળતા વધવાંના સંયોગો. પ્રવાસની સંભાવના. 17, 19 ત્થા 20 નવે. પ્રતિકુળ રહેશે.

 

તુલા

The-Future-Of-The-Weekly-Zodiac

લાંબા સમયથી વણસી ગયેલા સંબંધોમાં સુમેળ થવાંની સંભાવના. નવા વાહનની ખરીદી થવાંની સંભાવના. વાયુ તત્વનાં ઉદ્યોગ ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. શેર બજાર, સટ્ટા નાં જાતકો માટે આ સપ્તાહ પણ અતિ પ્રતિકુળ નીવડશે. અન્ય, ઓદ્યોગિક એકમનાં જાતકો તથા જથ્થાબંધ વ્યાપાર-વણિજના જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત તથા હળવુ લાભકારી જણાશે. સરકારી કર્મચારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. બઢતીનાં સંયોગો યથાવત. ખાનગી ક્ષેત્રેના કર્મચારી માટે આ સપ્તાહ પણ સાનુકુળ રહેશે. મિત્રો સ્નેહીઓ તરફથી હળવો સહકાર યથાવત. છાત્રો, મહિલાકર્મી, ગૃહિણી તથા નિવૃતો માટે સાનુકુળ સપ્તાહ. 19 નવે. સામાન્ય રહેશે.

 

વૃશ્ચિક  

The-Future-Of-The-Weekly-Zodiac-8

ધંધા વ્યવસાયમાં અણધાર્યા લાભ થવાંનાં સંયોગો. ફેશન, ફેબ્રીક એવમ રેડીમેડ ગાર્મેંટ રીલેટેડ ઓદ્યોગિક-વ્યાપારી એકમનાં જાતકો માટે અર્ધ લાભદાયી સપ્તાહ. અન્ય, ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. વ્યાપાર-વણિજ તથા સર્વિસ બિઝનેશ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ મધ્યમ તથા વ્યસ્ત રહેશે. રીયાલ્ટી ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ પ્રતિકુળ રહેશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે હળવાં લાભ વાળૂ સપ્તાહ રહેશે. પરિવારમાં હળવાં મનદુ:ખ જણાશે. ધાર્મિક લોકો, ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. 17, 20 નવે. લાભદાયી નીવડશે.

ધન

009 1

હ્યુજ પ્લાંટ પ્રોજેકટ્સ + મોટાં ઓદ્યોગિક કએકમનાં જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત તથા ફાયદા કારક નીવડશે. શેર, સટ્ટો, કોમોડીટીનાં જાતકો માટે હજુ આ સપ્તાહ પણ અતિ સામન્ય જણાશે. અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો તેમજ તમામ વ્યાપાર–વ્યવસાય એકમનાં જાતકો માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત,તથા સાનુકુળ નીવડશે. છુટક વ્યાપારી તથા મધ્યમ વર્ગનાં જાતક માટે લાભકારી સપ્તાહ. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે જણાશે. વિદ્યાર્થીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ મહિલા કર્મીઓ માટે લાભકારી સપ્તાહ. ફકત 14 નવે. સામાન્ય રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

મકર

010 1

ભાગદોડ તેમજ હળવાં ચડાવ ઉતાર વાળુ સપ્તાહ. શેર બજાર તથા કોમોડીટીનાં જાતકો માટે મધ્યમ સપ્તાહ. ગ્રેઈન મર્ચંટ, તથા જથ્થા બંધ વ્યાપારી જાતકો માટે વિશેષ લાભદાયી. મોટા ઉદ્યોગ- વ્યાપાર કે વણિજ ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ આર્થિક રીતે ફાયદાકારક જણાશે. ટલ્લે ચડેલાં સરકારી કામકાજ પુરા થવાંનાં સંયોગો. સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં સંયોગો. અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે લાભદાયી સપ્તાહ. પરિવાર સાથે ધાર્મિક યાત્રાનાં અવસરો. યુવાવર્ગ, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ. 15 તથા 19 નવે. સરેરાશ રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

કુંભ

The-Future-Of-The-Weekly-Zodiac

રાજકીય ત્થા જાહેર ક્ષેત્રની પ્રસિદ્ધ વ્યક્તિઓ માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ નીવડશે. શનિપ્રધાન સંત, મહંતો, કથાકારો, સાહિત્યકારો, ફિલ્મી કલાકારોએ ખાસ કાળજી રાખવી. અન્યથા વાયરલ થવાંનાં સંયોગો. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજનાં તમામ એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ તથા વ્યસ્ત નીવડશે. સરકારી તથા અર્ધ સરકારી ક્ષેત્રનાં જાતકો માટે પ્રતિકુળ સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે. સગાંઓ દ્વારા સાથ સહકાર અકબંધ રહેશે. યુવાવર્ગ, નિવૃતો, છાત્રો તથા ગૃહિણીઓ, મહિલા કર્મીઓ, પરિશ્રમી કે ઉદ્યમીઓ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. 17, 19 નવે. લાભદાયી જણાશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

 

મીન

012 1

કોમોડીટી, વાયદાબજારનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ. તમામ ઉદ્યોગ- વ્યાપાર- વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. શૈક્ષણિક સંસ્થા તથા સેવાકીય સંસ્થા સાથે જોડાયેલ જાતકો માટે લાભકારી સપ્તાહ. આ સપ્તાહ દરમ્યાન સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી એવમ બદલીનાં સંયોગો. અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત તથા સાનુકુળ નીવડશે. કુટુંબીજનો સાથે થયેલા વિખવાદો સુખદ અંત. ધંધા વ્યવસાય હેતુ લાંબા પ્રવાસ થવાંનાં સંયોગો. યુવાવર્ગો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ પણ શ્રેષ્ઠ રહેશે. ફકત 15, 18 નવે. અર્ધ-સામાન્ય નીવડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.