સાપ્તાહિક રાશિ ભવિષ્ય: આગામી અઠવાડિયામાં રાશિના જાતકો માટે ખૂબ જ મુશ્કેલ

મેષ (અ,લ,ઈ)the-future-of-the-weekly-zodiac

દરેક પ્રકારનાં સ્ક્રેપનાં તથા જુની પુરાણી કે પડતર ચીજ વસ્તુઓનાં વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે.  કલા સંબંધિત તમામ એકમ તથા તેને સંબંધિત–એશોસિયેટ એકમનાં જાતકો માટે આ સપ્તાહ  ફાયદાકારક નીવડશે. તમામ પ્રકારના ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. તેમજ  નાના મોટા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ એવમ ખાનગી ક્ષેત્રનાં નોકરીયાત માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. પરિવારમાં સુખશાંતિ યથાવત જણાશે. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, વિદ્યાર્થીઓ, નિવૃતો, માટે આ સપ્તાહ લાભદાયક જણાશે. ૧૮ સપ્ટેમ્બર સાધારણ જણાશે.

વૃષભ (બ,વ,ઉ)

the-future-of-the-weekly-zodiac

શનિ વાળા તમામ જાતકો માટે આ સપ્તાહ  સામાન્ય નીવડશે. સ્થળાંતર કે સ્થાનફેરની સંભાવનાઓ. વિદેશ વસતાં જાતકો માટે સરેરાશ સપ્તાહ.  હેવી મશીનરીઝનાં ઉદ્યોગ તથા ધંધા-વ્યવસાય તેમજ હેવી વ્હીક્લ્સ, ટ્રાંસ્પોર્ટેશન્સ એકમના જાતકો માટે ભાગદોડ સાથે લાભ મળવાંનાં સંયોગો.  ગૃહ ઉદ્યોગ તથા વ્યાપાર-વાણિજયના તમામ એકમોના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ખાનગી ક્ષેત્રનાં તેમજ સરકારી ક્ષેત્રનાં નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ જણાશે, સંભવ કાળજી રાખવી. ખાનગી-સરકારી શૈક્ષણિક એકમના તમામ જાતકો માટે આ  અર્ધ પ્રતિકુળ સપ્તાહ. મહિલા કર્મી,ગૃહિણીઓ, નિવૃતો, સ્ટુડેંટ્સ માટે સાનુકુળ સપ્તાહ. ૧૪, ૧૬ સપ્ટેમ્બર મધ્યમ રહેશે.

મિથુન (ક,છ,ઘ)

the-future-of-the-weekly-zodiac

શેર બજાર, સટ્ટા તથા અન્ય વાયદા બજારનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ  નીવડશે.  ઈલેક્ટ્રીકલ, ઈલેક્ટ્રોનિક તથા સેલ્યુલર સર્વિસીઝ એવમ ઈંટરનેટ સંબંધિત એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયી નીવડશે. રાજકીય ત્થા જાહેર ક્ષેત્રનાં લોકો તેમજ સેલેબલ વ્યક્તિઓ માટે મધ્યમ સપ્તાહ.  ઔદ્યોગિક એકમ ત્થા વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ ઉતમ રહેશે.  અધુરા રહી ગયેલા કામકાજ પૂરા થતાં જણાશે.  સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ  નીવડશે.  મધ્યમ વર્ગના જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે જણાશે. મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે લાભદાયક સપ્તાહ.  ૧૫ સપ્ટેમ્બર સામાન્ય નીવડશે.

કર્ક  (ડ,હ) 

આ સપ્તાહ દરમ્યાન આકસ્મિક લાભ મળવાંનાં અનેક સંયોગો બને છે. તેમજ સરકારી કે દસ્તાવેજી કામકાજમાં ખોટી ઉતાવળ ન કરવી. આ સપ્તાહ  દરમ્યાન મોટા તથા જથ્થાબંધ વ્યાપાર વણિજના જાતકો  તથા હેવી મશીનરી ઉદ્યોગ એકમ તથા વ્યાપારી એકમનાં જાતકો માટે બહુ લાભદાયક સાબીત થશે. રીયાલ્ટી એકમના જાતકો માટે આ સપ્તાહ પણ સરેરાશ રહેશે. નાનાં નાનાં  ઉદ્યોગ ત્થા ધંધાનાં જાતકો માટે  આ સપ્તાહ લાભદાયી નીવડશે. પરિશ્રમી જાતકો માટે આ સપ્તાહ  દોડધામ વાળું  તથા લાભદાયક પણ રહેશે. સરકારી ક્ષેત્ર તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે  હળવું પ્રતિકુળ સપ્તાહ, બરતરફીની સંભાવનાં. ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. ૧૪, સપ્ટે સામાન્ય રહેશે.

