Abtak Media Google News

એમ. ઝેડ ફિટનેસ દ્વારા ટ્રેનીંગ સાથે ડાયટ પ્લાન અંગે યોગ્ય માર્ગદર્શન અપાશે

ડો. મુલરાજસિંહ ઝાલા એમ.ઝેડ ફીટનેશ હબના સંચાલક પ કિલો વજન ધટાડો માત્ર ૧પ દિવસમાં ચેલેન્જ શરુ કરી રહ્યા છીએે. આ તેમની પમી સીઝન છે ચેલેન્જ જે તા. ૬-૧-૨૦૨૦ થી અમીન માર્ગ પર શરૂ થવા જઇ રહ્યો છે. જેમાં મહિલાઓ, પુરૂષો તેમજ બાળકોને ઉમર પ્રમાણે ટ્રેનીંગ અને ડાઇટ કઇ રીતે લેવું તેનું પણ અહી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. આ ચેલેન્જમાં રાજકોટની જાહેર જનતાને પધારવા અનુરોધ કરાયો છે.

Vlcsnap 2020 01 04 08H58M53S175

ડો. મુલરાજસિંહ ઝાલા (એમ.ઝેડ ફિટનેશ હબના સંચાલક) એ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હમણાં જ મેરેથોન યોજાઇ જેમાં રાજકોટના લોકોએ ઉત્સાહ  અને જોશ બતાવી ભાગ લીધો હતો. તેમજ ફીટ રહેવાનું નકકી કર્યુ પણ ખરેખર શું મેરથોન  બાદ લોકોએ ફીટ રહેવાનું કાયમી શરુ રાખેલ છે? માત્ર થોડા સમય માટે ફીટ રહેવું એ યોગ્ય નથી. માટે અમે રાજકોટ ફીટ રહે તે માટે પ કિલો વજન ધટાડો માત્ર ૧૫ દિવસની અંદર ચેલેન્જ ની પમી સીઝન લઇને આવ્યા છે. જે તા. ૬-૧- ને સોમવારના રોજ શરુ થઇ રહી છે. આ ઇવેન્ટમાં અમે માત્ર શારીરિક ફીટ નહિ પણ માનસીક ફીટ કેવી રીતે રહેવું તે પણ સમજાવીશું જો તમે માનસીક ફીટ હોતો તમે અંદરથી પણ સ્ટ્રોગ હોય તમે અંદરથી પણ સ્ટોંગ હોય એટલે આ ચેલેન્જમાં અમે રાજકોટ ના લોકોની ઉમર પ્રમાણે તેમજ મહિલાઓ, પુરુષો, બાળકોને કઇ રીતે ફીટનેશની ટ્રેનીંગ કરાવી તેમજ ડાઇટ પણ કયા પ્રમાણમાં લેવો તે માટે આ ચેલેન્જનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીના ફીટ ઇન્ડીયા કેમ્પેઇનને આગળ વધારવા ફીટ રાજકોટતો શરૂઆત કરવા જઇ રહીયા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.