Abtak Media Google News

હવે તો બધાને પતલું થવું છે. અત્યારે તો જાણે આ પાતળા થવાનો એક ક્રેઝ છે. જોકે દરેક પોતે  પોતાની રીતે અનેક ફેરફાર પોતાના જીવનમાં લાવી અને પતલા થવાનું વિચારતા હોય છે. તમારા શરીરની કાળજી રાખવી હોય અને પતલા થવું હોય તો અમુક નાની વાતો તમારા તમારી દિનચર્યામાં ખાસ ધ્યાન લેવું જોઈએ. તો તમે અવશ્ય ઘરે રહીને તમારું શરીર ઉતારી શકશો. તો આજે અમે તમને એવી નાની વાતો જણાવીશું જેની કાળજી લેવાથી તમારે વજન ઊતારવું સરળ બનશે.

જ્યુસનું સેવન વધારો

f

 

દિવસમાં જો સવારે અને સાંજે બે વાર તાજા ફળ તેમજ શાકભાજીના જ્યુસનું સેવન કરો. તેનાથી શરીરમાં જરૂર પૂરતા વિટામિન તેમજ મિનરલ્સ મળી જશે. તેના કારણે તમે સમય અંતરે ધીરે-ધીરે થોડા પાતળા થવા મંડશો. દરેક જ્યુસ તે તમારા સ્વાસ્થ્યને પણ અનેક લાભ આપે છે. તો ખોરાકની સાથે જ્યુસ લેતા શીખી જાવ તેનાથી તમે પાતળા થઈ શકશો.

શાંતિથી જમો

food

ઘણા લોકોને એવી આદત હોય છે કે તે એકદમ ઝડપથી અને ઉતાવળથી જમતા હોય છે. તો તેના કારણે શરીરમાં અમુક પોષણ તે ભળી શકતા નથી. તો હમેશા એવી ટેવ પાડો કે તમે આહાર લ્યો ત્યારે તેને નિરાતે ચાવી ખાવ. તેનાથી બધા મિનરલ્સ તમે માળતા જશે.

આહારમાં બદલાવ

plant meal

આજે નાનાથી લઈ મોટા દરેક પોતાનોનો આહાર ધીરે-ધીરે બદલાતા જાય છે. ત્યારે બહારનું ખાવાનું ટાળો તેના કરતાં ઘરનું શુદ્ધ અને સાત્વિક ભોજનનો આહાર લ્યો. તેના કારણે તમારા શરીરમાં જરૂર પડતાં વિટામિન અને અનેક મિનરલ્સ જે તમારા શરીરને જરૂર હોય તે મળશે અને તમે પાતળા થઈ શકશો.

આ રીતે સરળ રીતે ઘરે રહી આહાર સાથે બદલાવ અને અમુક ટેવોને સુધારી તમે પણ કોઈ વધારે મહેનત વગર થઈ શકો છો પાતળા. તો આજે જ આ રીતથી દિનચર્યા અને આહારમાં આ બદલાવ લાવો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.