સિંહ (મ,ટ)

the-future-of-the-weekly-zodiac

જાહેર ક્ષેત્રની તમામ સેલેબલ વ્યક્તિઓ માટે આ સપ્તાહ પ્રતિકુળ નીવડશે. કાયદો-વ્યવસ્થા તંત્રનાં તમામ વિભાગનાં જાતકો તથા ધારાશાસ્ત્રીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. હોટેલ, રીસોર્ટ, રેસ્તોરાં, ઈવેંટ મેનેજમેંટ, કેટરીંગ સર્વિસીઝ, ટુર એંડ ટ્રાવેલ એજંસીઝ જેવાં ધંધા-વ્યવસાય સાથે સંકળાયેલા તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. ઔધોગિક એકમ તથા વ્યાપાર-વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ એવમ ભાગદોડીયું નીવડશે. સરકારી તથા ખાનગી એકમના તમામ  કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. કુટુંબ-પરિવારમાં સુમેળ યથાવત રહેશે. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ૧૨ તથા ૧૫ સપ્ટેમ્બરનાં દિવસો  મધ્યમ જણાશે.

કન્યા (પ,ઠ,ણ)

the-future-of-the-weekly-zodiac

સર્વિસ બિઝનેશના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે.  ખાનગી એકાઉંટ્સી, બેંક, વીમા કંપની જેવાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ  સાનુકુળ નીવડશે. સાથો સાથ અનેક નવી તકો મળવાનાં સંયોગો. ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ વાળું તથા હળવું સાનુકુળ નીવડશે.  વ્યાપાર વણિજ ક્ષેત્રે છુટક વ્યાપારના તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું  લાભકારક જણાશે. અન્ય વ્યાપારીઓ માટે આ સપ્તાહ ભાગદોડ વાળુ તથા સરેરાશ જણાશે. સરકારી કર્મચારી માટે મધ્યમ સપ્તાહ, બદલીનાં સંયોગો. ખાનગી નોકરીયાત માટે સાનુકુળ સપ્તાહ. મેડીકલ છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ, વર્કીંગ વૂમન માટે આ સપ્તાહ સારી રીતે પસાર થશે. ૧૬ તથા ૧૭ સપ્ટેમ્બર અર્ધ મધ્યમ જણાશે.

તુલા  (ર,ત)

the-future-of-the-weekly-zodiac

સેલેબલ પર્શન તથા જાહેર ક્ષેત્રની વ્યક્તિ માટે સાનુકુળ સપ્તાહ.  કુરીયર  કાર્ગો એકમનાં જાતકો  માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. પ્રિંટ્સ, કાગળ, તથા પ્રકાશન એકમનાં જાતકો એવમ  સ્ટેશનરી, પેકીંગ મટીરીયલ્સ સંબંધિત ઓદ્યોગિક એકમ તથા વ્યાપારનાં જાતકો માટે આ સપ્તાહ  સંઘર્ષ વાળુ જણાશે. આ સિવાયનાં અન્ય ઓદ્યોગિક એક્મ તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ નીવડશે. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. આ સપ્તાહ દરમ્યાન પણ પરિવારજનો  કે સગાં સાથે  હળવાં વાદ વિવાદના સંયોગો બને છે. નિવૃત તથા ગૃહસ્થી, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ૧૨ સપ્ટે. સામાન્ય નીવડશે.

વૃશ્ચિક (ન,ય)

the-future-of-the-weekly-zodiac-8

હોટેલ, રેસ્તોરાં જેવાં એકમનાં જાતકો માટે  સરેરાશ સપ્તાહ. તેમજ  પેકીંગ ફૂડ પ્રોડકટ્સનાં ઓદ્યોગિક ત્થા વાણિજ્યક એકમોનાં જાતક તથા ફેબ્રીક તથા હર્બલ પ્રોડકટનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ જ સાનુકુળ એવમ હળવું લાભદાયક નીવડશે. ગત વર્ષમાં અધુરા રહી ગયેલા કામકાજ પુરા થવાની સંભાવનાં, જુની ઉઘરાણી પાકવાંના સંયોગો. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. નાના ત્થા છુટક વ્યાપારીઓ માટે આ સપ્તાહે પણ હળવી દોડધામ રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ વ્યસ્ત અને લાભદાયી રહેશે. પરિવારમાં સુખ શાંતિ યથાવત રહેશે. નિવૃતો, ગૃહિણીઓ, સંતાનો, વિદ્યાર્થી માટે ફાયદાકારક સપ્તાહ. ૧૩ ત્થા ૧૪ સપ્ટે સાધારણ જણાશે.

