Abtak Media Google News

માનવી પોતાનું સુખ વહેચે એટલે દુ:ખોની બાદબાકી થાય અને સુખનો  સરવાળો થાય: સ્વામિ માધવપ્રિયદાસજી

બોલ્ટન, યુકેમાં ગત દિવસે  ગુરુકુલ, અમદાવાદના અધ્યક્ષ સ્વામી   માધવપ્રિયદાસજી યુ.કે. સત્સંગ વિચરણ દરમિયાન બોલ્ટન પધાર્યા હતા.શ્રી કચ્છી લેવા પટેલ સમાજ – બોલ્ટનના પ્રમુખ  માવજીભાઈ લીંબાણી, ઉપપ્રમુખ મૂળજીભાઈ હિરાણી વગેરે કમિટિના સભ્યોએ સ્વામી નું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

બોલ્ટન ખાતે પૂજ્ય સ્વામીએ પંચદિનાત્મક શ્રીમદ્ ભાગવત કથા પારાયણનો લાભ આપ્યો હતો. કોરોનાના કપરા કાળમાં દિવંગત થયેલા ભક્તજનોની પવિત્ર સ્મૃતિ આ કથા સાથે જોડાયેલીહતી. કથા દરમિયાન ભગવાનશ્રીકૃષ્ણ પ્રાગટ્યોત્સવ, ગોવર્ધનલીલા – અન્નકૂટોત્સવ જેવા ઉત્સવોનીસુંદર ઉજવણી કરવામાં આવી હતી. આ તમામ ઉત્સવોની તૈયારીમાં બોલ્ટનનાં ઉત્સાહી ભાઈ બહેનોએ ખૂબ જ સુંદર તૈયારીઓ કરી હતી.

પૂજ્ય સ્વામીએ ભાગવતજીની કથાના પ્રસંગોની સાથે કથાના સુંદર રહસ્યો સમજાવ્યા હતા.ગોવર્ધનલીલાના પ્રસંગનું વર્ણન કરતા સ્વામી એ જણાવ્યું હતું કે, ભગવાન શ્રીકૃષ્ણનારાયણે અન્નકૂટોત્સવ કર્યો. અન્નકૂટનો પ્રસાદ નાનામાં નાના મનુષ્યો સુધીવહેંચવામાં આવ્યો. આપણાજીવનમાં આવનારા સુખના પ્રસંગો સૌની સાથે વહેંચવા જોઈએ. જે વ્યક્તિ પોતાનું સુખ સૌની સાથેવહેંચે છે, તેમના જીવનમાં દુ:ખોની બાદબાકી અને સુખનો સરવાળો થયા જ કરે છે.

સુખનો અર્થ માત્રભૌતિક સુવિધાઓની ઉપલ્બધિ નથી. સુખ એટલે આંતરિક શત્રુઓનો નાશથવો. સુખ એટલે જીવનમાં સદ્ગુણોની અભિવૃદ્ધિ થવી. સુખ એટલે પરિવારમાં સંપ, સંસ્કાર અનેસત્સંગનું વધતું રહેવું. પ્રસંગોપાત શાસ્ત્રી ભક્તિવેદાંતદાસજી ભાગવતજીના પ્રસંગો ઉપર સુંદરકથાવાર્તા કરતા હતા. કથા દરમિયાન ગવૈયા પાર્ષદ ઘનશ્યામ ભગતે ખૂબ જ મધુરાસ્વરે વિવિધ ભજનોનું શ્રવણ કરાવ્યું હતું. પૂજ્ય સ્વામીજીની સંગાથ એજીવીપી ગુરુકુલથી પધારેલા કર્મકાંડ નિષ્ણાંત શાસ્ત્રી  જ્વલંતભાઈ મહેતાએ કથાના પ્રારંભે ભગવાન, ભાગવતજી અને પિતૃઓનું પૂજન કરાવ્યું હતું.પંચદિનાત્મક કથા દરમિયાન કુરજીભાઈ પીંડોરીયા, અરવિંદભાઈ તથા હરેશભાઈ વરસાણી,કીર્તિભાઈ હિરાણી, રવિભાઈ પટેલ વગેરે બોલ્ટન, માન્ચેસ્ટર, ઓલ્ડહામ આદિ વિસ્તારોમાંથી મોટીસંખ્યામાં પધારનારા ભક્તજનો રહસ્યપૂર્ણ કથાનું શ્રવણ કરીને ખૂબ જ પ્રસન્ન થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.