સોરઠ પંથકમાં સિંહ, ફિશીંગ અને પ્રવાસન માટે બજેટમાં કરાયેલી જોગવાઈને આવકાર

બજેટમાં માતબર નાણા ફાળવાતા સોરઠવાસીઓના હૈયા હરખાયા 

ગુજરાત સરકારના આગામી નાણાંકિય વર્ષ 2021-22 ના બજેટમાં સોરઠ પંથક ના  ગીરના જંગલ, ફિશીંગ અને પ્રવાસનને લગતા પ્રોજેક્ટોને લઇ રાજ્ય સરકારે બજેટમાં જોગવાઇ કરતા સોરઠ પંથકમાં આ પ્રોજેક્ટને આવકારાઈ રહી છે, બીજી બાજુ સિંહને જંગલમાં જ મારણ મળે એ માટે બજેટમાં રૂા.10 કરોડની જોગવાઈ કરાતા હવે સિંહોને જંગલ બહાર ભૂખ્યા ભમવું નહીં પડે.

રાજ્ય સરકારના બજેટમાં રેવન્યુ વિસ્તારમાં સામાજીક વનીકરણ માટે પણ 219 કરોડની જોગવાઇ કરાઇ છે. એશિયાઇ સિંહોના નિવાસસ્થાન ગિર નેશનલ પાર્ક અને અભયારણ્ય, બૃહદ્ ગિરમાં ગણાતા જૂનાગઢ સહિતના મહેસુલી, વીડીમાં સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે સરકારના લાયન પ્રોજેક્ટના પ્રથમ વર્ષ માટે 11 કરોડની જોગવાઇ કરાઇ છે. અને જંગલોના વિકાસ અને સંવર્ધન માટો 286 કરોડની ફાળવાયા છે. તેને લઈને વન્ય પ્રેમીઓમાં ખુશીની લહેર પ્રસરી છે.

બીજી બાજુ ગિર નેશનલ પાર્ક, અભયારણ્ય અને બૃહદ ગિર વિસ્તારોમાં સિંહોનો ખોરાક ગણાતા સાંભરની સંખ્યા વધે એ માટે સાંભર બ્રિડીંગ સેન્ટર બનાવવા માટે 10 કરોડની જોગવાઇ કરાઇ છે. જેને લઇને હવે સિંહોને ખોરાકના શોધમાં હવે જંગલ બહાર જવું નહિ પડે, જો કે, તેના માટે બહુ સમય લાગશે પણ સરકારના આ નિર્ણયને સિંહ પ્રેમીઓ દ્વારા આવકારવામાં આવ્યો છે. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાના ચોરવાડમાં મત્સ્ય ઉતરાણ માટે ફ્લોટીંગ જેટી બનાવવા 5 કરોડની જોગવાઇ છે. માછી માર ોએ જમ્બો પ્લાસ્ટિક ક્રેટ અને મેન્યુઅલ મટિરીયલ હેન્ડલીંગ સ્ટેકર ખરીદવા 3 કરોડ ફાળવાયા છે. કેજ કલ્ચર માટે 2 કરોડની જોગવાઇ કરાઇ છે. વ્હેલ-શાર્ક ટુરીઝમ થકી સાગરખેડૂ સહિતને રોજગારી આપવાની નવી યોજના બનાવાઇ છે. તેને પણ આવકારવામાં આવ્યું છે.આ ઉપરાંત સોરઠના 5 બંદરોમાં વધુ બોટ લાંગરવા માટે 97 કરોડ, દરિયાઇ પટ્ટીમાં 10 હજાર માછીમારોને હાઇ સ્પીડ ડીઝલ ઓઇલ પરની વેટ માફી યોજનાનો લાભ આપવા 150 કરોડની જોગવાઇ તથા કુદરતી આફતો વખતે બોટનું પાર્કિંગ તેમજ પકડેલી માછલીનું ક્વોલિટી ઉત્પાદન કરવા માળખાકિય સુવિધા માટે 97 કરોડ, માછીમારોને ઓબીએમ મશીનની ખરીદી ઉપર સહાય માટે 15 કરોડની જોગવાઇને પણ સોરઠના દરિયા ખેડુ એ વધાવી છે. આ બજેટમાં ઐતિહાસિક મહત્વ અને વિશેષ પ્રકારનું વારસાઇ સ્થાપત્ય ધરાવતી શાળાઓના નવિનીકરણ કરવા માટે રૂ. 25 કરોડની જોગવાઈ કરાઈ છે, ત્યારે શહેરની ગવર્મેન્ટ ગર્લ્સ હાઇસ્કુલ, બુગદા પ્રા. શાળા, નરસિંહ વિદ્યા મંદિર, સ્વામી વિવેકાનંદ વિનય મંદિર, એ. જી. સ્કુલ,  બુગદા પ્રા. શાળા પણ હાલમાં ઐતિહાસિક બિલ્ડિંગો ધરાવે છે. તેમજ બહાઉદ્દીન આર્ટસ કોલેજ પણ નવાબના વખતનું ઐતિહાસિક  મહત્વ ધરાવે છે. ત્યારે બજેટની આ જોગવાઇનો શહેરની ઐતિહાસિક મહત્વ ધરાવતી શાળાઓને લાભ મળે તેવી જૂનાગઢ વાસીઓમાં લાગણી અને માંગણી પ્રવર્તી છે.સાથોસાથ સૂર્યોદયદય યોજનામાં વધુ ગામોનો સમાવેશ કરવા માટે 1000 કરોડની જોગવાઈ કરાઇ છે. ત્યારે ખેડુતોને દિવસે વીજળી પૂરી પાડવાની સૂર્યદય યોજના હેઠળ જૂનાગઢ જિલ્લાના અને ખાસ કરીને વન વિસ્તારના આસપાસના ગામો માં આ યોજનાનો લાભ મળતો થશે તેવો આશાવાદ પણ સોરઠવાસીઓ દ્વારા સેવાય રહ્યો છે.  તો રાજ્યના બજેટમાં ગીર-કાંકરેજ ગાયોના પશુનું ફાર્મ બનાવી, અને તેના દૂધ અને દૂધ ઉત્પાદન નું વેચાણ કરવું હોય તો તેના માટે 3 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તે યોજનાનો પણ સોરથવાસીઓને પૂરો લાભ મળશે તેવું આ બજેટ બાદ મનાઈ રહ્યું છે.