ધન (ભ,ફ,ધ,ઢ)

કૌટુંબિક–પારિવારીક સુખ, શાંતિ તથા એકતા અનેક ગણી  પ્રગાઢ થવાના સંયોગો. પરિવાર તરફથી સાથ સહકાર મળવાંનાં સંયોગો. આકસ્મિક ધન લાભની શકયતાઓ જણાય છે. તથા તેનાં જેવાં અન્ય લાભનાં સંયોગો જણાય રહ્યા છે.  ફેશન તથા ફેબ્રીક તથા કોસ્મેટીકના ઓદ્યોગિક ત્થા વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ થોડું  ઉતાર ચડાવ વાળુ રહેશે. આ સિવાયનાં તમામ ઓદ્યોગિક એકમનાં જાતકો ત્થા વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના તમામ વર્ગનાં કર્મચારીઓ માટે  આ સપ્તાહ હળવાં સંઘર્ષ વાળુ પરંતુ સાથોસાથ લાભકારક નીવડશે.  નિવૃતો, મહિલા કર્મીઓ, ગૃહિણી તથા છાત્રો માટે આ  સપ્તાહ મધ્યમ રહેવાની સંભાવના. ૧૭ સપ્ટે અર્ધ મધ્યમ જણાશે. 

મકર (ખ,જ)

પ્રવાહી પેય એવમ પ્રવાહી આહારનાં ઉત્પાદન એકમ  તથા કેમિક્લ્સ એકમનાં જાતકો માટે આ સપ્તાહ  લાભદાયક નીવડવાનાં સંયોગો.  શીપીંગ એકમ તેમજ  ફિશીંગ એકમ ત્થા મરીન એંજીનીયરીંગનાં એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ  અર્ધ લાભદાયક નીવડશે. અન્ય, ઓદ્યોગિક તથા વ્યાપાર વણિજ એકમના જાતકો માટે આ સપ્તાહ  અર્ધ-લાભદાયક રહેશે. સરકારી ક્ષેત્ર તથા અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારી વર્ગ  માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવું લાભદાયક રહેશે. વાણિજય શાખાનાં આધ્યાપકો તથા વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને વર્કીગ વૂમન માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  ૧૬  તથા ૧૫ સપ્ટેમ્બર સામાન્ય નીવડશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ  (ગ,શ,ષ)

the-future-of-the-weekly-zodiac

મહેનતું લોકો એવમ પરિશ્રમી વર્ગ, કારીગર વર્ગ માટે આ આખુ સપ્તાહ કામકાજથી વ્યસ્ત રાખનારું તેમજ ખુબ જ લાભદાયક નીવડશે. આ સપ્તાહ દરમ્યાન  આવકના નવા સ્ત્રોત મળવાનાં સંયોગો.  જુનાં કરજમાંથી મુક્ત થવાંના તેમજ જુની ઉઘરાણી પાકવાનાં પણ સંયોગો. ઉતાવળીયા લોકોએ થોડી ધીરજ રાખવી. ઔદ્યોગિક એકમ તથા  વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે  આ સપ્તાહ લાભદાયી પરંતુ ભાગદોડ વાળું  નીવડશે.  સરકારી ખાતાંનાં તમામ કર્મચારી વર્ગ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક  નીવડશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારું રહેશે. ૧૨ તથા ૧૫  સપ્ટેમ્બરનાં દિવસો સાવ  સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.) 

મીન (દ,ચ,ઝ,થ)

આ સપ્તાહ દરમ્યાન તમામ વર્ગ ત્થા વિવિધ વિભાગ તથા વિવિધ પદનાં સરકારી કર્મચારી માટે દોડધામ થવાંની સંભાવના સાથોસાથો ચડાવ ઉતાર આવવાંનાં સંયોગો તેમજ બદલી બઢતીનાં પણ સંયોગો. નાના નાના ઔદ્યોગિક એકમનાં જાતકો તેમજ વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે. સ્ટેશનરીઝ તેમજ ફેશન, ફેબ્રીક તથા કોસ્મેટીક ઉત્પાદનાં ઓદ્યોગિક એવમ વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. પરિવારમાં મતભેદ થવાંની સંભાવના. ગૃહિણીઓ તથા નિવૃતો, છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ૧૨ તથા ૧૬ સપ્ટેમ્બર સાધારણ નીવડશે.