Abtak Media Google News

અબતકને શુભેચ્છા મુલાકાતે આવેલા મયુરધ્વજસિંંહ રાયજાદા જણાવ્યુંં હતુ ગીનલીફ કલબમાં કાલે ખેલૈયાઓ ઝુમશે

રાજકોટના ખેલૈયાઓ માટે રાજકોટમાં નોવા  હોટેલ્સ દ્વારા આ વર્ષે ફરી એકવાર તારીખ 18 સપ્ટેમ્બર અને રવિવારે રાજકોટ જામનગર હાઈવે પર આવેલ ગ્રીન લીફ ક્લબ ખાતે  વેલકમ નવરાત્રી રાસોત્સવનું ધામકેદાર આયોજન કરવામાં આવેલ છે.

આ વેલકમ નવરાત્રીમાં સૌરાષ્ટ્રના પ્રખ્યાત અને ખેલૈયાઓ જેમના સુર પર થનગની ઉઠે છે તેવા રાહુલભાઇ મહેતા , તેજસભાઇ શીશાંગિયા અને ચાર્મિબન રાઠોડના તાલે ખેલૈયાઓ ગરબે ઘૂમશે . ખેલૈયાઓ માટે તદ્દન પારીવારિક અને સુરક્ષિત વાતાવરણમાં ગ્રીન લીફ ક્લબ ખાતે વેલકમ નવરાત્રી યોજાશે.

અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા મયુરધ્વજસિંહ રાયજાદા જણાવ્યું હતુ કે, આ વેલકમ નવરાત્રી ઈવેન્ટમાં સ્પેશિયલ સરપ્રાઈઝ રાઉન્ડ , સ્પેશિયલ ક્ધટેન્ટ રાઉન્ડ અને ફાયર વર્ક્સ ચાર ચાદ લગાડશે . નોવા હોટેલ આયોજિત વેલકમ નવરાત્રી ઈવેન્ટમાં બાળકો માટે ખાસ પ્લે એરિયાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે . તેમજ સેલ્ફી ઝોન પણ રાખવામાં આવેલ છે. આ ઈવેન્ટમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર , જાણીતા અને લોકપ્રિય કલાકારો તેમજ શહેરના મહાનુભાવોની ઉપસ્થિતિ ખેલૈયાઓનો ઉત્સાહ વધારશે . વેલકમ નવરાત્રી ઇવેન્ટ માટે સૌમિલ પટેલ, ચિંતન વેગડ, મનોજ યાદવ, રાજ નથવાણી, આદિત્યસિંહ વાઢેર, મયુરધ્વજસિંહ રાયજાદા જહેમત ઉઠાવી રહ્યા છે.

ઈવેન્ટના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે . ખેલૈયાઓ પરિવાર સાથે ઈવેન્ટમાં ગરબે ઘુમી શકે તે માટે પાસની કીંમત સૌને પરવળે તે માટે 200 રૂપિયા રાખવામાં આવી છે . પાસ માટે ખેલેયાઓ સોમિલ પટેલનો 99040 00093 પર સંપર્ક કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.