Abtak Media Google News

અનેકવિધ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં સોની સમાજના ખેલૈયાઓ મન મુકીને ગરબે ઝુમશે

‘અબતક’ સુરભી રાસોત્સવના ગ્રાઉન્ડમાં આજે રાત્રે શ્રી ગ્રુપ દ્વારા સમસ્ત સોની સમાજ માટે વેલકમ નવરાત્રીનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેકવિધ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં સોની સમાજના ખેલૈયાઓ મન મુકીને ગરબે ઝુમવાના છે.

રેસકોર્સ ખાતે આવેલા ‘અબતક’ સુરભી રાસોત્સવના ગ્રાઉન્ડમાં શ્રી ગ્રુપ દ્વારા વેલકમ નવરાત્રી માટે આજે સાંજે ૬થી ૧૧ સુધી સમસ્ત સોની સમાજ ઓપન ગુજરાત રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા કલાકારો ગરબા ગાઈને ખેલૈયાઓને મન મુકીને ઝુમાવશે. આ વેલકમ નવરાત્રી રાસોત્સમાં મોટી સંખ્યામાં સોની સમાજના ખેલૈયાઓ ગરબાની મોજ માણવાના છે. આ રાસોત્સવમાં મેયર બીનાબેન આચાય, ડે.મેયર અશ્ર્વિનાભાઈ મોલીયા, સ્ટે.કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્તિ રહેવાના છે. આયોજનને સફળ બનાવવા માટે કૈલાશભાઈ રાજપરા, કિશોરભાઈ પાલા, હિતેશભાઈ રાજપરા, રાજેશભાઈ ફીચડીયા, શૈલેષભાઈ પાટડીયા તેમજ ગૌરવ રાધનપરા, મયુર રાજપરા, રવિકાંત વાગડીયા, હાર્દિક રાણપરા, તેજસ વાગડીયા, હેમાંગ પાટડીયા, રિતેશ રાણપરા, દેવાશ પટણી, અમીત ભુવા, હિમાંશુ રાધનપુરા, રાજ માંડલીયા, વિશાલ માડલીયા, પ્રમેશ રાજપરા, ભાવેશભાઈ ગેરીયા, સચીન પાટડીયા, રવિ પાટડીયા, જય ફીચડીયા, વિજય પાટડીયા, નૈનેશ આડેશરા, પરેશ પાટડીયા, મોનીક માડલીયા, રોનીન વડનગરા, કમલેાભાઈ, ભાવીન માડલીયા, વિજય રાણીંગા, મિલન પાટડીયા, રવિ પાલા, અમીત પાટડીયા, ચીરાગ ગુસાણી, મોહિત રાણપરા, રાજેન વજીર, મનીષ પાટડીયા, હિરેન ઝીંજુવાડીયા, મયુર પાટડીયા, પ્રદીપ પારેખ, વિવેક મોડેસરા, પ્રશાંત લોલારીયા, અને વિવેક માડલીયા જહેમત ઉઠાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.