Abtak Media Google News

રામનાથ પરા કોમ્યુનિટી હોલ ખાતે કાલે બંકિમ પાઠકની મ્યુઝીકલ નાઈટ

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે ગુજરાત પોલીસ મોટર સાયકલ રેલી નુ સ્વાગત અને સન્માન સમારોહ તથા આઝાદીના અમૃત મહોત્સવ ની ઉજવણીના ભાગરૂપે કાલે બંકિમ પાઠક સાઈકલ લાઈટ નો આયોજન કરવામાં આવ્યું છે

31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઇ પટેલ જન્મજયંતિના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે સને 2014 માં ભારતના વડાપ્રધાન  નરેન્દ્ર મોદી  દ્વારા ભારતની એકતા અખંડિતતા અને સલામતી જળવાય રહે તે માટે ભારતની એકતાના પ્રતીક સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિના રોજ સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે.

31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઇ પટેલ જન્મજયંતિના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે ગુજરાત પોલીસ દ્વારા મોટર સાયકલ રેલીનુ આયોજન કરવામાં આવેલ છે જે રેલી તા.21/10/2021 ના રોજ રાજકોટ શહેર ખાતે પહોંચનાર છે જે રેલીનુ રાજકોટ શહેર પોલીસ દ્વારા સ્વાગત કરી રેલીમાં ભાગલેનારનુ સન્માન કરવામાં આવનાર છે તેમજ આઝાદીને 75 વર્ષ પુર્ણ થતા અમૃત મહોત્સવના પાંચ સ્તંભો સ્વતંત્રતા સંઘર્ષ, 75 વર્ષે વિચારો, 75 વર્ષે સિદ્ધિઓ, 75 વર્ષે કાર્યો અને 75 વર્ષે સંકલ્પો આ પાંચેય સ્તંભો આઝાદીની લડાઈની સાથે સાથે આઝાદ ભારતનાં સપનાં અને ફરજોને દેશની સમક્ષ મૂકીને આગળ વધવાની પ્રેરણા આપે તે માટે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહેલ છે.

જે ઉજવણીના ભાગરૂપે રાજકોટ શહેર પોલીસ દ્વારા રામનાથપરા પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે ગુજરાત સંગીત-નાટક અકાદમીના સયોગથી જાણિતા કલાકાર  બંકીમ પાઠકની મ્યુઝીકલ નાઇટનું આયોજન કરવામાં આવેલ છે જે મ્યુઝીકલ નાઇટમાં હાલમાં કોરોના વાયરસ અંગેની માર્ગદર્શીકા મુજબ 400 થી વધુ લોકોને એકઠા થવાપર પ્રતિબંધ હોય જેથી જાહેર જનતાને મ્યુઝીકલ નાઇટ રાજકોટ શહેરના ઓફિસીયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છફષસજ્ઞિઈંશિુંઙજ્ઞહશભય ઉપર તા.21/10/2021 ના સાંજના 05/30 થી લાઇવ નીહાળી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.