વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દીવથી વાયુસેનાના ખાસ હેલીકોપ્ટરમાં ગોલોકધામ સોમનાથ ખાતેના હેલીપેડ ખાતે આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન તરીકે પદભાર સંભાળ્યા બાદ પ્રથમવાર જ શિવની અને શૌર્યની આ પાવન ધરામાં વડાપ્રધાન મોદીનું આગમન થતા અનેરા ઉત્સાહ સાથે પાણી પુરવઠા અને સિવીલ એવીએશન રાજ્ય મંત્રી જશાભાઇ બારડ, જિલ્લા પંચાયત પ્રમુખ મતી મણીબેન રાઠોડ, સાંસદ ચુનીભાઇ ગોહેલ, રાજ્યસભાના સભ્ય રાજેશભાઇ ચુડાસમા, નગરપાલિકાના પ્રમુખ જગદીશભાઇ ફોફંડી, જિલ્લા કલેક્ટર અજય કુમાર, જિલ્લા પોલીસ વડા હિતેષ જોઇશર, જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર સહિતના મહાનુભાવોએ વડાપ્રધાન ને પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્મા ભર્યું અદકેરુ બહુમાન કર્યું હતું. વડાપ્રધાન મોદી અભિવાદનનાઆ કાર્યક્રમ બાદ સીધા જગપ્રસિદ્ધ જ્યોર્તિલીંગ સોમનાથ મંદિર જવા રવાના થયા હતા.આ વેળાએ હેલીપેડ બહાર વિશાળ સંખ્યામાં ઉભેલી જનમેદનીએ પણ હાથ ઉંચા કરી વડાપ્રધાન ને આવકાર્યા હતા